રસાયણશાસ્ત્ર

હેલાઇડ (halide)

હેલાઇડ (halide) : હૅલૉજન તત્વનું અન્ય તત્વ કે કાર્બનિક સમૂહ સાથેનું MX પ્રકારનું સંયોજન. આમાં X એ હૅલૉજન (ફ્લોરિન, ક્લોરિન, બ્રોમીન, આયોડિન કે એસ્ટેટાઇન) અને M એ અન્ય તત્વ કે કાર્બનિક સમૂહ હોઈ શકે છે. આ સંયોજનોને હાઇડ્રૉહેલિક (hydrohalic) ઍસિડ HX, કે જેમાં Xની ઉપચયન અવસ્થા –1 હોય છે, તેનાં…

વધુ વાંચો >

હૅલોકાર્બન સંયોજનો (halocarbons અથવા halocarbon compounds)

હૅલોકાર્બન સંયોજનો (halocarbons અથવા halocarbon compounds) : ખરા અર્થમાં કાર્બન અને હૅલોજન (ફ્લોરિન, ક્લોરિન, બ્રોમીન, આયોડિન) ધરાવતાં સંયોજનો. જોકે ઘણી વખત કાર્બન અને હૅલોજન ઉપરાંત હાઇડ્રોજન ધરાવતાં સંયોજનોને પણ હૅલોકાર્બન કહેવામાં આવે છે. એ અર્થમાં હૅલોકાર્બનો એ કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા (કાર્બનિક) હાઇડ્રૉકાર્બનોના હૅલોજન વ્યુત્પન્નો(derivatives)નો સમૂહ છે. જેમાં એક હૅલોજનયુક્ત…

વધુ વાંચો >

હૅલોજન તત્વો (halogen elements)

હૅલોજન તત્વો (halogen elements) : આવર્તક કોષ્ટકના 17મા (અગાઉના VII B) સમૂહમાં આવેલા ફ્લોરિન (F), ક્લોરિન (Cl), બ્રોમીન (Br), આયોડિન (I) અને એસ્ટેટાઇન (At) તત્વો. ક્લોરિન ધાતુઓ સાથે સંયોજાઈ લવણો બનાવતું હોવાથી તેના આ ગુણધર્મ પરથી 1811માં જે. એસ. સી. શ્વીગરે ગ્રીક hal (લવણ, salt) અને gen (ઉત્પન્ન કરવું, to…

વધુ વાંચો >

હેલૉન (halon)

હેલૉન (halon) : અગ્નિશમન માટે વપરાતું કાર્બનિક સંયોજન. તે હૅલોજનીકૃત (halogenated) એલિફેટિક (aliphatic) હાઇડ્રોકાર્બનોના સમૂહ પૈકીનું ગમે તે એક હોઈ શકે છે, પણ મોટે ભાગે મિથેન (CH4) અથવા ઇથેન(C2H6)માંના હાઇડ્રોજન પરમાણુઓનું હૅલોજન [ફ્લોરિન (F), ક્લોરિન (Cl), બ્રોમીન (Br) અથવા આયોડિન (I)] વડે વિસ્થાપન કરવાથી ઉત્પન્ન કરવામાં આવે છે. આ સંયોજનો…

વધુ વાંચો >

હેસનો ઉષ્મા-સંકલનનો નિયમ (Hess’s law)

હેસનો ઉષ્મા-સંકલનનો નિયમ (Hess’s law) : ઉષ્મારસાયણ-(ઉષ્મરસાયણ, thermochemistry)માં જે પ્રક્રિયાઓની પ્રક્રિયા-ઉષ્મા (heat of reaction) અથવા પ્રક્રિયા-એન્થાલ્પી(reaction enthalpy)ના ફેરફારો સીધા માપી શકાતા ન હોય તેની ગણતરી કરવા માટે ઉપયોગી નિયમ. તેને અચળ ઉષ્મા-સરવાળા(ઉષ્માસંકલન) (constant heat summation)નો નિયમ પણ કહે છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં જન્મેલા રશિયન રસાયણવિદ જર્મેઇન હેન્રી હેસે 1840માં આ નિયમ રજૂ…

વધુ વાંચો >

હેસલ ઓડ (Hassel Odd)

હેસલ, ઓડ (Hassel, Odd) (જ. 17 મે 1897, ઑસ્લો, નૉર્વે; અ. 11 મે 1981, ઑસ્લો) : આધુનિક આણ્વીય સંરચનામાં મહત્વનો ભાગ ભજવતા સંરૂપીય (conformational) વિશ્લેષણ (અણુઓની ત્રિપરિમાણી ભૌમિતિક સંરચનાનો અભ્યાસ)ની પદ્ધતિ પ્રસ્થાપિત કરનાર નૉર્વેજિયન ભૌતિક-રસાયણવિદ અને 1969ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. હેસલે ઑસ્લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને 1924માં બર્લિન યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

હેસિયમ

હેસિયમ : આવર્તક કોષ્ટકમાંની અનુઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક ધાતુ તત્વ. સંજ્ઞા Hs. પરમાણુક્રમાંક 108. ડર્મસ્ટેટ ખાતે SHIP (Separated heavy-ion reaction products) સુવિધાઓનો ઉપયોગ કરીને 1984માં આ તત્વનું સંશ્લેષણ કરવામાં આવ્યું હતું. પ્રક્રિયા, 208Pb (58Fe, n)265108 દ્વારા તત્વના ત્રણ પરમાણુઓ મેળવવામાં આવેલાં. તત્વના a-ક્ષયનું અર્ધઆયુ 1.8 મિ.સેકંડ માલૂમ પડ્યું છે. તે…

વધુ વાંચો >

હોજકિન ડોરોથી મેરી ક્રૉફૂટ (Hodgkin Dorothy Mary Crowfoot)

હોજકિન, ડોરોથી મેરી ક્રૉફૂટ (Hodgkin, Dorothy Mary Crowfoot) (જ. 12 મે 1910, કૅરો, ઇજિપ્ત; અ. 29 જુલાઈ 1994, શીપસ્ટન-ઑન-સ્ટૂર, વોરવિકશાયર, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ મહિલા રસાયણવિદ અને 1964ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. ઑક્સફર્ડની સોમરવિલે કૉલેજમાં હતાં ત્યારે (1928–32) તેમણે સ્ફટિક-વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો હતો. 1931માં તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યાં. તે…

વધુ વાંચો >

હોપ્ટમેન હર્બર્ટ આરોન (Hauptman Herbert Aaron)

હોપ્ટમેન, હર્બર્ટ આરોન (Hauptman Herbert Aaron) (જ. 14 ફેબ્રુઆરી 1917, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન ગણિતશાસ્ત્રી તથા સ્ફટિકવિજ્ઞાની (Crystallographer) અને જેરોમ કાર્લે સાથે 1985ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. હોપ્ટમેન સિટી કૉલેજ ઑવ્ ન્યૂયૉર્કમાં કાર્લેના સહાધ્યાયી હતા અને બંનેએ 1937માં ત્યાંથી આર્થર કોર્નબર્ગ [1959ના દેહધર્મવિદ્યા (physiology)/આયુર્વિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કાર-વિજેતા] સાથે સ્નાતકની…

વધુ વાંચો >

હૉફ જેકોબસ હેન્નિકસ વાન્ટ (Hoff Jacobus Hennicus Van’t)

હૉફ, જેકોબસ હેન્નિકસ વાન્ટ (Hoff, Jacobus Hennicus Van’t) (જ. 30 ઑગસ્ટ 1852, રોટરડેમ, નેધરલૅન્ડ્ઝ; અ. 2 માર્ચ 1911, બર્લિન, જર્મની) : ત્રિવિમરસાયણ(stereochemistry)ના સ્થાપક અને 1901ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારવિજેતા. 17 વર્ષની વયે તેમણે માતા-પિતા આગળ પોતે રસાયણવિદ બનવા માગે છે તેવો વિચાર રજૂ કરેલો. આનો સાનુકૂળ પ્રત્યુત્તર ન મળવા છતાં…

વધુ વાંચો >