રમતગમત

વૉલ્ટર્સ, કેવિન ડગ્લાસ

વૉલ્ટર્સ, કેવિન ડગ્લાસ (જ. 21 ડિસેમ્બર 1945; ડંગૉગ, ન્યૂ સાઉથ વેલ્સ) : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ખેલાડી. કઠણ (hard) વિકેટ પર તેઓ એક તેજસ્વી બૅટધર નીવડ્યા હતા; પણ સામાન્ય રીતે તેઓ ઇંગ્લૅન્ડના પ્રવાસો દરમિયાન બહુધા નિષ્ફળ નીવડ્યા હતા, કારણ કે તેમની તકનીક કંઈક વાંધાજનક હતી. ધીમી પિચ પર પણ તેમની રમત શંકાસ્પદ નીવડી…

વધુ વાંચો >

વૉલ્શ, કર્ટની ઍન્ડ્રૂ

વૉલ્શ, કર્ટની ઍન્ડ્રૂ (જ. 30 ઑક્ટોબર 1962, કિંગસ્ટન, જમૈકા, વેસ્ટ ઇન્ડિઝ) : વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ પંક્તિના જમણેરી ઝડપી ગોલંદાજ. 1980ના દાયકામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં તેઓ દાખલ થયા હતા અને વર્ષ 2001 સુધી પોતાના દેશ વતી ટેસ્ટ-મૅચોમાં અને એક-દિવસીય મૅચોમાં ગોલંદાજ તરીકે રમતા રહ્યા, જે દરમિયાન મેળવેલ સિદ્ધિઓને કારણે ક્રિકેટના ત્યાં…

વધુ વાંચો >

વૉશબ્રૂક, સિરિલ

વૉશબ્રૂક, સિરિલ (જ. 6 ડિસેમ્બર 1914, બૅરો, કિલથ્રો, લૅન્કેશાયર, યુ.કે.; અ. 27 એપ્રિલ 1999, સેલ, ચેશાયર, યુ.કે.) : ઇંગ્લૅન્ડનો સલામી બલ્લેબાજ તથા કપ્તાન. બ્રિજનૉર્થ ગ્રામર સ્કૂલમાં ઉંમરના 18 વર્ષ સુધી (1933) રહ્યા પછી તેઓ લૅન્કેશાયર પરગણાની ક્લબમાં જોડાયા અને બે વર્ષ બાદ 1935માં તે ક્લબમાં કાયમી ખેલાડી તરીકે પ્રસ્થાપિત થયા.…

વધુ વાંચો >

વૉ, સ્ટીવ

વૉ, સ્ટીવ (જ. 2 જૂન 1965, કૅન્ટરબરી, સિડની, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ-ખેલાડી, જમણેરી બલ્લેબાજ, જમણેરી મધ્યમગતિ ગોલંદાજ તથા ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ-ટીમના પૂર્વ સુકાની. આખું નામ સ્ટિફન રોજર વૉ. તેમના ભાઈ ડી.પી.વૉ તથા જોડિયા ભાઈ માર્ક વૉ પણ સારા ક્રિકેટ-ખેલાડી હતા. તેમણે તેમની પાંચ-દિવસીય ટેસ્ટ-કારકિર્દીની શરૂઆત ડિસેમ્બર, 1985માં મેલબૉર્ન ખાતે રમાયેલી ભારત…

વધુ વાંચો >

વ્યાયામ

વ્યાયામ : શરીરનાં સૌષ્ઠવ તથા બળમાં વૃદ્ધિ કરનારી વિવિધ પ્રકારની કસરતો અને શરીરનાં હલનચલનો. સજીવ સૃદૃષ્ટિમાં તે સર્વત્ર જોવા મળે છે. પંખીઓ ઊડાઊડ કરે છે. ગાય, વાછરડાં કૂદાકૂદ કરે છે. કૂતરાં ગેલ કરે છે. બકરીનાં બચ્ચાં માથાં અથડાવીને રમે છે. વાંદરાનાં બચ્ચાંઓ ઝાડની ડાળીએ ડાળીએ ઊછળકૂદ કરે છે. ખિસકોલીઓ એકબીજીને…

વધુ વાંચો >

વ્લાસૉવ યુર્લી

વ્લાસૉવ યુર્લી (જ. 5 ડિસેમ્બર 1935, મૅકેયેવકા, ડૉન્તસ્ક, ઑબબલ્સટ, ઈસ્ટ યુક્રેન સોવિયેટ રાજ્ય યુ.એસ.એસ.આર.) : રશિયાના વેઇટલિફ્ટિંગના ખેલાડી. તેઓ ‘ધ વર્લ્ડ્ઝ સ્ટ્રૉન્ગેસ્ટ મૅન’નું બિરુદ પામ્યા હતા. સુપર હેવી-વેટ લિફ્ટિંગમાં સોવિયેટ ચૅમ્પિયન તરીકે લાંબી કારકિર્દી સ્થાપી. 1959માં તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા. તેમણે યુરોપિયન તેમજ વિશ્વવિજયપદકો મેળવ્યા અને 1961-67ના 3 વિશેષ વિશ્વવિજયપદકો…

વધુ વાંચો >

શરીર-સૌષ્ઠવ

શરીર–સૌષ્ઠવ : કેવળ શોખ, સ્વાસ્થ્ય કે સ્પર્ધાના હેતુથી સુષ્ઠુ-ઘાટીલું શરીર વિકસાવવાનો વ્યાયામ તથા તેનાથી પ્રાપ્ત શરીર-સૌન્દર્ય. શરીર-સૌષ્ઠવનો આધાર સુગ્રથિત સ્નાયુવિકાસ ઉપર છે. તે માટે ભારોત્તોલન દ્વારા સ્નાયુઓને વ્યાયામ આપવામાં આવે છે. શરીરના હાથ, પગ, છાતી, પેટ, પીઠ અને ગળાના વિવિધ સ્નાયુઓ માટે વિવિધ પદ્ધતિનો વ્યાયામ કરવામાં આવે છે. પ્રારંભે હળવો…

વધુ વાંચો >

શર્મા, રોહિત

શર્મા, રોહિત (જ. 30 એપ્રિલ 1987, નાગપુર) : જમણા હાથે બૅટિંગ કરતા અને વર્ષ 2022થી ભારતીય ટીમના ક્રિકેટના ત્રણેય વિભાગના સુકાની. પિતાનું નામ ગુરુનાથ શર્મા. માતાનું નામ પૂર્ણિમા શર્મા. રોહિત શર્મા એક અત્યંત સાધારણ કુટુંબમાં જન્મી પિતાની મહેનતથી ક્રિકેટમાં ટોચના સ્થાને પહોંચ્યા છે. મુંબઈના ડોંબીવલી વિસ્તારમાં માત્ર એક રૂમના મકાનમાં…

વધુ વાંચો >

શારીરિક શિક્ષણ

શારીરિક શિક્ષણ : શરીરનાં વિવિધ તંત્રો તથા પાંચ કર્મેન્દ્રિયોને પૂરી ક્ષમતાથી કામ કરે તે રીતે તૈયાર કરવા જે શિક્ષણ અપાય છે તે. શારીરિક શિક્ષણનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. પ્રાચીન શિક્ષણશાસ્ત્રીઓએ એ સ્વીકાર્યું કે ‘શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્’ – ધર્મ એટલે જીવન જીવવાની શ્રેષ્ઠ પદ્ધતિ, તે માટેનું પ્રથમ સાધન શરીર છે. સ્વસ્થ…

વધુ વાંચો >

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, અમદાવાદ

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, અમદાવાદ (જી. બી. પટેલ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, હાથીજણ) : ગુજરાતની એક નોંધપાત્ર વ્યાયામશિક્ષણ શાળા. ભારતની આઝાદી માટે ગુજરાતમાં જનજાગૃતિ પેદા કરનારા પુરાણીબંધુઓ છોટુભાઈ અને અંબુભાઈએ અમદાવાદમાં ચાલતી વ્યાયામશાળાઓના કાર્યકર્તાઓને ખાડિયા જૂની પોલીસ ચોકી પાસે એકત્ર કર્યા. ત્યાં જ મકાન ભાડે રાખીને સમસ્ત અમદાવાદ શહેરમાં ચાલતી વ્યાયામ-પ્રવૃત્તિઓને…

વધુ વાંચો >