રાજ્યશાસ્ત્ર

કાદાર, જૂનોસ

કાદાર, જૂનોસ (જ. 26 મે 1912, ફ્યૂમે, હંગેરી; અ. 6 જુલાઈ 1989, બુડાપેસ્ટ, હંગેરી) : હંગેરીના અગ્રગણ્ય સામ્યવાદી નેતા, પૂર્વ વડાપ્રધાન તથા વાસ્તવદર્શી આર્થિક વિચારસરણીને વરેલા રાજનીતિજ્ઞ. શ્રમજીવી કુટંબમાં જન્મ. મૂળ નામ જૂનોસ સરમાન્ક. યંત્ર-કારીગર તરીકે પ્રશિક્ષણ. 1931માં અમાન્ય સામ્યવાદી પક્ષમાં જોડાયા અને ટૂંક સમયમાં તેની મધ્યસ્થ રાજકીય સમિતિ(politbureau)ના સભ્ય…

વધુ વાંચો >

કાનૂનગો, નિત્યાનંદ

કાનૂનગો, નિત્યાનંદ (જ. 4 મે 1900, કટક; અ. 2 ઑગસ્ટ 1988, કટક) : ઓરિસાના રાજદ્વારી નેતા. જન્મ ઓરિસાના કટક ખાતે. રાવેન્શૉ કૉલેજ, કટક તથા યુનિવર્સિટી કૉલેજ, કોલકાતા ખાતે ઉચ્ચ શિક્ષણ લીધું. 1937-39 તથા 1946-52 દરમિયાન ઓરિસા વિધાનસભાના તથા ઓરિસા રાજ્યના મંત્રીમંડળના સભ્ય. ગૃહ, કાયદો, ઉદ્યોગ તથા કૃષિ ખાતાં સંભાળ્યાં. 1952માં…

વધુ વાંચો >

કામરાજ કુમારસ્વામી – કે. કામરાજ

કામરાજ કુમારસ્વામી – કે. કામરાજ (જ. 15 જુલાઇ 1903, વિરુધુનગર, તમિલનાડુ અ. 2 ઑક્ટોબર 1975, ચેન્નાઇ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ. મદ્રાસ રાજ્યના ત્રીજા મુખ્યપ્રધાન. પિતા કુમારસ્વામી નાદર અને માતા શિવકામી અમ્મલ. તેમનું મૂળ નામ કામાચી હતું, જે પાછળથી કામરાજર થઈ ગયું. તેમના પિતા વેપારી હતા. તેમને 1907માં પરંપરાગત શાળામાં…

વધુ વાંચો >

કામરાજ યોજના (1963)

કામરાજ યોજના (1963) : પક્ષને સુર્દઢ કરવા કેટલાક અગ્રણી નેતાઓએ સરકારમાંનાં સત્તાસ્થાનોએથી રાજીનામું આપવાની કામરાજપ્રેરિત યોજના. કૉન્ગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે કામરાજ યોજના અમલમાં મુકાઈ હતી. અખિલ ભારતીય કૉન્ગ્રેસ સમિતિએ 10 ઑગસ્ટ 1963ના રોજ કામરાજ યોજના અંગેના ઠરાવને મંજૂરીની મહોર મારી હતી. તે અંગેનો પ્રસ્તાવ તે સમયના ચેન્નાઈ રાજ્યના…

વધુ વાંચો >

કાયમી જમાબંધી

કાયમી જમાબંધી : જમીન માપીને તેની જાત વગેરે તપાસી તેનું સરકારી મહેસૂલ કાયમને માટે નક્કી કરવું તે. જમીનમહેસૂલ બાબતમાં કાયમી જમાબંધી 1790માં પહેલાં બંગાળમાં દશ વર્ષ માટે દાખલ કરવાના અને તેને 1793માં બંગાળ, ઓરિસા તેમજ બિહાર પ્રાંતોમાં કાયમી ધોરણે લાગુ કરવાના કાર્યને હિંદના ગવર્નર-જનરલ કૉર્નવૉલિસ(1786-1793)ની મહત્વની વહીવટી સિદ્ધિ ગણવામાં આવે…

વધુ વાંચો >

કારગિલ યુદ્ધ

કારગિલ યુદ્ધ : ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં લડવામાં આવેલું અઘોષિત યુદ્ધ. 1947માં ભારતના ઉપખંડમાં થયેલ રાજકીય ઊથલપાથલને કારણે આ મહાદ્વીપમાં પાકિસ્તાન નામના એક નવા મુસ્લિમ મજહબી રાજ્યનો ઉદય થયો અને ત્યારથી 1999 સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર વાર યુદ્ધો થયાં છે, જેમાંથી બે છદ્મ-યુદ્ધો હતાં (1947 અને 1999)…

વધુ વાંચો >

કારોબારી

કારોબારી : સરકારનાં ત્રણ પ્રકારનાં કાર્યો પૈકીની એક કામગીરી. આ ત્રણ તે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા કાયદાનું ઘડતર કરે છે, કારોબારી કાયદાનો અમલ કરે છે અને ન્યાયતંત્ર ઘડાયેલા કાયદાનું અર્થઘટન કરે છે. સામાન્ય રીતે કારોબારી એટલે સરકાર એવો અર્થ કરવામાં આવે છે, જે બરાબર નથી. કારોબારી એટલે રાજ્યના કાયદાનો…

વધુ વાંચો >

કાર્ટર, જિમી

કાર્ટર, જિમી (જ. 1 ઑક્ટોબર 1924, પ્લેઇન્સ, જ્યૉર્જિયા) : અમેરિકાના ઓગણચાલીસમા પ્રમુખ (1977-1980). શરૂઆતમાં નૌકાશાળામાં અભ્યાસ કરી નૌકાદળની ડૂબકનૌકામાં કામ કર્યું. પિતાના અવસાન પછી મગફળીના વાવેતરના કામમાં પરોવાયા. રાજકીય મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈને તે જ્યૉર્જિયા રાજ્યની સેનેટમાં ચાર વર્ષ (1962-66) માટે ચૂંટાયા. રાજ્યના ગવર્નરપદની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું. 1966માં સફળ ન થતાં તેમણે…

વધુ વાંચો >

કાલિનીન, મિખાઇલ ઇવાનોવિચ

કાલિનીન, મિખાઇલ ઇવાનોવિચ (જ. 19 નવેમ્બર, 1875, વરખનયાયા, ટ્રૉઇટસા; અ. 3 જૂન 1945, મૉસ્કો) : રશિયાના ક્રાંતિકારી નેતા અને રાજદ્વારી મુત્સદ્દી. ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યા પછી 1893માં સેન્ટ પિટર્સબર્ગ ખાતેના ધાતુના કારખાનામાં તાલીમાર્થી કામદાર તરીકે જોડાયા. 1898માં રિવૉલ્યૂશનરી સોશિયલ ડેમોક્રેટિક વર્કર્સ પાર્ટીના પ્રથમ ટેકેદારોમાં તે પણ હતા. 1899માં દસ…

વધુ વાંચો >

કાસાવુબુ, જોસેફ

કાસાવુબુ, જોસેફ (જ. 1910, ત્શેલે, પ્રાંત લિયોપોલ્ડવિલે; અ. 24 નવેમ્બર 1969, વેમ્બ) : સ્વાધીન ઝૈર(બેલ્જિયન-કૉંગો, લિયોપોલ્ડવિલે-કૉંગો કિન્સાશા-કાગો)ના પ્રથમ પ્રમુખ. તેમનાં માતા મુકોન્ગો ટોળીનાં હતાં અને પિતા રેલવેના બાંધકામ ખાતામાં કામ કરતા ચીની મજૂર હતા. રોમન કૅથલિક શાળા અને સેમિનરીમાં તેમણે અભ્યાસ કર્યો હતો. પાદરી બનવાને બદલે તેમણે શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો…

વધુ વાંચો >