રમતગમત
બ્લૅન્કર્ન-કૉન, ફેની
બ્લૅન્કર્ન-કૉન, ફેની (જ. 1918, ઍર્મ્સ્ટડડેમ) : જાણીતાં રમતવીર. 1948માં વિશ્વ ઑલિમ્પિક રમતોમાં તેઓ મહિલાઓ માટેની સ્પર્ધાઓમાં ખૂબ ઝળકી ઊઠ્યાં અને 4 સુવર્ણચન્દ્રકોનાં વિજેતા બન્યાં. તેમને જેમાં વિજય મળ્યો તે રમતસ્પર્ધાઓમાં 100 મી. અને 200 મી. દોડ, 80 મી.ની વિઘ્ન-દોડ અને 4 x 100 મી.ની રીલે દોડનો સમાવેશ થાય છે. મહેશ…
વધુ વાંચો >બ્લૉંડી, ચાર્લ્સ
બ્લૉંડી, ચાર્લ્સ (જ. 1824, હેઝડિન, ફ્રાન્સ; અ. 1897) : અંગકસરતના સાહસિક ખેલાડી. ચુસ્ત બાંધેલા જાડા તાર પર ચાલવાના પ્રયોગ માટે તેઓ બહુ જાણીતા બન્યા હતા. આવા ચુસ્ત બાંધેલા તાર પર તેમણે 1859માં નાયગ્રા ધોધ પાર કર્યો હતો. પછી ક્યારેક આંખે પાટા બાંધીને, ક્યારેક ઠેલણગાડી સાથે, ક્યારેક પોતાની પીઠ પર અન્ય…
વધુ વાંચો >બ્વેનો, મૅરિયા
બ્વેનો, મૅરિયા (જ. 1939, સાઓ પાઉલો, બ્રાઝિલ) : ટેનિસનાં જાણીતાં મહિલાખેલાડી. 1959, 1960 અને 1964માં વિમ્બલડન ખાતે વિજેતા બન્યાં. 4 વખત તેઓ અમેરિકાનાં ચૅમ્પિયન બન્યાં હતાં. અમેરિકન ખેલાડી ડાર્લેન હાર્ડ સાથે, તેઓ વિમ્બલડન ડબલ્સનું પદક 5 વાર જીત્યાં અને અમેરિકાના ડબલ્સમાં 4 વાર વિજેતા બન્યાં. ઉચ્ચ કક્ષાનાં ટેનિસ-ખેલાડી હોવા છતાં,…
વધુ વાંચો >ભગત, કૃત્તિકા કેશવલાલ
ભગત, કૃત્તિકા કેશવલાલ (જ. 3 સપ્ટેમ્બર 1983, સૂરત, ગુજરાત) : ગુજરાતનાં તરણસ્પર્ધક. ગાંધીનગર ખાતે સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ઉચ્ચ અભ્યાસ. 8 વર્ષની નાની વયથી જ સ્પૉટર્સ ઑથોરિટી ઑવ્ ગુજરાત તરફથી તેમને તાલીમ-માર્ગદર્શન મળેલ. 1997માં ચેન્નાઈ ખાતે યોજાયેલ 22મી રાષ્ટ્રીય મહિલા તરણસ્પર્ધા 4 × 100 ફ્રીસ્ટાઇલ રિલે અને 4 × 100 મિડલે રિલેમાં વિજેતા…
વધુ વાંચો >ભાકર, મનુ
ભાકર, મનુ (જ. 18 ફેબ્રુઆરી 2002, ગોરિયા, હરિયાણા) : ઑલિમ્પિક રમતોમાં બે ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા નિશાનેબાજ. જન્મ જાટ પરિવારમાં. પિતા રામકિશન મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર અને માતા સુમેધા શાળામાં શિક્ષક. મનુએ ઝજ્જરની યુનિવર્સલ પબ્લિક સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. એ પછી દિલ્હીની શ્રીરામ કૉલેજ ફોર વિમેનમાંથી રાજનીતિવિજ્ઞાન(Political Science)માં ઑનર્સની…
વધુ વાંચો >ભાટિયા, બલબીરસિંહ
ભાટિયા, બલબીરસિંહ (જ. 31 ઑગસ્ટ 1935) : ભારોત્તોલનના ભારતના સર્વશ્રેષ્ઠ સ્પર્ધક. 1958થી સતત 13 વર્ષ સુધી તેમણે રાષ્ટ્રીય વિજેતાપદ જાળવી રાખ્યું હતું. તેમણે 37 વાર પોતાનો જ વિક્રમ આંબ્યો અને તે સમયે 422.5 કિલો વજન ઊંચક્યું હતું. દિલ્હીમાં અભ્યાસ કરનાર બલબીરસિંહને નાની વયથી જ ભારોત્તોલનમાં રસ હતો. 1970માં બૅંગકૉકમાં આયોજિત…
વધુ વાંચો >ભારતીય મહિલા હોકી ટીમ
ભારતીય મહિલા હોકી ટીમ : ફિલ્ડ હોકીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતી મહિલાઓની ટીમ. ભારતની મહિલા હોકી ટીમ જુલાઈ-2023માં વર્લ્ડ રેન્કિંગમાં આઠમા ક્રમે હતી. સર્વોચ્ચ રેન્કિંગ છઠ્ઠું હતું, જે 2022ના જૂનમાં હાંસલ કર્યું હતું. મહિલા હોકીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 1953માં સ્કોટલેન્ડ સામે રમાઈ હતી. એ મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો…
વધુ વાંચો >ભાર્ગવ, પ્રતીક
ભાર્ગવ, પ્રતીક (જ. 13 ફેબ્રુઆરી 1979, સૂરત, ગુજરાત) : દક્ષિણ ગુજરાતના આશાસ્પદ યુવા-તરણસ્પર્ધક. તે ગુજરાત રાજ્યના 1997–98ના વર્ષના પ્રતિષ્ઠિત ‘સરદાર પટેલ ઍવૉર્ડ’ના વિજેતા છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાંથી બી. કૉમ. થયા બાદ હાલ (2001) તે એમ. બી. એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. રાષ્ટ્ર, રાજ્ય તથા યુનિવર્સિટી કક્ષાની તરણસ્પર્ધામાં ભાગ…
વધુ વાંચો >ભાર્ગવ, પ્રમીત
ભાર્ગવ, પ્રમીત (જ. 21 ઑક્ટોબર 1982, સૂરત, ગુજરાત) : ગુજરાતના 19 વર્ષીય યુવા-તરણ-સ્પર્ધક. તેમને ગુજરાત સીનિયર તરણ ચૅમ્પિયનશિપના 1997, 1999 અને 2000ના વર્ષના એવૉર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ગુજરાત એસ. એસ. સી. બૉર્ડના બારમા ધોરણમાં ઉત્તીર્ણ થયા બાદ તે હાલ (2001) દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બી. કૉમ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ…
વધુ વાંચો >ભાલાફેંક
ભાલાફેંક : એક રમત. શિકાર કરવા માટે અને યુદ્ધ લડવા માટે ભાલાનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો રહ્યો છે. જ્યારે પ્રાચીન ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી ત્યારે પાંચ રમતોના સમૂહ(પેન્ટૅથ્લૉન)માં ભાલાફેંકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ફીરકી લઈને ભાલા ફેંકવાની છૂટ હતી, પણ આ રીતે ફેંકવાની રીત જોખમી જણાતાં આંતરરાષ્ટ્રીય ખેલકૂદ ફેડરેશને…
વધુ વાંચો >