વૉરોબ્યેવ આર્કેડલી (. 3 ઑક્ટોબર 1924, મૉર્ડૉવો, રશિયા) : રશિયાના વેઇટલિફ્ટિંગના ખેલાડી. તેઓ 1956 અને 1960માં 90 કિગ્રા.ના વર્ગમાં તે 3 ઑલિમ્પિક સુવર્ણચંદ્રકના અને 1952માં 82.5 કિગ્રા.ના વર્ગમાં કાંસ્યચંદ્રકના વિજેતા બન્યા. 1953માં 82.5 કિગ્રા.ના વર્ગમાં, 1954-55માં અને 1957-58માં 90 કિગ્રા.ના વર્ગમાં વિશ્વચૅમ્પિયન બન્યા. 1950થી 1960 દરમિયાન તેમણે 18 વિશ્વવિક્રમ સ્થાપ્યા. નિવૃત્તિ પછી તેઓ ડૉક્ટર બન્યા અને અનેક પાઠ્યપુસ્તકો લખ્યાં.

મહેશ ચોકસી