રાજ્યશાસ્ત્ર
ડૉમ, કૉન્સ્ટન્ટિનો દ બ્રૅગાન્ઝા
ડૉમ, કૉન્સ્ટન્ટિનો દ બ્રૅગાન્ઝા : ગોવાનો પોર્ટુગીઝ વાઇસરૉય – ગવર્નર (1558–1561). ભારતમાં આવ્યો તે વખતે તેની વય 30 વર્ષની હતી. તે દમણના વિજેતા તરીકે પોર્ટુગલમાં ખ્યાતિ પામ્યો. આ સમયે ગુજરાતની મધ્યસ્થ સરકાર નબળી હતી અને દમણ સીદી સરદાર મીફતાહના હાથમાં હતું. ડૉમે દમણ પર કબજો જમાવવાનો નિર્ણય કર્યો, કારણ કે…
વધુ વાંચો >ડૉમ, જોઆઓ દ કાસ્ટ્રો
ડૉમ, જોઆઓ દ કાસ્ટ્રો (જ. 7 ફેબ્રુઆરી 1500, લિસ્બન; અ. 6 જૂન 1548, ગોવા) : પોર્ટુગીઝોની ર્દષ્ટિએ ગોવાના ખ્યાતનામ ગવર્નરોમાં સૌથી છેલ્લો ગવર્નર (1545–1548). પોર્ટુગીઝોએ ગુજરાતના સુલતાન બહાદુરશાહ સાથે ડિસેમ્બર, 1534 અને સપ્ટેમ્બર, 1535ની સંધિ હેઠળ અનુક્રમે વસઈનો વિસ્તાર મેળવીને અને દીવમાં કિલ્લો બાંધીને ગુજરાતના દરિયાકિનારા પર પોતાનું સ્થાન મજબૂત…
વધુ વાંચો >ડોમિનિકન રિપબ્લિક
ડોમિનિકન રિપબ્લિક : વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના જૂથમાંનું સ્વતંત્ર ગણરાજ્ય. 19° ઉ. અક્ષાંશ અને 70° 30´ પ. રેખાંશ પર આવેલું આ ગણરાજ્ય વેસ્ટ ઇન્ડીઝના હિસ્પાનિયોલા દ્વીપના 2/3 ભાગમાં તથા બિયેટ્રા, કૅટાલિના, સોને (saona), ઓલ્ટોવિલો, કેટાલિનિટા તથા અન્ય નાના ટાપુઓ રૂપે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 48,137 ચોકિમી. તથા તેની દરિયાકિનારાની લંબાઈ 912…
વધુ વાંચો >ડોમિનિયન સ્ટેટસ
ડોમિનિયન સ્ટેટસ : બ્રિટિશ શાસન હેઠળના પ્રદેશોને આપવામાં આવેલો સાંસ્થાનિક દરજ્જો. 1939 પહેલાં બ્રિટિશ કૉમનવેલ્થ દેશોમાં કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ આફ્રિકા, આયર તથા ન્યૂ-ફાઉન્ડલૅન્ડ ડોમિનિયન સ્ટેટસ (સાંસ્થાનિક દરજ્જો) ધરાવતાં હતાં. 1926માં ‘ઇમ્પીરિયલ કૉન્ફરન્સ’ની જાહેરાત અનુસાર બ્રિટન અને ડોમિનિયન સ્ટેટસ ધરાવતા દેશોને બ્રિટિશ સામ્રાજ્યની અંતર્ગત સ્વાયત્ત સમુદાયો તરીકે ગણવામાં આવ્યા હતા.…
વધુ વાંચો >ઢેબર, ઉછરંગરાય નવલશંકર
ઢેબર, ઉછરંગરાય નવલશંકર (જ. 21 સપ્ટેમ્બર 1905, ગંગાજળા, જામનગર; અ. 11 માર્ચ 1977, રાજકોટ) : ગુજરાતના એક અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને રચનાત્મક કાર્યકર. માતા ઊજમબા. નાગર જ્ઞાતિમાં જન્મેલ ઢેબરભાઈને માતાપિતા તરફથી સાત્વિકતા અને સેવાભાવનાનો વારસો મળ્યો હતો. ઢેબરભાઈએ 1922માં રાજકોટની શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને મુંબઈની સેન્ટ…
વધુ વાંચો >તટસ્થતા
તટસ્થતા : યુદ્ધમાં ન જોડાયેલ દેશ કે સરકારનો વૈધિક દરજ્જો. જે રાષ્ટ્ર યુદ્ધ કરનાર રાષ્ટ્રો જોડે યુદ્ધ કરતું ન હોય, અને તેમની વચ્ચેની શત્રુતામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગ લેતું ન હોય તે રાષ્ટ્ર તટસ્થ કહેવાય, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાની ર્દષ્ટિએ આ તટસ્થતા વૈધિક દરજ્જો છે અને આંતરરાષ્ટ્રીય કાયદામાં તેની જોડે…
વધુ વાંચો >તપાસપંચ
તપાસપંચ (Inquiry commission) : જાહેર અગત્ય ધરાવતી અને આમજનતાને સ્પર્શતી મહત્ત્વની બાબતોની તપાસ કરવા માટે તથા જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓની વર્તણૂકની તપાસ કરવા માટે વખતોવખત નિમાતું પંચ. મુખ્ય હેતુ વહીવટમાં સ્વચ્છતા અને પ્રામાણિકતા જાળવવાનો તથા મંત્રીઓની વર્તણૂકમાં વધુમાં વધુ પારદર્શકતા લાવવાનો હોય છે. સને 1921 પહેલાં ઇંગ્લૅન્ડમાં કોઈ પણ બાબતની…
વધુ વાંચો >તલાટી
તલાટી : મહેસૂલ ખાતાનો વહીવટી અધિકારી તથા ગ્રામ પંચાયતનો મંત્રી. પંચાયતી ધારાની કલમ 10૨ અનુસાર દરેક ગ્રામપંચાયતને તલાટી હોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામની વસ્તી ખાતેદારોની સંખ્યા અને કાર્યોના પ્રમાણને ધ્યાનમાં રાખીને તલાટીની જગ્યા ફાળવવામાં આવે છે. હાલના માળખા પ્રમાણે મહેસૂલ ખાતા માટે તે તલાટીની કામગીરી તથા ગ્રામપંચાયતના મંત્રી તરીકે…
વધુ વાંચો >તાતા, મહેરબાઈ
તાતા, મહેરબાઈ (જ. 10 ઑક્ટોબર 1879, મુંબઈ; અ. 18 જૂન 1931, નૉર્થ વેલ્સ, ઇંગ્લૅન્ડ) : ભારતના પારસી પરિવારની મહાન સખાવતી સમાજસેવી મહિલા. પિતા કર્નલ હોરમસજી જે. ભાભા, મૈસૂર રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ એજ્યુકેશન હતા. આથી મહેરબાઈને તેમના કુટુંબમાં બચપણથી જ સ્વતંત્રતાને પોષક વાતાવરણ સાંપડ્યું. તેમને અંગ્રેજી સાહિત્યનો શોખ હોવા સાથે…
વધુ વાંચો >તાનાકા, કાકુઈ
તાનાકા, કાકુઈ (જ. 4 મે 1918, કરિવા, જાપાન; અ. 16 ડિસેમ્બર 1993, મિનાટો, જાપાન) : જાપાનના રાજકીય નેતા અને પ્રધાનમંત્રી (1972–74). ઢોરના દલાલના એકમાત્ર પુત્ર. 15 વર્ષની વયે અભ્યાસ છોડ્યો અને ટોકિયો ખાતે સ્થળાંતર કર્યું. 1937 સુધીમાં પોતાની બાંધકામ માટેની પેઢી સ્થાપી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધંધામાં તેમણે સારી એવી સમૃદ્ધિ…
વધુ વાંચો >