રસાયણશાસ્ત્ર

મોઇસાં, (ફર્ડિનાન્ડ ફ્રેડરિક) હેન્રી

મોઇસાં, (ફર્ડિનાન્ડ ફ્રેડરિક) હેન્રી (જ. 28 સપ્ટેમ્બર 1852, પૅરિસ; અ. 20 ફેબ્રુઆરી 1907, પૅરિસ) : વિખ્યાત ફ્રેંચ રસાયણશાસ્ત્રી. તેઓ ખૂબ ગરીબ ઘરમાંથી આવેલા. તેમણે તેમના અભ્યાસ માટે ખૂબ ઝૂઝવું પડેલું, પણ સંપત્તિવાન કુટુંબમાં લગ્ન થતાં તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો હતો. ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ 1886માં પૅરિસની સ્કૂલ…

વધુ વાંચો >

મૉનોસૅકેરાઇડ

મૉનોસૅકેરાઇડ : સાદી શર્કરાઓના વર્ગ માટેનું રાસાયણિક નામ. તેમનું રાસાયણિક સૂત્ર સામાન્ય કાર્બોહાઇડ્રેટ સ્વરૂપમાં Cn(H2O)n વડે દર્શાવી શકાય. અહીં nનું મૂલ્ય 3થી 7 જેટલું હોય છે તથા બધી જ સાદી શર્કરાઓને આવરી લે છે. nના મૂલ્ય પ્રમાણે આવી શર્કરાઓને ટ્રાયોઝ (triose), ટેટ્રોઝ (tetrose), પેન્ટોઝ (pentose), હેક્ઝોઝ (hexose) તથા હેપ્ટોઝ (heptose)…

વધુ વાંચો >

મોરથૂથું

મોરથૂથું (Blue vitriol) : જલયોજિત (hydrated) કૉપર (II) સલ્ફેટ તરીકે ઓળખાતો ભૂરા રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ. સૂત્ર : CuSO4·5H2O. કૉપર(II) ઑક્સાઇડ અથવા કૉપર(II) કાર્બોનેટની મંદ સલ્ફયુરિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી કૉપર સલ્ફેટનું દ્રાવણ મળે છે. દ્રાવણને ગરમ કરી, સંતૃપ્ત બનાવી તેને ઠંડું પાડતાં પેન્ટાહાઇડ્રેટના ચળકતા ભૂરા સ્ફટિક પ્રાપ્ત થાય છે. (જળવિભાજન…

વધુ વાંચો >

મૉર્ફિન (રસાયણશાસ્ત્ર)

મૉર્ફિન (રસાયણશાસ્ત્ર) : અફીણ (opium) વર્ગનું સૌથી અગત્યનું આલ્કેલૉઇડ. ઉમદા પ્રકારના અફીણમાં મૉર્ફિનનું પ્રમાણ સામાન્ય રીતે 10થી 15 % જેટલું (કેટલીક વાર 25 % જેટલું) હોવા ઉપરાંત તેમાં અલ્પ પ્રમાણમાં કોડીન; થિબેઇન, પાપાવરિન અને નાર્કોટિન જેવાં બેઝ રહેલાં હોય છે. મૉર્ફિનનું રાસાયણિક નામ 7, 8 –ડાઇડીહાઇડ્રો–4, 5–ઇપૉક્સી –17–મિથાઇલમૉર્ફિનાન–3,6–ડાયોલ તથા તેનું…

વધુ વાંચો >

મોલ (Mole), (મોલ-સંકલ્પના  Mole-concept)

મોલ (Mole), (મોલ-સંકલ્પના – Mole-concept) : 0.012 કિગ્રા. કાર્બન-12માં  જેટલા પરમાણુઓ હોય તેટલા (ઍવોગૅડ્રો અંક 6.022 x 10²³ જેટલા) રાસાયણિક એકમો (entities) ધરાવતા પદાર્થનો જથ્થો. સંજ્ઞા મોલ, (mol). મોલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પ્રાથમિક (elementary) એકમો(પરમાણુઓ, અણુઓ, આયનો, ઇલેક્ટ્રૉન, અન્ય કણો અથવા આવા કણોના ચોક્કસ સમૂહો)નો નિર્દેશ થવો જરૂરી છે.…

વધુ વાંચો >

મોલ-અંશ

મોલ-અંશ (Mole Fraction) : મિશ્રણ(અથવા દ્રાવણ)માં કોઈ એક ઘટકના જથ્થાનું પ્રમાણ દર્શાવતી સંખ્યા, xi (અથવા Xi). તે નમૂનામાંના કુલ અણુઓના જથ્થામાં ઘટક iના કેટલા અંશ છે તે દર્શાવે છે. જ્યાં ni = મિશ્રણમાં જાતિ (species) iનો રાસાયણિક જથ્થો (chemical amount) અથવા મોલ-સંખ્યા; n = મિશ્રણમાંના બધા અણુઓનો કુલ જથ્થો અથવા…

વધુ વાંચો >

મોલારિટી

મોલારિટી (M) : એક લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલ-સંખ્યા. આમ             જ્યાં    n = પદાર્થની મોલ-સંખ્યા         V = લીટરમાં દર્શાવેલ કદ રસાયણશાસ્ત્રમાં પદાર્થના ગ્રામમાં (કે કિલોગ્રામમાં) દર્શાવેલા વજન કરતાં મોલ-સંખ્યા વધુ મહત્ત્વ ધરાવે છે. જો પદાર્થ(દ્રાવ્ય)ના વજન અને અણુભાર આપેલાં…

વધુ વાંચો >

મોલાલિટી

મોલાલિટી (Molality) : એક કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યની મોલસંખ્યા. મોલારિટી ઉપર તાપમાનની અસર થતી હોવાથી દ્રાવણના કેટલાક ગુણધર્મો જેવા કે હિમાંકબિંદુ(ઠારબિંદુ)નું અવનમન, ઉત્કલનબિંદુનું ઉન્નયન, બાષ્પદબાણમાં થતો ઘટાડો, અભિસરણ-દબાણમાં થતો ફેરફાર વગેરેના પરિમાપન માટે સાંદ્રતાના એવા માપક્રમની જરૂર પડે છે કે જે દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલને દ્રાવકના કદને બદલે વજન સાથે…

વધુ વાંચો >

મૉલિના મારિયો

મૉલિના મારિયો (જ. 19 માર્ચ  1943, મેક્સિકો શહેર, મેક્સિકો) : પર્યાવરણ માટે હાનિકારક એવા ઓઝોન-સ્તરનાં ગાબડાં (hole) સાથે સંકળાયેલ સંશોધન માટે 1995ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના શેરવુડ રૉલૅન્ડ અને પૉલ ક્રુટ્ઝન સાથે વિજેતા. તેઓ જન્મે મેક્સિકન એવા અમેરિકન રસાયણશાસ્ત્રી હતા. તેમણે મેક્સિકો શહેરની નૅશનલ ઑટોનોમસ યુનિવર્સિટી ઑવ્ મેક્સિકોમાં રાસાયણિક…

વધુ વાંચો >

મૉલિબ્ડિનમ

મૉલિબ્ડિનમ (Molybdenum) : આવર્તક કોષ્ટકના 6ઠ્ઠા સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Mo. ગ્રીક શબ્દ મૉલિબ્ડોસ (સીસા જેવું) ઉપરથી આ તત્વનું નામ મૉલિબ્ડિનમ પડ્યું (1816). જોકે ફક્ત ઘનતા સિવાય આ બે ધાતુઓના ભૌતિક ગુણધર્મોમાં કોઈ સમાનતા નથી. 1778માં સ્વીડિશ રસાયણવિદ કાર્લ વિલ્હેમ શીલેએ મૉલિબ્ડીનાઇટ (MoS2) ખનિજમાંથી નાઇટ્રિક ઍસિડની પ્રક્રિયા દ્વારા એક નવા…

વધુ વાંચો >