રમતગમત
સટક્લિફ હર્બર્ટ
સટક્લિફ હર્બર્ટ (જ. 24 નવેમ્બર 1894, સમરબ્રિજ, હૅરોગૅટ, યૉર્કશાયર, યુ.કે.; અ. 22 જાન્યુઆરી 1978, ક્રૉસહિલ્સ, યૉર્કશાયર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. દેહયદૃષ્ટિ ધરાવતા આ આકર્ષક ખેલાડી અત્યંત આધારભૂત ખેલાડી હતા અને થોકબંધ રન કરી શકતા, તેમણે ઇંગ્લૅન્ડ માટે જૅક હૉબ્સ સાથે અને યૉર્કશાયર માટે પર્સી હૉલ્મ સાથે કેટલીક યાદગાર ઑપનિંગ ભાગીદારી…
વધુ વાંચો >સતપાલ
સતપાલ (જ. 10 ડિસેમ્બર 1956, બવાના, દિલ્હી) : ભારતના ઑલિમ્પિક તથા કુસ્તીના ખેલાડી. જન્મ સામાન્ય કુટુંબમાં થયો હતો. પિતાનું નામ હુકમસિંઘ. તેમણે કુસ્તીક્ષેત્રે મોટી પ્રગતિ કરી. તેમને નાનપણથી જ કુસ્તીમાં રસ હતો. 1973માં વેલ્ટર વેઇટમાં, 1974માં મિડલ વેઇટમાં તથા 1978થી 1980 સુધી હેવી વેઇટમાં કુસ્તીની અંદર ‘રાષ્ટ્રીય ચૅમ્પિયન’ રહ્યા. તેમણે…
વધુ વાંચો >સતીશ મોહન
સતીશ મોહન : બિલિયર્ડના આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી. ભારતમાં બિલિયર્ડની રમત આમજનતાની રમત ન હોવા છતાં પણ ભારતે બિલિયર્ડમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ ખેલાડીઓ રમતગમતની દુનિયાને આપ્યા છે, તેમાંના એક તે સતીશ મોહન. સતીશ મોહન 1970થી 1973 સુધી સતત ચાર વર્ષ બિલિયર્ડમાં ‘રાષ્ટ્રીય ચૅમ્પિયન’ રહ્યા હતા. સતત ચાર વર્ષ સુધી ‘રાષ્ટ્રીય…
વધુ વાંચો >સરદાર પટેલ ઍવૉર્ડ
સરદાર પટેલ ઍવૉર્ડ : ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને અપાતો જૂનામાં જૂનો ઍવૉર્ડ. ખેલાડીઓને પ્રેરણા મળે તે દૃષ્ટિથી આ ઍવૉર્ડ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે સાંકળવામાં આવ્યો છે. જ્યારે રાજ્યનો કોઈ ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે ત્યારે તેની આ ઍવૉર્ડ માટે પસંદગી થાય…
વધુ વાંચો >સરદાર પટેલ સ્ટેડિયમ
સરદાર પટેલ સ્ટેડિયમ : ભારતનાં સારા ગણાતાં સ્ટેડિયોમાંનું એક. ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં આવેલું છે. તેની સ્થાપના અમદાવાદ મહાનગરપાલિકા તથા અમદાવાદ ક્રિકેટ મંડળના સંયુક્ત પ્રયાસોથી લાંબી અવધિના ક્રમિક વિકાસપૂર્વક થઈ. સ્વતંત્રતા પૂર્વે દેશમાં ક્રિકેટની રમતમાં નજીવી રુચિ હતી. સ્વતંત્રતા સાથે ભારતે પશ્ચિમી સંસ્કૃતિના વિકાસનો માર્ગ પસંદ કર્યો. પરદેશોની ક્રિકેટ-ટુકડીઓ આવતી થઈ.…
વધુ વાંચો >સરદેસાઈ, દિલીપ
સરદેસાઈ, દિલીપ (જ. 8 ઑગસ્ટ 1940, ગોવા) : ભારતીય ક્રિકેટ-ખેલાડી. તેમણે ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યો અને ત્યાં જ રહેવાનું રાખ્યું હતું. એ રીતે તેમણે મુંબઈ રાજ્ય વતી ક્રિકેટ રમવાની શરૂઆત કરી. તેઓ બૅટ્સમૅન ઉપરાંત કુશળ રાઇટ-આર્મ-ઑફ-સ્પિન બૉલર પણ હતા. તેમણે ટેસ્ટમૅચ રમવાની શરૂઆત 1 ડિસેમ્બર 1961ના રોજ ઇંગ્લૅન્ડ સામે…
વધુ વાંચો >સરફરાઝ, નવાઝ
સરફરાઝ, નવાઝ (જ. 1 ડિસેમ્બર 1948, લાહોર) : પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી. તેઓ ફાસ્ટ મીડિયમ ગોલંદાજ તરીકે આક્રમક અને શક્તિશાળી ખેલાડી હતા. 1970ના દાયકા દરમિયાન તેઓ પાકિસ્તાનના ઉત્તમ ગોલંદાજ બની રહ્યા. તેમની ઊંચાઈ 1.90 મી. હતી અને તેઓ બૉલને બંને બાજુએ સીમ અને સ્વિંગ કરી શકતા. પૂંછડિયા ખેલાડી તરીકે તેઓ ઝમકદાર…
વધુ વાંચો >સરવટે, સી. ટી.
સરવટે, સી. ટી. (જ. 22 જુલાઈ 1920, સાગર – મહાકોશલ (મધ્યપ્રદેશ); અ. 23 ડિસેમ્બર 2003, ઇંદોર-મધ્યપ્રદેશ) : ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમના પૂર્વ ઑલ રાઉન્ડર; સલામી બલ્લેબાજ; રાષ્ટ્રીય સ્તરની સિનિયર અને જુનિયર ટીમોની પસંદગી સમિતિના પૂર્વ સભ્ય; આકાશવાણી તથા દૂરદર્શન પર ટેસ્ટ શ્રેણીઓના પૂર્વ કૉમેન્ટેટર; ક્રિકટ-સમીક્ષક તથા જાણીતા હસ્તાક્ષર-નિષ્ણાત. આખું નામ…
વધુ વાંચો >સરૈયા સુરેશ
સરૈયા સુરેશ (જ. 20 જૂન 1936, મુંબઈ) : ભારતના પણ વિશ્વસ્તર પર નામના મેળવી ચૂકેલા ક્રિકેટ-કૉમેન્ટેટર. આખું નામ સુરેશ પુરુષોત્તમદાસ સરૈયા. આજે ક્રિકેટ કે અન્ય રમતોનું ટેલિવિઝન પર થતું ‘જીવંત પ્રસારણ’ પહેલાંના સમયમાં અસ્તિત્વમાં નહોતું ત્યારે રમતપ્રેમીઓ રેડિયોના તથા દૂરદર્શનના માધ્યમ દ્વારા ક્રિકેટ મૅચોની પ્રસારિત થતી બૉલ-ટુ-બૉલ અંગ્રેજી રનિંગ કૉમેન્ટરી…
વધુ વાંચો >સર્ચ કૉનેલિયા
સર્ચ કૉનેલિયા (જ. 23 ઑક્ટોબર 1966, જેના, જર્મની) : તરણનાં જર્મનીનાં મહિલા ખેલાડી. 1982માં પ્રથમ વિશ્વવિજયપદકનાં વિજેતા બન્યાં ત્યારે તેઓ કેવળ 15 વર્ષનાં હતાં. 200 મીટર બૅકસ્ટ્રોકની સ્પર્ધામાં તેઓ તેમની પછીના સ્પર્ધકથી 5 સેકન્ડ આગળ નીકળી ગયાં હતાં. તેમનો એ વિશ્વવિક્રમ 2 : 09.91નો હતો. ફરીથી તેઓ આ સમય પાર…
વધુ વાંચો >