રાજ્યશાસ્ત્ર
ઍડિસન, જોસેફ
ઍડિસન, જોસેફ (જ. 1 મે 1672, મિલ્સ્ટન, વિલ્ટશાયર; અ. 17 જૂન 1719, લંડન) : અંગ્રેજ નિબંધકાર, કવિ, નાટ્યકાર અને ગ્રીક તથા લૅટિન સાહિત્યના મર્મજ્ઞ રાજનીતિજ્ઞ. ‘ટૅટલર’ અને ‘સ્પેક્ટૅટર’ સામયિકોના માર્ગદર્શક અને સહાયક-લેખક. અનૌપચારિક નિબંધ- (familiar essay)ના પ્રવર્તકોમાંના એક. પિતા રેવરંડ લૅન્સલૉટ એડિસન, આર્ચડેકન ઑવ્ કૉવેન્ટ્રી અને લિચફીલ્ડના ડીન. શિક્ષણ ઍમેસબરી,…
વધુ વાંચો >એડેનોર, કોન્રાડ
એડેનોર કોન્રાડ (જ. 5 જાન્યુઆરી 1876, કોલોન; અ. 19 એપ્રિલ 1967, બૉન) : બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ જર્મનીના પ્રથમ પ્રમુખ, તેની રાજકીય અને આર્થિક પ્રગતિના પુરસ્કર્તા તથા ‘નાટો’ કરારમાં પ. જર્મનીને મોખરાનું સ્થાન અપાવનાર નેતા. કોલોનના વતની અને તેના નગરપતિ (1919-1933). કૅથલિક સેન્ટર પક્ષના વડા તરીકે તે વાઇમર પ્રજાસત્તાકનાં વર્ષોમાં…
વધુ વાંચો >એનક્રુમા, ક્વામે
એનક્રુમા, ક્વામે (જ. 21 સપ્ટેમ્બર 1909; અ. 27 એપ્રિલ 1972, બુખારેસ્ટ, રોમાનિયા) : પશ્ચિમ આફ્રિકાના અગ્રણી સ્વાધીનતાસેનાની, સામ્રાજ્યશાહી-વિરોધી ચળવળના પ્રમુખ નેતા, સ્વતંત્ર ઘાનાના પ્રથમ પ્રધાનમંત્રી (1952) તથા પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ (1960). રોમન કૅથલિક ધર્મની દીક્ષા લીધા બાદ તે પંથના નેજા હેઠળની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. 1930માં સ્નાતક થયા અને કૅથલિક…
વધુ વાંચો >એન્જેલ, નૉર્મન (સર)
એન્જેલ, નૉર્મન (સર) (જ. 26 ડિસેમ્બર 1873, હોલબીચ, ઇંગ્લૅન્ડ; અ. 7 ઑક્ટોબર 1967, સરે, ઇનગ્લેન્ડ) : 1933માં શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર બ્રિટનના અર્થશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય શાંતિનો પુરસ્કર્તા. મૂળ નામ રાલ્ફ નૉર્મન લેન. અમેરિકાના લાંબા સમયના નિવાસ દરમિયાન દેશ દેશ વચ્ચે લોકોમાં પ્રવર્તતા ભ્રમ વિશે તે જાગ્રત થયા અને તેના આધારે…
વધુ વાંચો >ઍન્ઝુસ સંધિ (1951)
‘ઍન્ઝુસ’ (ANZUS) સંધિ (1951) : રશિયા સાથેના અંતર્યુદ્ધના ભાગ રૂપે મિત્રરાષ્ટ્રોએ કરેલ લશ્કરી કરાર. બીજા વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં રશિયા સાથેના ઠંડા યુદ્ધના ભાગ રૂપે અમેરિકાએ રુકાવટ(containment)ની નીતિ અપનાવી, તેના પરિણામે ઘણા દેશો સાથે ‘નાટો’ (North Atlantic Treaty Organization, 1949) જેવા લશ્કરી કરાર કરવામાં આવ્યા. એમાંનો એક તે ‘ઍન્ઝુસ’ કરાર એટલે…
વધુ વાંચો >એન્ટબી
એન્ટબી (Entebbe) : પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશમાં વિક્ટોરિયા સરોવરને કાંઠે અને કમ્પાલાથી આશરે 40 કિમી. દક્ષિણ દિશામાં આવેલું નગર. આ નગરનો ઉદભવ 1893માં એક લશ્કરી છાવણીમાંથી થયો હતો અને 1894થી 1962 સુધી તે યુગાન્ડાનું પાટનગર હતું. તે સમુદ્રસપાટીથી 1,146 મીટરની ઊંચાઈએ આવેલું હોવાથી ઉનાળામાં તેની આબોહવા ખુશનુમા અને સમધાત રહે…
વધુ વાંચો >ઍન્ટવર્પ
ઍન્ટવર્પ : બેલ્જિયમના ઍન્ટવર્પ પ્રાંતનું પાટનગર, ઉદ્યોગ તથા વ્યાપારનું કેન્દ્ર અને પ્રમુખ બંદર. તે 51o 13′ ઉ. અ. અને 4o 25′ પૂ.રે.ની આજુબાજુનો 2,867 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે બ્રસેલ્સની ઉત્તરે 41 કિમી. અંતરે શેલ (scheldt) નદીના તટ પર વસેલું છે. પ્રાન્તની વસ્તી 16,43,972 (2000), નગરની વસ્તી 4,46,525…
વધુ વાંચો >ઍન્ટિગુઆ અને બારબુડા
ઍન્ટિગુઆ અને બારબુડા : કૅરિબિયન સાગરની પૂર્વે, પોર્ટોરિકોના અગ્નિખૂણે, લીવર્ડ ટાપુઓના દક્ષિણ છેડે આવેલો ત્રણ ટાપુઓનો દેશ. તે લઘુ ઍન્ટિલીઝમાં આવેલો છે. 1463માં ક્રિસ્ટોફર કોલંબસે ઍન્ટિગુઆ ટાપુની શોધ કરી હતી. બારબુડા તથા રેડોન્ડા તેના અન્ય બે ટાપુઓ છે. ઍૅન્ટિગુઆની ઈશાને ઍટલૅંટિક મહાસાગર છે. વાયવ્ય દિશામાં ઍન્ગ્રિલા, પશ્ચિમમાં સેન્ટ ક્રિસ્ટોફર નેવિસ…
વધુ વાંચો >ઍપ્ટર, ડૅવિડ
ઍપ્ટર, ડૅવિડ(જ. 18 ડિસેમ્બર 1924, બ્રુકલિન, ન્યૂયોર્ક, યુ. એસ.; અ. 4 મે 2010 કનેક્ટિકટ, યુ. એસ.) : તુલનાત્મક રાજકારણના નિષ્ણાત તથા અગ્રગણ્ય અમેરિકી રાજ્યશાસ્ત્રી. બીજા વિશ્વયુદ્ધ પછી એશિયા તથા આફ્રિકાનાં નવોદિત રાષ્ટ્રોના આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશથી તુલનાત્મક રાજકારણનો વ્યાપ વિસ્તૃત બન્યો અને એક નવો યુગ શરૂ થયો; એથી જુદા જુદા દેશોનાં…
વધુ વાંચો >