રાજ્યશાસ્ત્ર

જુનેજો, મોહંમદખાન

જુનેજો, મોહંમદખાન (જ. 18 ઑગસ્ટ 1932, સિન્ધરી, સન્ધાર જિલ્લો; અ. 17 માર્ચ 1993, બાલ્ટિમોર, અમેરિકા) : પાકિસ્તાનના  વડાપ્રધાન અને રાજકારણી. દીનમોહમ્મદ જુનેજોના પુત્ર. પ્રાથમિક શિક્ષણ વતનમાં મેળવ્યું. માધ્યમિક શિક્ષણ સેંટ પેટ્રિક સ્કૂલ, કરાંચી ખાતે લીધું અને સ્નાતકની પદવી હૅસ્ટિંગ્ઝ ઍગ્રિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ, સસેક્સ, ઇંગ્લૅન્ડ ખાતેથી મેળવી. રાજકીય કારકિર્દીની શરૂઆત ધારાસભાના સભ્ય…

વધુ વાંચો >

જૅક્સન, ઍન્ડ્રુ

જૅક્સન, ઍન્ડ્રુ (જ. 15 મે 1767, કેરોલિના; અ. 8 જૂન 1845, હમાટેજ) : અમેરિકાના 7મા પ્રમુખ (1829-33-37). તે સમાનતાના પ્રખર હિમાયતી, લોકશાહીના ચાહક અને દેશની સરહદો વિસ્તારવાની નીતિના પુરસ્કર્તા હતા. તેમણે બચપણમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી, જેને પરિણામે તેમનો ઉછેર તેમના કાકાને ત્યાં ગરીબાઈમાં થયો હતો. યુવાન વયે તે ટેનેસીમાં…

વધુ વાંચો >

જેટલી અરુણ

જેટલી અરુણ ( જ. 28 ડિસેમ્બર, 1952 ; અ. 24 ઑગસ્ટ, 2019, દિલ્હી, )  : ભાજપના અગ્રણી નેતા. વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકારનાં મંત્રીમંડળમાં કેન્દ્રીય નાણાં, સંરક્ષણ અને કૉર્પોરેટ એમ ત્રણ-ત્રણ મોટાં મંત્રાલયો ધરાવતા નેતા. દેશમાં ઇતિહાસમાં ઐતિહાસિક નોટબંધી (વિમુદ્રીકરણ) લાગુ થયું, રૂ. 2000નું મૂલ્ય ધરાવતી ચલણી નોટો અમલમાં આવી…

વધુ વાંચો >

જેઠમલાની રામ

જેઠમલાની રામ (જ.14 સપ્ટેમ્બર, 1923, શિખરપુર, સિંધ ;  અ. 8 સપ્ટેમ્બર, 2019, નવી દિલ્હી) : દેશનાં સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી. આઝાદી અગાઉ સંયુક્ત ભારતમાં સિંધમાં શિખરપુરમાં જન્મ થયો. પિતા બૂલચંદ ગુરમુખદાસ અને માતા પાર્વતી બૂલચંદ. બાળપણથી અભ્યાસમાં અતિ તેજસ્વી. શાળામાં ડબલ પ્રમોશન મેળવ્યું અને 13 વર્ષની નાની વયે મૅટ્રિક્યુલેશન પૂર્ણ કર્યું. એટલું…

વધુ વાંચો >

જેફર્સન ટૉમસ

જેફર્સન, ટૉમસ (જ. 13 એપ્રિલ 1743, ગુચલૅન્ડ, આલ્બેમેરી કાઉન્ટી, વર્જિનિયા; અ. 4 જુલાઈ 1826, મૉન્ટીસેલો, વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાના ત્રીજા પ્રમુખ (1801–1809), અમેરિકાના સ્વાતંત્ર્ય ઘોષણાપત્રના ઉદગાતા. વર્જિનિયા યુનિવર્સિટીના સ્થાપક, સ્થાપત્યમાં નિપુણ, કાયદાના નિષ્ણાત, અગ્રગણ્ય વિદ્વાન તથા વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી નેતા. તેમનો જન્મ અને ઉછેર વર્જિનિયા રાજ્યના એક ખેડૂત કુટુંબમાં થયો.…

વધુ વાંચો >

જેરૉનિમો, પોઝ મારિયા

જેરૉનિમો, પોઝ મારિયા (જ. જૂન 1829, મેક્સિકો; અ. 17 ફેબ્રુઆરી 1909, યુ.એસ.) : યુ.એસ.ની લશ્કરી સત્તા સામે માતૃભૂમિના રક્ષણ માટેના સંગ્રામની આગેવાની લેનાર અપૅચી પ્રજાનો નેતા. માતૃભૂમિ પર કબજો જમાવવા સતત પ્રયત્ન કરતા સ્પૅનિશ અને ઉત્તર અમેરિકનોનો નૈર્ઋત્ય વિસ્તારની આ અપૅચી પ્રજા પેઢી દર પેઢી સામનો કરતી આવી હતી. છેક…

વધુ વાંચો >

જૈન, અજિતપ્રસાદ

જૈન, અજિતપ્રસાદ (જ. ઑક્ટોબર 1902, મેરઠ; અ. 31 ડિસેમ્બર, 1977) : ઉત્તર પ્રદેશના અગ્રણી કાર્યકર. મધ્ય વર્ગના કુટુંબમાં જન્મ. લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ. (1924) અને એલએલ.બી. (1926) થયા પછી વકીલાત શરૂ કરી. ટૂંક સમયમાં કૉંગ્રેસમાં જોડાયા અને રાજકારણમાં સક્રિય બન્યા. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા અને ધરપકડ વહોરી. 1937માં ઉત્તરપ્રદેશની વિધાનસભામાં…

વધુ વાંચો >

જૉનસન, લિન્ડન બેઇન્સ

જૉનસન, લિન્ડન બેઇન્સ (જ. 27 ઑગસ્ટ 1908 સ્ટોનવૉલ, ટેક્સાસ; અ. 22 જાન્યુઆરી 1973, જૉનસન સિટી, ટેક્સાસ) : અમેરિકાના વિખ્યાત મુત્સદ્દી તથા છત્રીસમા પ્રમુખ (1963–69). ખેડૂત પરિવારમાં જન્મ. ટેક્સાસ રાજ્યની ટીચર્સ કૉલેજમાં આનમાર્કોસમાંથી સ્નાતક (1930). ટેક્સાસ રાજ્યમાંથી ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે કૉંગ્રેસમાં ચૂંટાયેલા રિચર્ડ એમ. ક્લેબર્ગના સચિવ તરીકે 1931માં વૉશિંગ્ટન આવ્યા…

વધુ વાંચો >

જૉર્ડન

જૉર્ડન : અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન  31° ઉ. અ. અને 36° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો…

વધુ વાંચો >

જોશી, પુરણચંદ્ર

જોશી, પુરણચંદ્ર (જ. 14 ફેબ્રુઆરી 1907, અલ્મોડા અ. 9 નવેમ્બર 1960 દિલ્હી) : સુપ્રસિદ્ધ સામ્યવાદી નેતા, ભારતીય સામ્યવાદી પક્ષના પ્રથમ મહામંત્રી, અગ્રણી પત્રકાર તથા સંગઠક. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્મોડા નગરમાં શ્રીમંત જમીનદાર પરિવારમાં થયેલો. તેમના પિતા હરનંદન જોશી સરકારી શાળામાં શિક્ષક હતા અને પછીથી તે એક જિલ્લા શાળાના હેડમાસ્તર…

વધુ વાંચો >