રમતગમત
સૉબર્સ ગારફિલ્ડ (સર)
સૉબર્સ, ગારફિલ્ડ (સર) (જ. 28 જુલાઈ 1936, બેલૅન્ડ, બ્રિજટાઉન, બાર્બાડોઝ, વેસ્ટ ઇન્ડીઝ) : વેસ્ટ ઇન્ડીઝના મહાન પૂર્વ ક્રિકેટર. જેમની ગણના વિશ્વના શ્રેષ્ઠ ડાબોડી બૅટ્સમૅન અને શ્રેષ્ઠ ઑલરાઉન્ડર તરીકે થાય છે. પિતાનું નામ સેન્ટ ઓબ્રન સૉબર્સ, જેઓ દરિયાઈ વ્યાપારી હતા ને યુદ્ધ દરમિયાન અવસાન પામ્યા પછી તેમની માતાએ પાંચ વર્ષની વયથી…
વધુ વાંચો >સ્કાઉટિંગ અને ગાઇડિંગ
સ્કાઉટિંગ અને ગાઇડિંગ : ભારત સહિત અનેક દેશોમાં શાખાઓ ધરાવતું સ્વૈચ્છિક સેવા અને જીવનઘડતર માટેનું સંગઠન. અવલોકન, સેવા અને બંધુત્વના પાયા ઉપર રચાયેલી અને ઘડાયેલી આ પ્રવૃત્તિની શરૂઆત યુદ્ધના મેદાન પર થઈ હતી. ઇંગ્લૅન્ડમાં જન્મેલા અને યુદ્ધના વાતાવરણ અને વ્યૂહરચનામાં મગ્ન રહેતા લૉર્ડ બૅડન પૉવેલે યુદ્ધની પરિસ્થિતિના અનુભવોમાંથી આ પ્રવૃત્તિનું…
વધુ વાંચો >સ્કિઇંગ
સ્કિઇંગ : પ્રાકૃતિક બરફનાં વિશાળ મેદાનોમાં વિશેષ રૂપે લપસવાની પશ્ચિમી રમત. ઈ. પૂ. 3000 વર્ષ પૂર્વે સ્કિઇંગનો ઉપયોગ સ્થળાંતર કરવા માટે કરવામાં આવતો હતો એવા ઉલ્લેખો નૉર્વે અને રશિયામાંથી મળી આવ્યા છે. 15મી અને 16મી સદીમાં ફિન્સ, નૉર્વેજિયનો, સ્વીડિશ તથા રશિયન સૈનિકટોળીઓના સ્કી-પ્રવાસોના ઉલ્લેખ પણ મળ્યા છે; પરંતુ રંજનાત્મક અને…
વધુ વાંચો >સ્કેટિંગ
સ્કેટિંગ : નાનાં પૈડાંવાળાં વિશેષ પગરખાં બાંધીને કઠણ ભૂમિ ઉપર સરકતાં ચાલવાની રમત. વર્તમાન ‘SKATE’ શબ્દ પ્રાચીન જર્મન શબ્દ SCHAKE (પગનું હાડકું) પરથી ઊતરી આવ્યો છે. લોખંડની શોધ થઈ તે પહેલાં (2,000 વર્ષ પહેલાં) હરણ, બળદ, રેન્ડિયર જેવાં પ્રાણીઓની પાંસળી અથવા પગના હાડકામાંથી સ્કેટ બનાવવામાં આવતા હતા તેવા પ્રકારની માહિતી…
વધુ વાંચો >સ્ક્વૉશ
સ્ક્વૉશ : બંધિયાર કોર્ટમાં રમાતી રૅકેટ અને બૉલની એક ખાસ રમત. રમતવીર દ્વારા દડો રમતમાં ચાલુ રહે અને પ્રતિસ્પર્ધીથી તેમ કરવાનું મુશ્કેલ બને તે રીતે આ રમત રમાય છે. આ રમતની શરૂઆત 1850માં ઇંગ્લૅન્ડની હેરો સ્કૂલમાં થઈ હતી. ‘રૅકેટ’ નામની રમતમાંથી સ્ક્વૉશની રમતનો ઉદભવ થયો હતો. લંડનની સ્કૂલોમાં, સામાજિક ક્લબોમાં…
વધુ વાંચો >સ્ટૅધૅમ બ્રિયાન
સ્ટૅધૅમ, બ્રિયાન (જ. 17 જૂન 1930, ગૉર્ટન મૅન્ચૅસ્ટર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ ખેલાડી. 1950ના દાયકામાં તેઓ ઇંગ્લૅન્ડ માટે ખૂબ ચોકસાઈપૂર્વકના ઝડપી ગોલંદાજ બની રહ્યા તેમજ ફ્રેન્ક ટાયસન તથા ફ્રેડ ટ્રુમૅન સાથે તેમની અતિખ્યાત ભાગીદારી બની રહી. અમુક ભાગની સીઝનમાં એક વખત તેમણે લૅન્કેશાયર માટે 37 વિકેટ ઝડપી હતી. તે પછી…
વધુ વાંચો >સ્ટ્રૂડવિક હર્બર્ટ
સ્ટ્રૂડવિક, હર્બર્ટ (જ. 28 જાન્યુઆરી 1880, મિચેમ, સરે, યુ.કે.; અ. 14 ફેબ્રુઆરી 1970, શૉરહૅમ, સસેક્સ, યુ.કે.) : જાણીતા આંગ્લ ક્રિકેટ-ખેલાડી અને તેમના જમાનાના અત્યંત ચપળ અને સર્વોત્તમ વિકેટ-કીપર. 1902માં તેમના સરે-પ્રવેશથી પ્રારંભ કરીને તેમણે વિક્રમરૂપ સંખ્યામાં વિકેટો ઝડપી. હર્બર્ટ સ્ટ્રૂડવિક તેમની પ્રથમ સમગ્ર સીઝન તેમણે ઝડપેલી 91 વિકેટ એક વિક્રમ…
વધુ વાંચો >સ્નૂકર-1
સ્નૂકર-1 : પશ્ચિમમાં વિકસેલી દડાની એક રમત. તે બહુ ખર્ચાળ હોય છે. સ્નૂકરની રમત ખાનાવાળા બિલિયર્ડ્ઝ ટેબલ ઉપર રમાય છે. સ્નૂકરની રમતમાં કુલ 22 દડાઓનો ઉપયોગ કરાય છે. ભાગ લેનાર ખેલાડી દડાઓને ખાનામાં નાખીને ગુણ મેળવે છે. સ્નૂકરની રમત સિંગલ્સ, ડબલ્સ તેમજ ટીમો વચ્ચે પણ રમાય છે. ટેબલ : લંબાઈ…
વધુ વાંચો >સ્નેલ પીટર
સ્નેલ, પીટર : ન્યૂઝીલૅન્ડના મહાન દોડવીર. તેઓએ 800 મીટર દોડ 1 મિનિટ અને 44.3 સેકન્ડમાં, 1,000 મીટર દોડ 2 મિનિટ અને 16.6 સેકન્ડમાં, 880 વાર દોડ 1 મિનિટ અને 45.1 સેકન્ડમાં તથા 1 માઈલની દોડ 3 મિનિટ અને 54.1 સેક્ધડમાં પૂર્ણ કરી ચાર ‘વિશ્વરેકૉર્ડ’ પ્રસ્થાપિત કર્યા હતા, જે અકલ્પ્ય સિદ્ધિ…
વધુ વાંચો >સ્નૉ જૉન
સ્નૉ, જૉન (જ. 13 ઑક્ટોબર 1941, પોપલટન, વૉર્સ્ટશાયર, યુ.કે.) : જાણીતા આંગ્લ ક્રિકેટ-ખેલાડી અને ટોચના ઝડપી ગોલંદાજ. 1965માં તેમણે ઇંગ્લૅન્ડની ટીમમાં પ્રવેશ કર્યો. તેમની ગોલંદાજી સરળ તથા ઊંચા સ્તરની હતી અને તેમાંથી સાચી ઝડપ પ્રગટ થતી. બૅટિંગમાં ક્યારેક પૂંછડિયા ખેલાડી તરીકે તેઓ ઉપયોગી બની રહેતા; 1966માં તેમણે વેસ્ટ ઇંડિઝ સામે…
વધુ વાંચો >