રસાયણશાસ્ત્ર
સાગોળ (lime)
સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…
વધુ વાંચો >સાબુ
સાબુ પ્રાણીજ ચરબી કે વનસ્પતિજ, તેમને કૉસ્ટિક સોડા (સોડિયમ હાઇડ્રૉક્સાઇડ, NaOH) જેવા આલ્કલી સાથે ઉકાળીને મેળવાતો, મેલ દૂર કરવામાં ઉપયોગી એવો પદાર્થ. સાબુનીકરણ (saponification) તરીકે ઓળખાતી આ પ્રક્રિયામાં ચરબી કે તેલમાં રહેલા ગ્લિસરાઇડ ઍસ્ટર(glyceride esters)નું ગ્લિસરોલ (glycerol) અથવા ગ્લિસરીન (glycerine) (એક પ્રકારનો આલ્કોહૉલ) અને જે તે મૉનોકાર્બૉક્સિલિક ઍસિડના સોડિયમ ક્ષારો[મુખ્યત્વે…
વધુ વાંચો >સાબુકરણ-આંક
સાબુકરણ–આંક : 1 ગ્રા. તેલ અથવા ચરબી જેવાં એસ્ટરનું પૂર્ણ જળવિભાજન કરવાથી નીપજેલા ઍસિડનું તટસ્થીકરણ કરવા માટે આવશ્યક પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડનું મિલીગ્રામમાં વજન. જેમ એસ્ટરનો અણુભાર ઓછો તેમ તેનો સાબુકરણ-આંક ઊંચો. ‘સાબુકરણ’ શબ્દનો અર્થ સાબુ બનાવવો એમ થાય છે. ચરબીના આલ્કલી દ્વારા જળવિભાજનથી સાબુ બનાવી શકાય છે. સાબુ એ ખૂબ લાંબી…
વધુ વાંચો >સાયનાઇડ (cyanide)
સાયનાઇડ (cyanide) : CN સમૂહ ધરાવતાં સંયોજનો પૈકીનું એક. સાયનાઇડ, સાયનોજન વગેરે નામો લોહ(આયર્ન)ના ક્ષાર સાથે પ્રુશિયન બ્લૂ (Prussian blue) જેવા ઘેરા વાદળી (ભૂરા) રંગના વર્ણકો (pigments) ઉત્પન્ન કરવાના તેમના ગુણધર્મ સાથે સંકળાયેલા છે (ગ્રીક : cyanos = ઘેરો ભૂરો). અકાર્બનિક સાયનાઇડ સંયોજનો (દા.ત., પોટૅશિયમ સાયનાઇડ, KCN) જેવા ક્ષારોમાં આ…
વધુ વાંચો >સાયનેટ (cyanate)
સાયનેટ (cyanate) : -OCN-સમૂહ ધરાવતા અને સાયનિક ઍસિડમાંથી મેળવાતા ક્ષારો. સાયનિક ઍસિડ HO – C ≡ N અને H – N = C = O – એમ બે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. સાયનેટ-સંયોજનો —ONC-સમૂહ ધરાવતા ફુલ્મિનેટ સંયોજનો (fulminates) સાથે સમાવયવી (isomeric) હોય છે. આલ્કલી ધાતુઓના સાયનાઇડ ક્ષારોના જલીય દ્રાવણ કે…
વધુ વાંચો >સિગ્મા બંધ
સિગ્મા બંધ : જુઓ રાસાયણિક બંધ.
વધુ વાંચો >સિજવિક નેવિલ વિન્સેન્ટ
સિજવિક, નેવિલ વિન્સેન્ટ (જ. 8 મે 1873, ઑક્સફર્ડ; અ. 15 માર્ચ 1952, ઑક્સફર્ડ) : રાસાયણિક આબંધ(બંધ, bond)ની, ખાસ કરીને સવર્ગ (ઉપસહસંયોજક, co-ordinate) સંયોજનોમાંનાં બંધોની સમજૂતીમાં મહત્ત્વનું પ્રદાન કરનાર અંગ્રેજ સૈદ્ધાંતિક રસાયણવિદ. રસાયણશાસ્ત્રમાં સંયોજકતા સિદ્ધાંતને તેમણે વ્યવસ્થિત રૂપ આપ્યું હતું. ઑક્સફર્ડમાં વિજ્ઞાનમાં પ્રથમ ક્રમે આવ્યા બાદ બે વર્ષ પછી પ્રશિષ્ટ સાહિત્ય(classics)માં…
વધુ વાંચો >સિટાઇલ આલ્કોહૉલ
સિટાઇલ આલ્કોહૉલ (1–હેક્ઝાડેકેનોલ) : ઍલિફૅટિક આલ્કોહૉલની શ્રેણીમાં C16 કાર્બનવાળો સભ્ય. સ્પર્મવહેલમાંથી મળતા સ્પર્મેસીતિ વૅક્સને કૉસ્ટિક પોટાશ સાથે ગરમ કરીને સૌપ્રથમ 1817માં બનાવાયેલો તથા 1836માં તેનું બંધારણ CH3(CH2)15OH હોવાનું સાબિત થયેલું. તેનું ઔદ્યોગિક ઉત્પાદન ચરબીજ પદાર્થોમાંથી મળતા પામીટિક ઍસિડને સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા દ્વારા અને ઇથિલીનનું કેટલાંક ઍલ્યુમિનિયમ-સંયોજનોની હાજરીમાં બહુલીકરણ દ્વારા…
વધુ વાંચો >સિફીજન
સિફીજન : જુઓ મર્ક્યુરી
વધુ વાંચો >સિમેનૉવ નિકોલે નિકોલેવિચ
સિમેનૉવ, નિકોલે નિકોલેવિચ [જ. 15 એપ્રિલ (જૂની રીતે પ્રમાણે 3 એપ્રિલ) 1896, સારાટૉવ, રશિયા; અ. 25 સપ્ટેમ્બર 1986, મૉસ્કો, આધુનિક રશિયા] : 1956ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા રશિયન ભૌતિકરસાયણવિદ. વિજ્ઞાનમાં આ પારિતોષિક મેળવનાર તેઓ પ્રથમ રશિયન વૈજ્ઞાનિક હતા. તે અગાઉ 1933માં ઇવાન બુનિનને સાહિત્ય માટે આ પારિતોષિક પ્રાપ્ત…
વધુ વાંચો >