રમેશ શાહ

ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિયેશન (ISCA)

ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશન (ISCA) : વિજ્ઞાન સંશોધનને ભારતમાં ઉત્તેજન આપવા 1914માં એશિયાટિક સોસાયટી ઑવ્ બૅન્ગાલના આશ્રયે સ્થાપવામાં આવેલું મંડળ. બે બ્રિટિશ રસાયણજ્ઞો પ્રો. જે. એલ. સાયમન્સન અને પ્રો. પી. એસ. મૅક્મેહોનની દીર્ઘર્દષ્ટિ અને પ્રેરણાએ આ મંડળની સ્થાપનામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. સ્થાપકોની નજર સમક્ષ ‘બ્રિટિશ ઍસોસિયેશન ફૉર ધી…

વધુ વાંચો >

ઇન્સડોક : (ઇન્ડિયન નૅશનલ સાયન્ટિફિક ડૉક્યુમેન્ટેશન સેન્ટર

ઇન્સડૉક (ઇન્ડિયન નૅશનલ સાયન્ટિફિક ડૉક્યુમેન્ટેશન સેન્ટર — INSDOC) : યુનેસ્કોની તકનીકી સહાયથી 1952માં દિલ્હીમાં સ્થાપવામાં આવેલું કેન્દ્ર. તેનો મુખ્ય ઉદ્દેશ સંશોધનસંસ્થાઓ તથા ઉદ્યોગમાં કામ કરતા વૈજ્ઞાનિકોને વિજ્ઞાનવિષયક માહિતી મેળવી આપવાનો છે. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના એક ઘટક તરીકે નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, ન્યૂ દિલ્હીની વહીવટી અધીનતામાં 1963 સુધી તેનું…

વધુ વાંચો >

ઇમારતી પથ્થર

ઇમારતી પથ્થર : ઇમારતી બાંધકામમાં વપરાતા પથ્થર. આ પથ્થર ખરબચડી સપાટી સાથે કે ઘાટ ઘડેલા સ્વરૂપે જુદી જુદી રીતે ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે આવા ઇમારતી પથ્થરોનો ઉપયોગ મકાન બાંધવામાં, ઇજનેરી બાંધકામમાં તથા રસ્તા બનાવવાના કામમાં થાય છે. રેતીખડક કે ચૂનાખડક જેવા કેટલાક ઇમારતી પથ્થરો નરમ હોવાથી સારી રીતે ઘડવામાં…

વધુ વાંચો >

નાવભંજન (ship breaking)

નાવભંજન (ship breaking) : ઉપયોગ માટે તદ્દન નકામી અથવા આર્થિક રીતે ન પોસાય તેવી નૌકાઓ/જહાજોને વ્યવસ્થિત રીતે ભાંગવાનું કાર્ય. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ આવી નૌકાઓ/જહાજોના ફરી ઉપયોગમાં લઈ શકાય તેટલા ભાગોની પુન:પ્રાપ્તિ કરવાનો અને બાકીના ભંગારનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવાનો હોય છે. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં આ પ્રવૃત્તિ…

વધુ વાંચો >

પીણાં-ઉદ્યોગ

પીણાં–ઉદ્યોગ : ઉત્તેજના અને તાજગી પ્રાપ્ત કરવા માટે ઉપભોક્તા દ્વારા ઉપયોગમાં લેવાતા પેય પદાર્થો તૈયાર કરવાનો અને તેનું વિતરણ કરવાનો ઉદ્યોગ. પીણાંના બિનનશાકારક અને નશાકારક/માદક – એમ બે પ્રકારો છે. ચા, કૉફી, કોકો અને અન્ય હળવાં પીણાં જેવાં કે કોકાકોલા, ફૅન્ટા, ગોલ્ડસ્પૉટ, રસના, સોડાવૉટર, લેમન, જિંજર વગેરે બિનનશાકારક અને વાઇન,…

વધુ વાંચો >

લિયૉન્તિફ કોયડો (Leontief paradox)

લિયૉન્તિફ કોયડો (Leontief paradox) : આંતરરાષ્ટ્રીય વેપાર અંગેના હેક્શર-ઓહલીન(સાધનપરિમાણ)ના સિદ્ધાંતના સંદર્ભમાં ઊભો થયેલો એક મુદ્દો. સાધનપરિમાણના સિદ્ધાંત પ્રમાણે દેશમાં સાપેક્ષ રીતે જે સાધનની વિપુલતા હોય તેનો જે ચીજના ઉત્પાદનમાં સવિશેષ ઉપયોગ થતો હોય તેની દેશમાંથી નિકાસ થાય છે. બીજી બાજુ, દેશમાં જે સાધનની સાપેક્ષ રીતે અછત હોય તેનો જે વસ્તુના…

વધુ વાંચો >

વસ્તુ-વેરા

વસ્તુ-વેરા : ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર લેવામાં આવતા કરવેરા. ગ્રાહકની જરૂરિયાતોને સંતોષે તેવા કાચા અને તૈયાર માલ તથા વિવિધ પ્રકારની સેવાઓને વસ્તુ કહેવાય છે. મૂલ્યના સિદ્ધાંત અનુસાર કાચો માલ જેવો કે રૂ, ઊન, શણ અને પ્રાણીઓનાં રૂંવાં, તૈયાર માલ જેવો કે કાપડ, ખાંડ અને આઇસક્રીમ તથા સેવાઓ જેવી કે ટેલિફોન,…

વધુ વાંચો >

વિકસિત અને વિકાસશીલ દેશો

વિકસિત અને વિકાસશીલ દેશો : માથાદીઠ આવકની કસોટીના આધાર પર કરવામાં આવેલું દુનિયાના દેશોનું વર્ગીકરણ. 1950-60ના દસકામાં દુનિયાના ગરીબ દેશોના આર્થિક વિકાસના પ્રશ્નોની ચર્ચા અર્થશાસ્ત્રીઓએ હાથ ધરી ત્યારે તેમણે વિશ્લેષણના હેતુ માટે દુનિયાના દેશોને બે વિભાગમાં વહેંચ્યા હતા. એ દસકાના ઉત્તરાર્ધમાં દુનિયાની માથાદીઠ આવક અમેરિકાના 200 ડૉલર જેટલી અંદાજવામાં આવી…

વધુ વાંચો >

વિકાસ

વિકાસ : લોકોના જીવનધોરણને ઊંચે લઈ જતાં પરિવર્તનો. વિકાસનો ખ્યાલ આદર્શલક્ષી (normative) છે. તેથી તેમાં કયાં અને કેવાં પરિવર્તનોને વિકાસ ગણવો એ વિશે મતમતાંતર પ્રવર્તે છે. આને કારણે અર્થશાસ્ત્રીઓ વિકાસને બદલે આર્થિક વૃદ્ધિ (economic growth) કે વૃદ્ધિ(growth)ના ખ્યાલને પસંદ કરે છે; જેમાં કોઈ આદર્શ અભિપ્રેત નથી. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રના…

વધુ વાંચો >

વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી)

વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) ઉચ્ચ શિક્ષણ માટેની તથા ડિગ્રી આપવાનો અધિકાર ધરાવતી સંસ્થા. વિશ્વવિદ્યાલયના નામે વિવિધ દેશોમાં જુદા જુદા સમયે જે સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં છે તેમનાં સ્વરૂપ, કાર્યક્ષેત્ર તથા કામગીરીમાં જે વૈવિધ્ય માલૂમ પડ્યું છે તેને નજર સમક્ષ રાખીએ તો વિશ્વવિદ્યાલયની કોઈ સર્વસામાન્ય કે સર્વગ્રાહી વ્યાખ્યા થઈ શકે તેમ નથી. યુરોપમાં યુનિવર્સિટીઓ…

વધુ વાંચો >