રાજ્યશાસ્ત્ર
જમીનમહેસૂલ
જમીનમહેસૂલ : જમીન પર આકારવામાં આવતું રાજસ્વ. રાજાશાહીના અસ્તિત્વ પહેલાંના પ્રાગૈતિહાસિક કાળમાં જંગલની જમીન જે ખેડે તે તેનો માલિક ગણાતો; પરંતુ ત્યારબાદ રાજાઓએ જે જે પ્રદેશો જીત્યા, તેમની માલિકી તેમણે પોતાની ગણી અને ભૂમિના પ્રત્યક્ષ કબજેદારો પાસેથી તેમના રક્ષણના બહાને તેમણે જમીનની ઊપજનો અમુક ભાગ રાજસ્વ કે રાજભાગ તરીકે લેવા…
વધુ વાંચો >જયરામદાસ દોલતરામ
જયરામદાસ દોલતરામ (જ. 1891; અ. 1979) : રાષ્ટ્રીય નેતા તથા સંશોધક. મૅટ્રિકમાં સમગ્ર સિંધમાં પ્રથમ તથા એલએલ.બી.માં મુંબઈ યુનિવર્સિટીમાં દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થયા હતા 1911થી તેમણે સ્વાતંત્ર્યઆંદોલનમાં ઝંપલાવ્યું. સિંધમાં રચનાત્મક પ્રવૃત્તિઓ માટે ‘સ્વરાજ આશ્રમ’ની સ્થાપના કરી. ‘ભારતવાસી’ના તંત્રીસ્થાનેથી અંગ્રેજ સરકારની નીતિની ટીકા કરતાં બે વરસની કેદ ભોગવી. 1925માં દિલ્હીના ‘હિન્દુસ્તાન…
વધુ વાંચો >જયલલિતા જયરામ
જયલલિતા જયરામ (જ. 24 ફેબ્રુઆરી 1948, માંડ્યા, કર્ણાટક; અ. 5 ડિસેમ્બર 2016, ચેન્નાઈ) : તામિલનાડુનાં રાજદ્વારી મહિલા-નેતા અને ભૂતપૂર્વ અભિનેત્રી. પિતા આર. જયરામ અને માતા સંધ્યા. માતા તમિળ અને તેલુગુ ફિલ્મોનાં ચરિત્ર અભિનેત્રી હતાં; તેથી શિશુ વયથી નૃત્ય અને સંગીતમાં તેઓ રુચિ ધરાવતાં હતાં. તેમણે 12 વર્ષની નાની વયે જ…
વધુ વાંચો >જયવર્દને, જે. આર.
જયવર્દને, જે. આર. (જ. 17 સપ્ટેમ્બર 1906, કોલંબો; અ. 1 નવેમ્બર 1996, કોલંબો, શ્રીલંકા) : શ્રીલંકાના પ્રમુખ (1978-79), સર્વોચ્ચ અદાલતના વકીલ અને રાજપુરુષ. પૂરું નામ જુનિયસ રિચર્ડ જયવર્દને. પિતા ઈ. ડબલ્યુ. જયવર્દને ન્યાયમૂર્તિ હતા; માતા એ. એચ. વિજેવર્દને. તેમણે કોલંબોની રૉયલ કૉલેજ અને યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાનો અને કાયદાનો અભ્યાસ કર્યો.…
વધુ વાંચો >જાપાન
જાપાન જાપાન એટલે કે ‘ઊગતા સૂર્યના દેશ’ની ઉપમા પામેલો પૂર્વ એશિયાના તળપ્રદેશને અડીને આવેલો દેશ. પૅસિફિક મહાસાગરમાં લગભગ 2100 કિમી. લાંબી ચાપાકાર દ્વીપશૃંખલા બનાવતો આ દેશ આશરે 26° 59’થી 45° 31’ ઉ. અ. અને 128° 06’થી 145° 49’ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. 4 મુખ્ય ટાપુઓ ઉપરાંત લગભગ 3000 જેટલા…
વધુ વાંચો >જિઆપ, વૉ-ગ્યુએન (1912)
જિઆપ, વૉ-ગ્યુએન (1912) : સૈનિક તથા (ઉત્તર) વિયેટનામના લોકશાહી પ્રજાસત્તાકના સરકારી અધિકારી તથા રાષ્ટ્રવાદી. 1930ના દાયકાના આરંભે વિયેટનામી સામ્યવાદી પક્ષમાં જોડાયા. 1939માં તે ચીન નાસી છૂટ્યા અને ત્યાં હો ચી મિન સાથે લશ્કરી મદદનીશ તરીકે જોડાયા. જિઆપે વિયેટનિમ દળોને સંગઠિત કર્યાં અને તેમનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનીઓને હાંકી કાઢવા…
વધુ વાંચો >જિનીવા સમજૂતી (Geneva Conventions)
જિનીવા સમજૂતી (Geneva Conventions) : યુદ્ધ દરમિયાન માંદા તથા ઈજા પામેલા સૈનિકોને રાહત આપવા તથા તેમની સાથે માનવીય વ્યવહાર કરવા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે સધાયેલી સમજૂતી. મૉનિયર તથા ડૉક્ટર હેન્રી ડૂનાં નામના 2 સ્વિસ નાગરિકોના પ્રયાસોના પરિણામે 26 ઑક્ટોબર 1863ના રોજ જિનીવા ખાતે મળેલી 14 રાષ્ટ્રોની પરિષદમાં આ સમજૂતી સધાયેલી હતી.…
વધુ વાંચો >જિલાસ, મિલોવાન
જિલાસ, મિલોવાન (જ. 1911, કોલાસિન, મૉન્ટેનિગ્રો; અ. 20 એપ્રિલ 1995, બેલ્ગ્રેડ, યુગોસ્લાવિયા) : રાજકીય ચિંતક, લેખક, અગાઉના યુગોસ્લાવિયાના સામ્યવાદી પક્ષ તેમજ સરકારમાં માર્શલ ટીટોના સાથી અને સામ્યવાદી વિચારસરણી તથા કાર્યપદ્ધતિના નિર્ભીક ટીકાકાર. 1933માં બેલ્ગ્રેડ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક. યુગોસ્લાવિયાની રાજાશાહીની સરમુખત્યારશાહી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા માટે તેમને 3 વર્ષની કેદની સજા કરવામાં…
વધુ વાંચો >જિલ્લાપંચાયત
જિલ્લાપંચાયત : ભારતમાં રાષ્ટ્રીય વિકાસ સમિતિની એકપેટા સમિતિ, ‘કમિટી ઑન પ્લાન પ્રૉજેક્ટ્સ’એ 16 જાન્યુઆરી, 1957ના રોજ ‘શક્ય એટલી કરકસર કરવા તથા ઢીલ અને બિનકાર્યક્ષમતાને લીધે થતા બગાડને અટકાવવા’ના ખ્યાલથી સામુદાયિક વિકાસ-યોજનાઓનો અભ્યાસ કરવા એક અભ્યાસજૂથની રચના કરી, જેના અધ્યક્ષ તરીકે બળવંતરાય મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિએ ઘણી જહેમત…
વધુ વાંચો >જી-20 (ગ્રૂપ ઑફ ટ્વેન્ટી)
જી-20 (ગ્રૂપ ઑફ ટ્વેન્ટી) : આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનો મંચ. ઈ. સ. 1999માં એશિયન નાણાકીય કટોકટી પછી વિકસિત અને વિકાસશીલ દેશોના અર્થતંત્રોની મદદથી વૈશ્વિક આર્થિક અને નાણાકીય મુદ્દાઓ અંગે ચર્ચા કરવા નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બૅંકના ગવર્નરોના એક મંચ તરીકે G-20ની સ્થાપના કરવામાં આવી. 2009ની વૈશ્વિક આર્થિક કટોકટી પછી તેનું નામ…
વધુ વાંચો >