રાજ્યશાસ્ત્ર
કૃપાલાની જીવતરામ આચાર્ય
કૃપાલાની, જીવતરામ આચાર્ય (જ. 11 નવેમ્બર 1888, હૈદરાબાદ [સિંધ]; અ. 19 માર્ચ 1982, અમદાવાદ) : મહાત્મા ગાંધીજીના શરૂઆતના અનુયાયીઓમાંના એક પ્રખર દેશભક્ત. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના પહેલી હરોળના નેતા અને સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પણ કરનાર, સત્તાથી દૂર રહેનાર, સેવાભાવી રાજપુરુષ. જે. બી. (જીવતરામ ભગવાનદાસ) કૃપાલાનીએ મુંબઈની વિલ્સન કૉલેજ, કરાંચીની ડી. જે. સિંધ…
વધુ વાંચો >કૃપાલાની સુચેતા
કૃપાલાની, સુચેતા (જ. 25 જૂન 1908, અંબાલા; અ. 1 ડિસેમ્બર 1974, દિલ્હી) : પ્રખર ગાંધીવાદી મહિલા નેતા અને રાજનીતિજ્ઞ. પિતા મેડિકલ ઑફિસર હતા. વીમેન્સ કૉલેજ, લાહોરમાંથી સ્નાતકની પદવી તથા સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હીમાંથી એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. શિક્ષક તરીકે વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી તથા ત્રણ વર્ષ સુધી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં…
વધુ વાંચો >કૃષ્ણકાંત
કૃષ્ણકાંત (જ. 28 ફેબ્રુઆરી 1927, કોટ મોહમ્મદ ખાન, જિલ્લો અમૃતસર; અ. 27 જુલાઈ 2002, નવી દિલ્હી) : પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા ભારતના અગ્રણી રાજપુરુષ, સ્વાતંત્ર્ય-સેનાની અને દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ. પિતા લાલા અચિંતરામ સમાજસેવક, ભારતની બંધારણ સભાના સભ્ય અને આઝાદી બાદ લોકસભાના સભ્ય બનેલા. માતાનું નામ સત્યવતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી…
વધુ વાંચો >કૃષ્ણમાચારી વી. ટી. રાવબહાદુર (સર)
કૃષ્ણમાચારી વી. ટી. રાવબહાદુર (સર) (જ. 8 ફેબ્રુઆરી 1881, વેંગલ; અ. 14 ફેબ્રુઆરી 1964, ચેન્નાઈ) : કુશળ વહીવટકર્તા તથા ભારતની બંધારણ સભાના પૂર્વ ઉપાધ્યક્ષ (1946-49). ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજ તથા લૉ કૉલેજમાં શિક્ષણ લીધું. 1903માં ચેન્નાઈ પ્રાંતની મુલકી સેવામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા. 1908-11 દરમિયાન કોચીન રાજ્યના મુખ્ય મહેસૂલી અધિકારી રહ્યા.…
વધુ વાંચો >કેજરીવાલ, અરવિંદ
કેજરીવાલ, અરવિંદ (જ. 16 ઑગસ્ટ 1968, સિવાની, હરિયાણા) : દિલ્હીના મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, આવકવેરા વિભાગના પૂર્વજૉઇન્ટ કમિશનર, રેમન મેગ્સેસે ઍવૉર્ડ વિજેતા, સામાજિક કાર્યકર. અરવિંદ કેજરીવાલના પિતા ઇલૅક્ટ્રિકલ એન્જિનિયર હતા. પિતાની નોકરીઓ બદલાતી હોવાથી અરવિંદ કેજરીવાલનો શાળાનો અભ્યાસ હિસાર, સોનિપત, ગાઝિયાબાદ જેવાં શહેરોમાં થયો હતો. 1985માં આઈઆઈટી-જેઈઈની પરીક્ષા…
વધુ વાંચો >કે.જી.બી.
કે.જી.બી. : ભૂતપૂર્વ સોવિયેટ સંઘની રાષ્ટ્રીય સુરક્ષાસમિતિ. રશિયન ભાષામાં તેનું પૂર્ણરૂપ ‘Komitet Gosudarstvennoy Bezopasnosti’ છે. અંગ્રેજી ભાષામાં તેનો અર્થ ‘કમિટી ઑવ્ સ્ટેટ સિક્યુરિટી’ થાય છે. સ્થાપના 1954. સોવિયેટ સંઘના NKVD તથા MGB જેવાં અન્ય પોલીસ-સંગઠનોની સરખામણીમાં તે વધુ લાંબા સમય સુધી ટકી શક્યું. સોવિયેટ સંઘના સત્તામાળખાના શ્રેણીબદ્ધ શાસનતંત્રમાં લશ્કર પછી…
વધુ વાંચો >કેનેડી એડવર્ડ મૂર
કેનેડી, એડવર્ડ મૂર (જ. 22 ફેબ્રુઆરી 1932, બ્રુકલિન, મૅસેચૂસેટ્સ; અ. 25 ઑગસ્ટ, બાર્નસ્ટેબલ, મૅસેચૂસેટ્સ) : અમેરિકાની સેનેટમાં ડેમોક્રૅટિક પક્ષની ઉદારમતવાદી પાંખના નેતા, અગ્રણી સેનેટ સભ્ય તથા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હૉન કેનેડીના સૌથી નાના ભાઈ. તેમના બંને મોટા ભાઈઓ જ્હૉન અને રૉબર્ટની અમેરિકાના અગ્રણી રાજપુરુષોમાં ગણના થાય છે. 1956માં એડવર્ડે હાર્વર્ડમાંથી સ્નાતકની…
વધુ વાંચો >કેનેડી જ્હૉન એફ.
કેનેડી, જ્હૉન એફ. (જ. 29 મે 1917, બ્રુકલિન, મૅસેચૂસેટ્સ; અ. 22 નવેમ્બર 1963, ડલાસ, ટેક્સાસ) : અમેરિકાના પાંત્રીસમા પ્રમુખ (1960-1963). વીસમી સદીમાં જન્મેલા કેનેડી સૌથી યુવાન વયના અને પ્રથમ કૅથલિક પ્રમુખ હતા. તેઓ પ્રમુખ બનતાં અમેરિકાની નવી પેઢીના હાથમાં સત્તાનાં સૂત્રો આવ્યાં. કેનેડીના પિતા જોસેફ કેનેડીએ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ સાથે કામ…
વધુ વાંચો >કેનેડી રૉબર્ટ એફ.
કેનેડી, રૉબર્ટ એફ. (જ. 20 નવેમ્બર 1925, બ્રુકલિન, મૅસેચૂસેટ્સ; અ. 6 જૂન 1968, લોસ એન્જેલિસ, કૅલિફૉર્નિયા, યુ. એસ.) : અમેરિકાના રાજદ્વારી પુરુષ તથા ડેમોક્રૅટિક પક્ષની ઉદારમતવાદી પાંખના સૌથી શક્તિશાળી નેતા. પિતા જૉસેફ કેનેડી ઇંગ્લૅન્ડથી અમેરિકામાં સ્થળાંતર કરી ગયેલા. પોતાની કુનેહથી ત્યાં ધનાઢ્ય બન્યા. તેમના મોટા ભાઈ જ્હૉન કેનેડી 1960માં અમેરિકાના…
વધુ વાંચો >કેન્દ્ર(સંઘ)-રાજ્ય સંબંધો
કેન્દ્ર(સંઘ)-રાજ્ય સંબંધો કેન્દ્ર-રાજ્ય સંબંધો (અથવા સંઘ-રાજ્ય સંબંધો) એ સ્વાતંત્ર્યોત્તર ભારતીય રાજકારણ અને રાષ્ટ્રકારણનો એક કેન્દ્રસ્થ અને વિવાદાસ્પદ વિષય રહ્યો છે. ભારતીય બંધારણમાં સંઘ-રાજ્ય સંબંધોને સ્ફુટ કરવામાં કે તેની વ્યાખ્યા કરવામાં ક્યાંય ‘સમવાય’ (federal) શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો નથી એ સૂચક છે. બંધારણ ભારતના રાજ્યતંત્રને ‘સંઘ રાજ્ય’ અથવા ‘યુનિયન ઑવ્ સ્ટેટ્સ’…
વધુ વાંચો >