રસાયણશાસ્ત્ર

વિન્યાસ (configuration)

વિન્યાસ (configuration) : કોઈ પણ અણુમાં પરમાણુઓ કે સમૂહોની અવકાશીય (spatial) ગોઠવણી. ખાસ કરીને કાર્બનિક રસાયણમાં આ પદ અણુમાંના અસમમિત કાર્બન પરમાણુ આસપાસ પ્રતિસ્થાપક (substituent) પરમાણુઓ કે સમૂહોનું સ્થાન (location) અથવા સ્થિતિ (disposition) દર્શાવવા વધુ વપરાય છે. દા.ત., દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડના બે પ્રકાશીય (optical) સમઘટકો (isomers) મળે છે. તેમના વિન્યાસ…

વધુ વાંચો >

વિભંજન (cracking)

વિભંજન (cracking) : ઉષ્મા વડે ઉચ્ચ અણુભારવાળાં રાસાયણિક સંયોજનો(ખાસ કરીને હાઇડ્રોકાર્બનો)નું વિઘટન કરી ઓછા અણુભારવાળાં સંયોજનો મેળવવાની પ્રવિધિ. સંયોજનોમાંના રાસાયણિક આબંધો(બંધનો, bonds)ને તોડી હાઇડ્રોકાર્બનોના અણુભાર ઘટાડવા માટે પેટ્રોલિયમ ઉદ્યોગમાં તે વધુ ઉપયોગમાં લેવાય છે. ગૅસોલીન માટેના શાખાન્વિત (branched) હાઇડ્રોકાર્બનો તથા ઇથીન અને અન્ય આલ્કીનો(alkenes)ના સ્રોતરૂપ હોવાથી તે એક અગત્યની પ્રવિધિ…

વધુ વાંચો >

વિભાગીય નિસ્યંદન (fractional distillation)

વિભાગીય નિસ્યંદન (fractional distillation) : બે અથવા તેથી વધુ બાષ્પશીલ પ્રવાહીના મિશ્રણમાંથી ઘટકોને તેમના ઉત્કલનબિંદુના આધારે પરિશોધન (rectification) દ્વારા લગભગ શુદ્ધ સ્થિતિમાં છૂટાં પાડવાની નિસ્યંદનની પ્રવિધિ. કોઈ પણ પ્રવાહીને ગરમ કરવામાં આવે ત્યારે તેની બાષ્પ ઉત્પન્ન થાય છે, જેના લીધે પ્રવાહી બાષ્પદબાણ (vapour pressure) ધરાવે છે. બાષ્પદબાણ વાતાવરણના દબાણ જેટલું…

વધુ વાંચો >

વિભેદન (Resolution)

વિભેદન (Resolution) (રસાયણશાસ્ત્ર) : રેસેમિક મિશ્રણને તેના બે ઘટક પ્રતિબિંબીઓ(enantiomers)માં અલગ પાડવાની પ્રવિધિ. પ્રકાશીય રીતે સક્રિય એવા એક સંયોજનને રેસેમિક રૂપમાં [બે પ્રતિબિંબીઓના સમઆણ્વીય (equimolecular) મિશ્રણમાં] ફેરવવાની વિધિને રેસેમીકરણ (racemisation) કહે છે. લુઈ પાશ્ર્ચરે (1948) ટાર્ટરિક ઍસિડનાં સોડિયમ-એમોનિયમ ક્ષારનાં સ્ફટિક-સ્વરૂપનો અભ્યાસ કરતાં શોધી કાઢેલું કે ટાર્ટરિક ઍસિડ દક્ષિણ-ભ્રમણીય (ધ્રુવીભૂત પ્રકાશનું…

વધુ વાંચો >

વિરલ મૃદ-તત્વો (rare earth elements)

વિરલ મૃદ–તત્વો (rare earth elements) : આવર્તક કોષ્ટકમાં આવેલા, પરમાણુક્રમાંક 21 (સ્કૅન્ડિયમ), 39 (ઇટ્રિયમ) અને 57 (લેન્થેનમ)થી 71 (લ્યુટેશિયમ) ધરાવતાં રાસાયણિક તત્વોનો સમૂહ. આ પૈકી 58થી 71 સુધીનાં તત્વોને લેન્થેનાઇડ તત્વો (અથવા લેન્થેનાઇડ) તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર તો વિરલ મૃદાઓ (rare earths) એ ખોટું નામ છે કારણ કે તેઓ…

વધુ વાંચો >

વિરાટ અણુઓ (macromolecules)

વિરાટ અણુઓ (macromolecules) : સામાન્ય રીતે 1000 કરતાં વધુ પરમાણુઓ ધરાવતા અત્યંત મોટા અણુઓ. કુદરતી અને સંશ્લેષિત બહુલકો તેમજ હીમોગ્લોબિન અને ન્યૂક્લિઇડ ઍસિડ જેવા પદાર્થો આવા વિરાટ અણુઓ ધરાવે છે. વિરાટ અણુઓ બે પ્રકારના હોય છે : (1) વૈયક્તિક વસ્તુઓ (entities) કે જેમનું તેમની ઓળખ ગુમાવ્યા સિવાય આગળ વિભાજન થઈ…

વધુ વાંચો >

વિર્ટાનેન, આર્ટુરી ઇલ્મારી

વિર્ટાનેન, આર્ટુરી ઇલ્મારી (Virtanen, Artturi, Ilmari) [જ. 15 જાન્યુઆરી 1895, હેલ્સિન્કી (ફિનલૅન્ડ); અ. 11 નવેમ્બર 1973, હેલ્સિન્કી] : ફિનલૅન્ડના જાણીતા જૈવ-રસાયણજ્ઞ (biochemist) અને 1945ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમનાં સંશોધનો પ્રોટીનસભર લીલા ઘાસચારાના ઉત્પાદન અને સંચયન (storage) અંગેનાં તથા તેને લાંબા, ઉગ્ર શિયાળામાં કેવી રીતે જાળવવો તેને લગતાં…

વધુ વાંચો >

વિલસ્ટાટર, રિચાર્ડ માર્ટિન

વિલસ્ટાટર, રિચાર્ડ માર્ટિન (Willstatter Richard Martin) (જ. 13 ઑગસ્ટ 1872, કાર્લ્સરૂહ, જર્મની; અ. 3 ઑગસ્ટ 1942, લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ) : ક્લૉરોફિલની સંરચનાના શોધક, અને 1915ના નોબેલ પારિતોષિકના વિજેતા જર્મન કાર્બનિક રસાયણવિદ. તેઓ 11 વર્ષના હતા ત્યારે તેમના પિતા જર્મની છોડી ન્યૂયૉર્કમાં કાપડની ફૅક્ટરી નાખવા ગયા અને આમ તેમનો ઉછેર માતા દ્વારા…

વધુ વાંચો >

વિલોપન-પ્રક્રિયા (elimination reaction)

વિલોપન–પ્રક્રિયા (elimination reaction) : કાર્બનિક અણુમાંથી નાના સમૂહને દૂર કરીને ચક્રીય પ્રણાલી અથવા દ્વિ- યા ત્રિ-બંધ ધરાવતી ગુણક-પ્રણાલી નિષ્પન્ન કરતી પ્રક્રિયા. તે એક કાર્બન-કાર્બન બંધ ધરાવતાં (સંતૃપ્ત) કાર્બનિક સંયોજનોને દ્વિ- અથવા ત્રિ-કાર્બન-કાર્બન બંધ ધરાવતાં (અસંતૃપ્ત) સંયોજનોમાં રૂપાંતરિત કરવા માટેની મુખ્ય પદ્ધતિ છે. આના ઉદાહરણમાં આલ્કોહૉલમાંથી ઑલેફિન, એસ્ટર અથવા આલ્કલી હેલાઇડમાંથી…

વધુ વાંચો >

વિલ્કિન્સન, જ્યૉફ્રે (સર)

વિલ્કિન્સન, જ્યૉફ્રે (સર) [જ. 14 જુલાઈ 1921, ટૉડમૉર્ડેન, (ઇંગ્લૅન્ડ); અ. 26 સપ્ટેમ્બર 1996, લંડન] : મેટલોસીન સંયોજનો અને સંક્રમણ (transition) સંકીર્ણોની સંરચના ઉપર મહત્વનું સંશોધન કરનાર બ્રિટિશ અકાર્બનિક રસાયણજ્ઞ. 1973ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઇમ્પીરિયલ કૉલેજ ઑવ્ સાયન્સ ઍન્ડ ટેક્નૉલોજી, યુનિવર્સિટી ઑવ્ લંડન ખાતે અભ્યાસ કર્યા બાદ વિલ્કિન્સને…

વધુ વાંચો >