રાજ્યશાસ્ત્ર

દ્વિગૃહી ધારાસભા

દ્વિગૃહી ધારાસભા : બે ગૃહો ધરાવતી ધારાસભા. જે ધારાસભામાં માત્ર એક જ ગૃહ હોય છે તેને એકગૃહી અને જેને બે ગૃહો હોય છે તેને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવે છે. જે રાજ્યમાં દ્વિગૃહી પદ્ધતિ પ્રવર્તતી હોય છે ત્યાં ધારાસભાના પ્રથમ ગૃહને નીચલું અને બીજાને ઉપલું ગૃહ કહેવામાં આવે છે. ભારત, ઇંગ્લૅન્ડ,…

વધુ વાંચો >

દ્વિવેદી, સુરેન્દ્રનાથ

દ્વિવેદી, સુરેન્દ્રનાથ (જ. 11 ફેબ્રુઆરી 1913, ખાંડસાહી, જિલ્લો કટક, ઓરિસા; અ. 1 ઑક્ટોબર 2001) : સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર તથા અગ્રણી રાજદ્વારી નેતા. કટકમાં રેવનશા કૉલેજિયેટ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન 1930ની સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થતાં અભ્યાસ છોડી સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયા. પાછળથી રાજકીય પ્રવૃત્તિની સાથે સાથે તેમણે વિસ્તૃત વાચન કર્યું. સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ…

વધુ વાંચો >

ધનખડ, જગદીપ

ધનખડ, જગદીપ (જ. 18 મે 1951, કિથારા-રાજસ્થાન) : દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ, પશ્વિમ બંગાળના પૂર્વરાજ્યપાલ, પૂર્વકેન્દ્રીય મંત્રી, પૂર્વસાંસદ. જગદીપ ધનખડનો જન્મ રાજસ્થાનના કિથારા ગામમાં થયો હતો. બી.એસસી. એલએલ.બી.નો અભ્યાસ કરીને તેમણે રાજસ્થાનની હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. હાઈકોર્ટ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ તેમણે વકીલાતની પ્રૅક્ટિસ કરી હતી. તેઓ રાજસ્થાન હાઈકોર્ટ બાર…

વધુ વાંચો >

ધરાસણા સત્યાગ્રહ

ધરાસણા સત્યાગ્રહ : ભારતમાં દાંડીકૂચ પછી સવિનય કાનૂનભંગની મહત્વની રાષ્ટ્રીય ઘટના. 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને સરકારના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સમગ્ર દેશમાં લડત ચાલુ થઈ. ત્યારબાદ ગાંધીજીએ ધરાસણા(જિ. વલસાડ)ના મીઠાના અગરો પર હલ્લો લઈ જવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. તેમણે વાઇસરૉયને તેની જાણ…

વધુ વાંચો >

ધર્મનિરપેક્ષતા

ધર્મનિરપેક્ષતા : કોઈ પણ ધર્મ કે તેના ભાગરૂપ ગણાતા સંપ્રદાય કે પંથથી તટસ્થ અથવા નિરપેક્ષ રહેવાનો ગુણ. અંગ્રેજી શબ્દ ‘સેક્યુલર’નો ભારતીય ભાષાઓમાં અનુવાદ, સામાન્ય રીતે ધર્મનિરપેક્ષતા અથવા બિનસાંપ્રદાયિકતા કરવામાં આવે છે. એનાં અર્થ અને વ્યાખ્યા વિશે મતભેદ પ્રવર્તે છે. વિશાળ અર્થમાં તેને એક જીવનદર્શન અથવા જીવન જીવવાની શૈલી તરીકે ઘટાવવામાં…

વધુ વાંચો >

ધર્માધિકારી, દાદા

ધર્માધિકારી, દાદા (જ. 18 જૂન 1899, મુલતાપી, જિ. બેતુલ, મધ્યપ્રદેશ; અ. 1 ડિસેમ્બર 1985, સેવાગ્રામ, મધ્યપ્રદેશ) : સ્વાતંત્ર્યસેનાની, મૌલિક ચિંતક, સર્વોદય કાર્યકર, સમર્થ વક્તા. ધર્મોના સમન્વયના વાતાવરણમાં એક વિદ્યાવ્યાસંગી અને ધર્મનિષ્ઠ બ્રાહ્મણ ન્યાયાધીશના પરિવારમાં તેઓ જન્મ્યા હતા. તેમનું નામ ત્ર્યંબકશંકર ધર્માધિકારી હતું. તેઓ ભણવામાં તેજસ્વી અને આશાસ્પદ વિદ્યાર્થી હતા. અંગ્રેજી…

વધુ વાંચો >

ધારાસભા

ધારાસભા : રાજ્યના કાયદાઓનું ઘડતર કરનારું પ્રતિનિધિગૃહ. અધિકાંશ આધુનિક રાજ્યોમાં – ખાસ તો લોકશાહીમાં રાજ્યના કાયદાઓ અને નીતિઓને અધિકૃત સ્વરૂપ આપવા માટે ધારાસભાને અનિવાર્ય ગણવામાં આવે છે. અલગ અલગ દેશોમાં ધારાસભાને જુદાં જુદાં નામે ઓળખવામાં આવે છે; દા. ત., અમેરિકામાં કૉંગ્રેસ, બ્રિટનમાં પાર્લમેન્ટ, ભારતમાં સંસદ. આ ધારાસભાઓ ઘણે ભાગે દ્વિગૃહી…

વધુ વાંચો >

ધારિયા, મોહન માણિકચંદ

ધારિયા, મોહન માણિકચંદ (જ. 14 ફેબ્રુઆરી 1925, નાતે, જિ. રાયગઢ; અ. 14 ઑક્ટોબર 2013) : સ્વાતંત્ર્યસૈનિક, કેન્દ્ર-સરકારના માજી પ્રધાન, જાહેર કાર્યકર. જંજીરા રાજ્યનો કબજો બળજબરીથી લઈને 1948માં ભારતીય સંઘમાં તેનું વિલીનીકરણ કરનાર કામચલાઉ સરકારમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે 1962થી 1967 સુધી મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે, 1964 થી…

વધુ વાંચો >

ધિંગરા (ઢિંગરા), મદનલાલ

ધિંગરા (ઢિંગરા), મદનલાલ (જ. 1887, અમૃતસર; અ. 17 ઑક્ટોબર 1909, લંડન) : ભારતના એક અગ્રણી ક્રાંતિકારી દેશભક્ત. પંજાબના ધનિક અને સન્માનનીય કુટુંબમાં જન્મ. પિતા ડૉકટર તથા મોટા ભાઈ વકીલ હતા. 1906માં પંજાબ યુનિવર્સિટીમાંથી  બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી ઉચ્ચ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં એન્જિનિયરિંગનું શિક્ષણ આપતી સંસ્થામાં દાખલ થયા. ખુદીરામ…

વધુ વાંચો >

ધોળકિયા, નવનીત (લૉર્ડ)

ધોળકિયા, નવનીત (લૉર્ડ) (જ. 4 માર્ચ 1937, ટાન્ઝાનિયા) : બ્રિટનની પાર્લમેન્ટના હાઉસ ઑવ્ લૉર્ડ્ઝના સન્માનનીય લૉર્ડ મેમ્બર અને બ્રિટનમાં વસતા મૂળ ભારતીય સમુદાયના બ્રિટનની લિબરલ પાર્ટીના સંસદીય નેતા. મૂળ વતન ભાવનગર, પિતા પરમાનંદદાસ અને માતા શાંતાબહેનના મેધાવી પુત્ર. જ્ઞાતિએ વાળંદ. બી.એસસી. સુધીનો અભ્યાસ. શ્રી અને શ્રીમતી ધોળકિયાની બે પુત્રીઓ છે;…

વધુ વાંચો >