રાજ્યશાસ્ત્ર
બ્યૂકનાન, જેમ્સ
બ્યૂકનાન, જેમ્સ (જ. 1791, સ્ટોનીબૅટર, પૅન્સિલવૅનિયા; અ. 1868) : અમેરિકાના પંદરમા પ્રમુખ (1857–61). તેમણે ડિકિન્સન કૉલેજ ખાતે અભ્યાસ કર્યો અને 1812માં ‘બાર’માં તેમને પ્રવેશ મળ્યો. 1848માં તેઓ ‘સેક્રેટરી ઑવ્ સ્ટેટ’ તરીકે નિમાયા અને એ દરમિયાન તેઓ ઑરેગૉનની સીમાનો વિવાદ ઉકેલવામાં સફળ થયા. ડેમૉક્રૅટિક પક્ષ તરફથી નૉમિનૅશન થતાં તેઓ 1856માં પ્રમુખપદે…
વધુ વાંચો >બ્રન્ટલૅન્ડ, ગ્રૉ હાર્લેન
બ્રન્ટલૅન્ડ, ગ્રૉ હાર્લેન (જ. 1939, ઑસ્લો) : નૉર્વેનાં રાજકારણી તેમજ પ્રથમ મહિલા વડાપ્રધાન. તેમણે ઑસ્લો તથા હાર્વર્ડ ખાતે તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1960માં તેમણે વિરોધી રૂઢિચુસ્ત પક્ષના નેતા અર્ને ઑલેય સાથે લગ્ન કર્યાં. તેઓ મજૂર પક્ષમાં જોડાયાં અને 1969માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1974 –’79 દરમિયાન તેઓ પર્યાવરણના પ્રધાન…
વધુ વાંચો >બ્રહ્મદેશ
બ્રહ્મદેશ : જુઓ મ્યાનમાર
વધુ વાંચો >બ્રાઉન, ઇવા
બ્રાઉન, ઇવા (જ. 1910, મ્યુનિખ, જર્મની; અ. 1945) : ઍડૉલ્ફ હિટલરનાં પત્ની. તે હિટલરના સ્ટાફ ફોટોગ્રાફરનાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં હતાં. 1930ના દશકામાં તે હિટલરનાં પ્રેયસી બની રહ્યાં. બર્લિનના પતન પછી, ચાન્સેલરીમાં આવેલા બંકરમાં તેમણે અને હિટલરે સાથે આપઘાત કર્યો. આપઘાત કરતાં પહેલાં તેમણે હિટલર સાથે લગ્ન કર્યું હોવાનું મનાય…
વધુ વાંચો >બ્રાઉન, ગૉર્ડન
બ્રાઉન, ગૉર્ડન (જ. 20 ફેબ્રુઆરી 1951, ગ્લાસગો, કિર્કાડલી, બ્રિટન) : જૂન 2007થી બ્રિટનના વડાપ્રધાન. તેમનો પ્રોટેસ્ટન્ટ પરિવાર ધાર્મિક માન્યતાઓમાં ચુસ્ત અને કંઈક જુનવાણી છે. પિતા સ્કૉટલૅન્ડના અધિકારી હતા. બ્રાઉન તેમના પ્રેરણાસ્રોત તરીકે પિતા અને પત્નીને ગણાવે છે. સમગ્ર કુટુંબ સ્કૉટિશ મૂળિયાં ધરાવે છે. ગૉર્ડન બ્રાઉન 12 વર્ષની કિશોરાવસ્થાથી તેઓ બ્રિટનના…
વધુ વાંચો >બ્રાઝાવિલ પરિષદ
બ્રાઝાવિલ પરિષદ (1944) (1) : આફ્રિકામાં ફ્રેંચોની સત્તા હેઠળનાં સંસ્થાનોમાં શાસકીય સુધારા દાખલ કરવા અંગે વિચારણા કરવા યોજાયેલી પરિષદ. જૂનું કોંગો રાજ્ય (હાલનું ઝાયર) ફ્રાંસનું સંસ્થાન હતું. બ્રાઝાવિલ શહેર આ સંસ્થાનનું પાટનગર હતું. 1944માં આ શહેરમાં સૌપ્રથમ વાર પશ્ચિમ અને વિષુવવૃત્તીય ફ્રેંચ આફ્રિકાના નેતાઓ એકત્રિત થયા હતા. આ પરિષદનો મુખ્ય…
વધુ વાંચો >બ્રાન્ટ, વિલી
બ્રાન્ટ, વિલી (જ. 18 ડિસેમ્બર 1913, લ્યુબક, જર્મની; અ. 8 ઑક્ટોબર 1992) : જર્મન રાજપુરુષ. તેમનું મૂળ નામ કાર્લ હર્બર્ટ ફ્રામ હતું. તેમણે 1932માં યુનિવર્સિટીની પ્રવેશપરીક્ષા પસાર કરી. એક વર્ષ બાદ જર્મનીમાં નાઝીઓ સત્તા પર આવ્યા ત્યારે યુવાન સોશિયલ ડેમૉક્રૅટ તરીકે તેમને નાઝીઓની છૂપી પોલીસ સાથે સંઘર્ષ થવાથી ધરપકડથી બચવા…
વધુ વાંચો >બ્રાન્ટિંગ, કાર્લ
બ્રાન્ટિંગ, કાર્લ (જ. 23 નવેમ્બર 1860, સ્ટૉકહોમ; અ. 24 ફેબ્રુઆરી 1925, સ્ટૉકહોમ) : સ્વિડનના અગ્રણી મુત્સદ્દી તથા 1921ના વર્ષ માટેના નોબેલ શાંતિ પુરસ્કારના સહવિજેતા. સ્ટૉકહોમ અને ઉપસાલા ખાતે વિજ્ઞાનવિદ્યાશાખાનો અભ્યાસ કર્યા પછી ‘ટાઇડેન’ વૃત્તપત્રમાં જોડાયા અને ટૂંક સમયમાં તેના તંત્રી બન્યા. 1886માં ‘સોશિયલ ડેમૉક્રૅટ’નું તંત્રીપદ સ્વીકાર્યું. 1889માં સ્વીડિશ સોશિયલ ડેમૉક્રૅટિક…
વધુ વાંચો >બ્રિયાંડ, એરિસ્ટાઇડ
બ્રિયાંડ, એરિસ્ટાઇડ (જ. 28 માર્ચ 1862, નાન્ટેસ, ફ્રાન્સ; અ. 7 માર્ચ 1932, પૅરિસ) : ફ્રાન્સના અગ્રણી મુત્સદ્દી તથા 1926ના શાંતિ નોબેલ પારિતોષિકના સહવિજેતા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) પછીના ગાળામાં વિશ્વશાંતિ માટે તેમણે કરેલા સઘન પ્રયાસોને લીધે તેઓ વિશ્વભરમાં અને ખાસ કરીને યુરોપનાં રાજકીય વર્તુળોમાં ખૂબ જાણીતા બન્યા હતા. ફ્રાન્સમાં તેઓ અગિયાર…
વધુ વાંચો >બ્રુટસ, માર્ક્સ જુનિયસ
બ્રુટસ, માર્ક્સ જુનિયસ (જ. આ. ઈ. પૂ. 85; અ. ઈ. પૂ. 42, ફિલિપી નજીક, મૅસેડૉનિયા) : રોમન રાજકારણી. રોમના આપખુદ સત્તાધીશ જુલિયસ સીઝરના મુખ્ય ખૂની તરીકે તેઓ બહુ પંકાયા છે. તેમની માતા સર્વિલિયા કૅટો(યંગર)નાં સાવકી બહેન થતાં હતાં તથા સીઝરનાં જાણીતા પ્રેયસી હતાં. પાછળથી બ્રુટસને ક્વિન્ટસ સર્વિલિયસ કેપિયોએ દત્તક લીધા…
વધુ વાંચો >