રસાયણશાસ્ત્ર
વીલૅન્ડ, હેન્રિક ઑટો
વીલૅન્ડ, હેન્રિક ઑટો (Wieland, Heinrich Otto) (જ. 4 જૂન 1877, ફોર્ઝહાઇમ, જર્મની; અ. 5 ઑગસ્ટ 1957, મ્યૂનિક) : પિત્તામ્લો (bile acids) અને સંબંધિત પદાર્થો પર અગત્યનું સંશોધન કરનાર 1927ના વર્ષ માટેના નોબેલ પુરસ્કારવિજેતા જર્મન રસાયણવિદ. તેમના પિતા ડૉ. થિયોડૉર વીલૅન્ડ એક ઔષધ-રસાયણજ્ઞ હતા. મ્યૂનિક, બર્લિન તથા સ્ટટ્ગાર્ટનાં વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કર્યા…
વધુ વાંચો >વુથરિચ, કુર્ત
વુથરિચ, કુર્ત (જ. 4 ઑક્ટોબર 1938, આરબર્ગ, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રોટીન અને અન્ય મોટા જૈવિક અણુઓની પરખ અને તેમના વિશ્લેષણની ટૅક્નિક વિકસાવવા બદલ 2002ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા કાર્બનિક રસાયણવિદ. કુર્તે 1964માં યુનિવર્સિટી ઑવ્ બેઝલમાંથી અકાર્બનિક રસાયણમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ અને યુ.એસ.માં અનુડૉક્ટરલ (post doctoral)…
વધુ વાંચો >વૂડવર્ડ, રૉબર્ટ બર્ન્સ
વૂડવર્ડ, રૉબર્ટ બર્ન્સ (જ. 10 એપ્રિલ 1917, બૉસ્ટન, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 8 જુલાઈ 1979, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : સંકીર્ણ કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે જાણીતા, 1965ના વર્ષના નોબેલ. અમેરિકન રસાયણવિદ. નાની ઉંમરેથી જ તેઓ રસાયણશાસ્ત્ર તરફ આકર્ષાયેલા. 1933માં 16 વર્ષની ઉંમરે તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં દાખલ થયા પણ ફ્રેશમૅન(પ્રથમ વર્ષ)માં…
વધુ વાંચો >વેકર પ્રવિધિ (Wacker process)
વેકર પ્રવિધિ (Wacker process) : ઇથિનનું (ઇથિલીનનું) ઉદ્દીપકની હાજરીમાં હવા કે 99 % ઑક્સિજન વડે ઉપચયન કરી ઇથેનાલ(એસિટાલ્ડિહાઇડ)ના ઉત્પાદનની ઔદ્યોગિક પ્રવિધિ. આ પ્રવિધિ જે. સ્મિટ અને સહકાર્યકરોએ 1959માં વેકર કેમી ખાતે વિકસાવેલી. ઍલેક્ઝાંડર વૉન વેકર(1846-1922)ના નામ ઉપરથી તેનું નામ વેકર પ્રવિધિ રાખવામાં આવેલું. તેમાં ઇથિન (ઇથિલીન) અને હવાના (અથવા 99…
વધુ વાંચો >વેનેડિયમ
વેનેડિયમ : આવર્તક કોષ્ટકના પાંચમા (અગાઉના VA) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા V. 1801માં સ્પૅનિશ ભૂસ્તરશાસ્ત્રી એ. એમ. દેલ. રિયોએ લેડની મેક્સિકન ખનિજમાં એક અજ્ઞાત ધાતુ હોવાની નોંધ કરી હતી. ખનિજના ઍસિડીકરણથી મળતા ક્ષારોનો રંગ લાલ હોવાથી તેમણે તેનું નામ ઇરિથ્રૉનિયમ (erythronium) રાખ્યું હતું. 1830માં સ્વીડિશ રસાયણવિદ નીલ્સ ગૅબ્રિયલ સેફસ્ટ્રૉમે સ્વીડનની…
વધુ વાંચો >વૅલાક, ઓટો (Wallach, Otto)
વૅલાક, ઓટો (Wallach, Otto) (જ. 27 માર્ચ 1847, કૂનિસબર્ગ, પ્રશિયા; અ. 26 ફેબ્રુઆરી 1931, ગુટિંજન, જર્મની) : સુગંધિત તેલોનું વિશ્ર્લેષણ કરી ટર્પિન જેવાં સંયોજનોની ઓળખ આપવા માટે 1910ના વર્ષ માટેનો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર રસાયણવિદ. કુદરતી સુગંધવાળાં તેલોના વિશ્ર્લેષણ માટે તેમનું સંશોધન ખૂબ નોંધપાત્ર રહ્યું છે. તેમણે ગુટિંજન વિશ્વવિદ્યાલયમાં…
વધુ વાંચો >વેસ્કાનાં સંયોજનો (Vaska’s compounds)
વેસ્કાનાં સંયોજનો (Vaska’s compounds) : એક સંયોજક ઇરિડિયમ(Ir+)નાં અગત્યનાં સંકીર્ણ સંયોજનો. 1961માં એલ. વેસ્કા અને જે. ડબ્લ્યૂ. દિ લુઝિયોએ વેસ્કાના સંયોજન તરીકે ઓળખાતું પીળું સંયોજન વિપક્ષ (trans) [IrCl (CO)(PPh3)2] શોધ્યું હતું. આ સંયોજનનો વિસ્તૃત અભ્યાસ થયેલો છે. 2-મિથાઇલ ઇથેનોલ જેવા દ્રાવકમાં ટ્રાઇફિનાઇલફૉસ્ફિન અને ઇરિડિયમ ટ્રાઇક્લોરાઇડ (IrCl3) વચ્ચેની પ્રક્રિયાથી તે બનાવી…
વધુ વાંચો >વેંકટરામન, ક્રિશ્નાસ્વામી
વેંકટરામન, ક્રિશ્નાસ્વામી (જ. 7 જૂન 1901, ચેન્નાઈ, તામિલનાડુ; અ. 12 મે 1981) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અગ્રણી ભારતીય રસાયણવિદ. સિવિલ એન્જિનિયરના પુત્ર વેંકટરામને 1923માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં એમ.એ. પદવી મેળવી. તે પછી મદ્રાસ ગવર્નમેન્ટની સ્કૉલરશિપ મળતાં તેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં વધુ અભ્યાસાર્થે ગયા; જ્યાં તેમણે એમ.એસસી. (ટેક.), પીએચ.ડી. તથા ડી.એસસી.ની પદવીઓ પ્રાપ્ત…
વધુ વાંચો >વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)
વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…
વધુ વાંચો >વ્હૉલર, ફ્રેડરિક (Wohler, Friedrich)
વ્હૉલર, ફ્રેડરિક (Wohler, Friedrich) (જ. 31 જુલાઈ 1800, જર્મની; અ. 23 સપ્ટેમ્બર 1882, ગોટિન્જન, જર્મની) : અકાર્બનિક (inorganic) પદાર્થમાંથી કાર્બનિક (organic) સંયોજન(યુરિયા)નું સૌપ્રથમ સંશ્લેષણ કરનાર તેમજ ધાત્વિક ઍલ્યુમિનિયમ બનાવવાની વિધિ વિકસાવનાર જર્મન રસાયણવિદ. તેમણે ફ્રૅન્કફર્ટ જિમ્નેશિયમમાં અભ્યાસ કર્યો હતો પણ તેઓ વિદ્યાર્થી તરીકે બહુ ઝળક્યા ન હતા. પાછળથી તેમણે આનું…
વધુ વાંચો >