રક્ષા મ. વ્યાસ
લિટવિનૉવ, મૅક્સિમ માક્સિમૉવિચ
લિટવિનૉવ, મૅક્સિમ માક્સિમૉવિચ (જ. 17 જુલાઈ 1876, બિયાલિસ્ટોક, પોલૅન્ડ; અ. 31 ડિસેમ્બર 1951, મૉસ્કો) : સોવિયેત મુત્સદ્દી, વિદેશખાતાના વડા અને નિ:શસ્ત્રીકરણની નીતિના સમર્થક. તેમનું મૂળ નામ મીર વાલેચ હતું અને રશિયન પોલૅન્ડના યહૂદી હતા. કારકિર્દીના પ્રારંભે તેમણે રશિયન શાહી સૈન્યમાં સેવાઓ આપવાની પસંદગી દર્શાવી. તે દરમિયાન માર્કસવાદથી પ્રભાવિત થયા અને…
વધુ વાંચો >લિપમૅન, વૉલ્ટર
લિપમૅન, વૉલ્ટર (જ. 23 સપ્ટેમ્બર 1889, ન્યૂયૉર્ક શહેર; અ. 14 ડિસેમ્બર 1974, ન્યૂયૉર્ક શહેર) : વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ ધરાવનાર અમેરિકન પત્રકાર અને રાજકીય લેખક. તેમણે હાર્વર્ડમાં અભ્યાસ કર્યો અને 1909માં સ્નાતક થયા. અભ્યાસકાળ દરમિયાન વિલિયમ જેમ્સ અને જ્યૉર્જ સાંતાયાના જેવા ચિંતકોના ચિંતનથી તેઓ પ્રભાવિત થયા હતા. પત્રકારત્વના ક્ષેત્રમાં તેમણે કારકિર્દીનો આરંભ…
વધુ વાંચો >લિપ્સેટ, સિમોર માર્ટિન
લિપ્સેટ, સિમોર માર્ટિન (જ. 18 માર્ચ 1922, ન્યૂયૉર્ક શહેર; અ. 31 ડિસેમ્બર 2006, આરલિંગ્ટન) : અમેરિકન સમાજશાસ્ત્રી અને રાજકીય સિદ્ધાંતોના અભ્યાસી. તેમણે અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં અધ્યાપનકાર્ય કરેલું. પ્રારંભે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં બર્કલી ખાતે (1948–50 અને 1956–66), ત્યારબાદ કોલંબિયા યુનિવર્સિટીમાં (1950–56) અને અંતિમ ચરણમાં સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીમાં (1975થી) અધ્યાપનકાર્ય કર્યું હતું. લોકશાહીની…
વધુ વાંચો >લિબિયા
લિબિયા : ઉત્તર આફ્રિકામાં ભૂમધ્ય સમુદ્રકાંઠે આવેલો આરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 20° ઉ. અ.થી 33° ઉ. અ. તથા 10° પૂ. રે.થી 25° પૂ. રે. વચ્ચેનો 17,59,540 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ –પશ્ચિમ અંતર 1,690 કિમી. અને ઉત્તર–દક્ષિણ અંતર 1,497 કિમી. જેટલું છે તથા તેને…
વધુ વાંચો >લિબ્નેક્ટ કાર્લ
લિબ્નેક્ટ, કાર્લ (જ. 13 ઑગસ્ટ 1871, લાઇપઝિગ; અ. 15 જાન્યુઆરી 1919, બર્લિન) : જર્મન સમાજવાદી અને ઉત્ક્રાંતિવાદી લોકશાહી સમાજવાદના પ્રણેતા. તેમના પિતા વિલ્હેલ્મ લિબ્નેક્ટ સમાજવાદી વિચારસરણી ધરાવતા હતા અને 19મી સદીના અંતભાગમાં તથા 20મી સદીના પ્રારંભે આ પરિવારે સમાજવાદના વિકાસમાં તથા સામાજિક જીવનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તેમના પિતા ઇંગ્લૅન્ડમાં…
વધુ વાંચો >લિબ્નેક્ટ, વિલ્હેલ્મ
લિબ્નેક્ટ, વિલ્હેલ્મ (જ. 29 માર્ચ 1826, ગીસન (Giessen), હેસ; અ. 7 ઑગસ્ટ 1900, બર્લિન) : જર્મન સમાજવાદી અને કાર્લ માર્કસના નજીકના સાથી તેમજ જર્મન સોશિયલ ડેમોક્રૅટિક પાર્ટીના સ્થાપક. તેમની બાળવયે પિતાનું અવસાન થયું હતું. તેમણે ગીસન યુનિવર્સિટી અને બર્લિન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો તથા ફ્રેન્ચ સમાજવાદી ચિંતનમાં રસ કેળવ્યો. તેમને સ્વિટ્ઝર્લૅન્ડની…
વધુ વાંચો >લિમિટ્સ ટુ ગ્રોથ ધ
લિમિટ્સ ટુ ગ્રોથ, ધ : વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, વ્યાપારીઓ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વહીવટકર્તાઓ, રાષ્ટ્રોના વર્તમાન વડાઓ તથા પૂર્વ વડાઓના બનેલા વૈશ્વિક સંગઠન ક્લબ ઑવ્ રોમ દ્વારા 1972માં પ્રકાશિત કરવામાં આવેલ વિવાદાસ્પદ અહેવાલ. ઉપર્યુક્ત અહેવાલની કેન્દ્રસ્થ રજૂઆત એ હતી કે જે પ્રમાણમાં અને જે ગતિએ વૈશ્વિક સ્તર પર પ્રાકૃતિક સાધનોનો અતિરેકભર્યો ઉપયોગ…
વધુ વાંચો >લિયુ શાઓ ચી
લિયુ શાઓ ચી (જ. 1898, ચીનશાન, હુનાન પ્રાંત, ચીન; અ. 12 નવેમ્બર 1969, કાઈ-ફગ, હુનાન પ્રાંત) : ચીનના સામ્યવાદી પક્ષના પ્રથમ હરોળના નેતા અને માઓ-ત્સે-તુંગના અનુગામી. સમૃદ્ધ ખેડૂત પિતાના તેઓ સૌથી નાના પુત્ર હતા. ચાંગસા અને શાંઘાઈમાં અભ્યાસ કરી શાંઘાઈમાં હતા ત્યારે તેઓ 1920માં સોશ્યલિસ્ટ યૂથ સોસાયટીમાં જોડાયા. 1921માં મૉસ્કો…
વધુ વાંચો >લિંકન, અબ્રાહમ
લિંકન, અબ્રાહમ (જ. 12 ફેબ્રુઆરી 1809, હોજેનવિલે, કેન્ટુકી રાજ્ય, અમેરિકા; અ. 15 એપ્રિલ 1865, વૉશિંગ્ટન ડી. સી., અમેરિકા) : અમેરિકાના તારણહાર, ગુલામોના મુક્તિદાતા, પ્રખર માનવતાવાદી અને તે દેશના 16મા પ્રમુખ. પિતા ટૉમસ લિંકન અને માતા નાન્સી હૅન્ક્સ લિંકન અત્યંત ગરીબીમાં પરિવારનું ભરણપોષણ કરતાં હતાં. વર્જિનિયા રાજ્યમાં સ્થિર થયેલાં આ પતિ-પત્ની…
વધુ વાંચો >લિંગ્દોહ, જેમ્સ માઇકલ
લિંગ્દોહ, જેમ્સ માઇકલ (જ. 8 ફેબ્રુઆરી 1939, શિલોંગ, મેઘાલય, ભારત) : ભારતના ચૂંટણીપંચના અધ્યક્ષ. વિદ્યાર્થી તરીકે તેજસ્વી કારકિર્દી ધરાવનાર જેમ્સ લિંગ્દોહે ભારતમાંથી અનુસ્નાતક પદવી મેળવી થોડો સમય પ્રિન્સટન યુનિવર્સિટીમાં અને પછી હાર્વર્ડ યુનિવર્સિટીની કૅનેડી સ્કૂલ ઑવ્ ગવર્નમેન્ટમાં અભ્યાસ કર્યો. ફ્રેન્ચ અને જર્મન તથા અન્ય ભાષાઓ તેઓ અસ્ખલિત રીતે લખી, વાંચી…
વધુ વાંચો >