રસાયણશાસ્ત્ર

હિન્શેલવૂડ સીરિલ નૉર્માન (સર) (Hinshelwood Sir Cyril Norman)

હિન્શેલવૂડ, સીરિલ નૉર્માન (સર) (Hinshelwood Sir Cyril Norman) (જ. 19 જૂન 1897, લંડન; અ. 9 ઑક્ટોબર 1967, લંડન) : બ્રિટિશ ભૌતિકરસાયણવિદ અને 1956ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. હિન્શેલવૂડ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના એકના એક પુત્ર હતા. 1904માં તેમના પિતાનું અવસાન થયા પછી માતા ચેલસી (Chelsea) ખાતે સ્થાયી થયા અને હિન્શેલવૂડ…

વધુ વાંચો >

હિલિયમ (helium)

હિલિયમ (helium) : આવર્તક કોષ્ટકના 18મા (અગાઉના શૂન્ય, 0) સમૂહનું હલકું વાયુમય રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા He. માત્ર હાઇડ્રોજન એક જ એવું તત્વ છે જે તેના કરતાં હલકું છે. અન્ય તત્વો સાથે સંયોજાતો ન હોવાથી તેને (અને તે સમૂહના અન્ય વાયુઓ) નિષ્ક્રિય (inert) અથવા વિરલ (rare) અથવા ઉમદા (nobel) વાયુ…

વધુ વાંચો >

હીગર એલન જે.

હીગર, એલન જે. (જ. 22 જાન્યુઆરી 1936, સિઅક્સ (Sioux) સિટી, આયોવા, યુ.એસ.) : અમેરિકન રસાયણવિદ અને 2000ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1961માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. પદવી મેળવ્યા બાદ હીગરે 1982 સુધી યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયામાં શિક્ષણ અને સંશોધનકાર્ય કર્યું. આ પછી તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, સાન્તા…

વધુ વાંચો >

હીમેટાઇટ

હીમેટાઇટ : જુઓ આયર્ન.

વધુ વાંચો >

હીરાકસી

હીરાકસી : જુઓ આયર્ન.

વધુ વાંચો >

હીવસી જ્યૉર્જ (De Hevesy George) અથવા (GyÖrgy)

હીવસી, જ્યૉર્જ (De Hevesy, George) અથવા (GyÖrgy) (જ. 1 ઑગસ્ટ 1885, બુડાપેસ્ટ, હંગેરી; અ. 5 જુલાઈ 1966, ફ્રાઇબર્ગ, જર્મની) : હંગેરિયન-સ્વીડિશ રેડિયોકેમિસ્ટ અને 1943ના નોબેલ પુરસ્કાર-વિજેતા. તેઓ જ્યૉર્જ ચાર્લ્સ દ હીવસી નામે પણ ઓળખાય છે. 1903માં મૅટ્રિક થયા બાદ તેમણે બુડાપેસ્ટ યુનિવર્સિટી તથા બર્લિનની ટૅકનિકલ હાઈસ્કૂલમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. 1908માં…

વધુ વાંચો >

હુંડના નિયમો (Hund’s rules)

હુંડના નિયમો (Hund’s rules) : અનેક ઇલેક્ટ્રૉન ધરાવતા પરમાણુમાંના બે સમાન (એકસરખા ક્વૉન્ટમ અંકો n અને l ધરાવતા) ઇલેક્ટ્રૉનના વિન્યાસ (configuration) માટે નિમ્નતમ ઊર્જાસ્તર નક્કી કરવા ઉપયોગમાં લેવાતા પ્રયોગનિર્ણીત (આનુભવિક, empirical) નિયમો. જર્મન ભૌતિકવિદ અને સ્પેક્ટ્રમ વિજ્ઞાની (spectroscopist) ફ્રેડરિક હેરમાન હુંડે 1925માં આ નિયમો રજૂ કર્યા હતા. નિયમો પ્રયોગનિર્ણીત છે…

વધુ વાંચો >

હેન્રીનો નિયમ (Henry’s law)

હેન્રીનો નિયમ (Henry’s law) : વાયુના પ્રવાહી(દ્રાવક)માં દ્રાવ્યતા અથવા વાયુ-પ્રવાહી પ્રાવસ્થાઓ વચ્ચે વાયુના વિતરણનો નિયમ. બ્રિટિશ રસાયણજ્ઞ અને તબીબ વિલિયમ હેન્રીએ આ નિયમ 1803માં રજૂ કર્યો હતો. આ નિયમ મુજબ ‘અચળ તાપમાને પ્રવાહી(દ્રાવક)ના મુકરર કદમાં સમતોલનમાં આવીને ઓગળેલા વાયુનું દળ પ્રવાહી ઉપર વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે.’ આ નિયમ વિતરણ…

વધુ વાંચો >

હેફ્નિયમ (hafnium)

હેફ્નિયમ (hafnium) : આવર્તક કોષ્ટક(periodic table)ના 4થા (અગાઉના IV A) સમૂહનું રાસાયણિક ધાતુ તત્વ. સંજ્ઞા Hf. 1845માં સાવનબર્ગે જોયું કે ઝિર્કોન નામની ખનિજમાં બે તત્વો રહેલાં છે. 1852માં સોર્બીએ પણ વર્ણપટના અભ્યાસ પરથી આનું સમર્થન કર્યું. હેફનિયમ તત્વનો સૌપ્રથમ ઉલ્લેખ 1911માં ફ્રેંચ રસાયણવિજ્ઞાની જી. ઉર્બેઇને કર્યો હતો. 1922–23માં બોહરની કોપનહેગન…

વધુ વાંચો >

હેબર ફ્રિટ્ઝ (Haber Fritz)

હેબર, ફ્રિટ્ઝ (Haber, Fritz) [જ. 9 ડિસેમ્બર 1868, બ્રેસ્લો, સિલેશિયા (હવે રોકલો), પોલૅન્ડ; અ. 29 જાન્યુઆરી 1934, બાસલ, સ્વિટ્ઝર્લૅન્ડ] : જર્મન ભૌતિક-રસાયણવિદ અને 1918ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. હેબર એક સમૃદ્ધ રંગ-ઉત્પાદક વેપારીના પુત્ર હતા. 1886થી 1891 દરમિયાન તેમણે એ. ડબ્લ્યૂ. હૉફમૅનના હાથ નીચે યુનિવર્સિટી ઑવ્ હાઇડેલબર્ગમાં રસાયણવિજ્ઞાનનો અભ્યાસ…

વધુ વાંચો >