રક્ષા મ. વ્યાસ
રામ્ફાલ, શ્રીદથ સુરેન્દ્રનાથ (સર)
રામ્ફાલ, શ્રીદથ સુરેન્દ્રનાથ (સર) (જ. 1928, ગિયાના) : ગિયાનાના રાજકારણી. સોની રામ્ફાલ તરીકે તેઓ જાણીતા બન્યા હતા. વ્યવસાય વકીલાતનો. જોકે મુત્સદ્દી તરીકે વિશેષ જાણીતા છે. લંડનની કિંગ્ઝ કૉલેજમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1951માં વકીલાતનો પ્રારંભ કર્યો. તે પછી ગિયાનામાં પાછા ફરી 1952થી વિવિધ સ્તરે જવાબદારીભર્યાં રાજકીય સ્થાનો શોભાવ્યાં. 1972માં ગિયાનાના…
વધુ વાંચો >રાવ, સી. રાજેશ્વર
રાવ, સી. રાજેશ્વર (જ. 6 જૂન 1914, મંગલપુરમ્; અ. 9 એપ્રિલ 1994) : ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા. પિતા સુબૈયા અને માતા રંગામ્મા. જૂન 1950માં રણદિવેને સ્થાને તેમને ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી બનાવવામાં આવ્યા. જોકે આ હોદ્દા પરથી 1951માં તેમણે રાજીનામું આપ્યું હતું. ભારતીય ખેતમજૂર યુનિયનના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે…
વધુ વાંચો >રાષ્ટ્રનિર્માણ
રાષ્ટ્રનિર્માણ : સંકીર્ણ ભાવનાઓ ત્યજી બૃહત સ્તરે રચાતું રાષ્ટ્રીય જોડાણ. રાષ્ટ્રનિર્માણ એટલે નવા રાજ્ય કે રાષ્ટ્રનો જન્મ નહીં, પરંતુ વિવિધ વર્ગો જૂથો કે લોકો વચ્ચે પ્રવર્તતી સાંકડી રાષ્ટ્રીય લાગણીઓ ત્યાગી સમાજના તમામ વર્ગો, વિભાગો અને સ્તરો દેશની એકતાના મુખ્ય પ્રવાહમાં જોડાય તેવા પ્રયાસો. અહીં બે પ્રક્રિયાઓ એકસાથે ચાલે છે. એક…
વધુ વાંચો >રિબેન્ટ્રોપ, જોઆકિમ ફોન
રિબેન્ટ્રોપ, જોઆકિમ ફોન (જ. 30 એપ્રિલ 1893, વેઝલ જર્મની; અ. 16 ઑક્ટોબર 1946, નુરેમ્બર્ગ) : જર્મન નાઝી રાજકારણી અને મુત્સદ્દી. પિતા લશ્કરી અધિકારી હતા. દૂરના સગાએ તેમને દત્તક લીધા હોવાથી ‘ફોન’ અટક સાંપડી હતી. શાલેય અને કૉલેજશિક્ષણ જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ અને કૅનેડા એમ વિવિધ દેશોમાં મેળવ્યું હોવાથી તેઓ અનેક…
વધુ વાંચો >રિયો સંધિ
રિયો સંધિ : પશ્ચિમ ગોળાર્ધના, અમેરિકા ખંડનાં રાજ્યો વચ્ચેનો પારસ્પરિક સલામતી માટેનો કરાર; જેમાં અમેરિકાનું સંયુક્ત રાજ્ય પણ જોડાયેલું હતું. 2 સપ્ટેમ્બર, 1947ના રોજ આ સંધિ અંગેના સહીસિક્કા બ્રાઝિલના મુખ્ય બંદર રિયો-ડી-જાનેરો ખાતે કરવામાં આવેલા, જેમાં પ્રારંભે કુલ 21 દક્ષિણ અમેરિકન પ્રજાસત્તાક રાજ્યો જોડાયાં હતાં. આ પ્રાદેશિક સંધિ વ્યાપક આંતરરાષ્ટ્રીય…
વધુ વાંચો >રિસર્ચ ઍન્ડ એનૅલિસિસ વિંગ (Research and Analysis Wing)
રિસર્ચ ઍન્ડ એનૅલિસિસ વિંગ (Research and Analysis Wing) : ભારત સરકારનું ગુપ્તચર-સંગઠન. ગુપ્તચર-વ્યવસાય વિશ્વનો પ્રાચીનતમ વ્યવસાય છે. પ્રાચીન ભારતમાં ગુપ્તચર-સંગઠનો દમન માટેનાં નહિ, પરંતુ શાસન-સંચાલન માટેનાં સાધન ગણાતાં હતાં અને ‘રાજાની આંખો સમાન’ હતાં. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આ અંગે વિગતસભર માહિતી અને પદ્ધતિઓનું વર્ણન ઉપલબ્ધ છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન પ્રથમ…
વધુ વાંચો >રીગન, રોનાલ્ડ વિલ્સન
રીગન, રોનાલ્ડ વિલ્સન (જ. 6 ફેબ્રુઆરી 1911, ટામપિકો, ઇલિનોઇસ) : અમેરિકાના ચાલીસમા પ્રમુખ અને જાણીતા ફિલ્મ-કલાકાર. પિતા જૅક રીગન અને માતા નેલે રીગન. તેમનો સમગ્ર ઉછેર શિકાગોની પશ્ચિમે આવેલા ડિકસન નગરમાં થયો હોવાથી તેઓ તેને જ વતન માનતા. વિવિધ રમતો એમને ખૂબ ગમતી, પરંતુ તેમની પ્રિય રમત ફૂટબૉલ હતી. ઇલિનોઇસની…
વધુ વાંચો >રૂઝવેલ્ટ, અન્ના એલિનૉર
રૂઝવેલ્ટ, અન્ના એલિનૉર (જ. 11 ઑક્ટોબર 1884, ન્યૂયૉર્ક શહેર; અ. 7 નવેમ્બર 1962) : અમેરિકાનાં માનવતાવાદી નેત્રી, રાજકારણી અને લેખિકા. માતાપિતાના અકાળ અવસાનને કારણે તેમનો ઉછેર માતામહીએ કર્યો. પ્રારંભે અમેરિકામાં અને પછીથી યુરોપમાં શિક્ષણ મેળવ્યું. 1905માં તેમણે પોતાના દૂરના પિતરાઈ ફ્રૅન્કલિન ડિલાનો રૂઝવેલ્ટ સાથે લગ્ન કર્યાં. પ્રારંભે શરમાળ વ્યક્તિત્વ ધરાવતાં…
વધુ વાંચો >રેડ બુક (1966)
રેડ બુક (1966) : ચીનના નેતા માઓ-ત્સે-તુંગનાં સામ્યવાદ અંગેનાં વિચારો અને અવતરણોનો સંગ્રહ. પૂરું શીર્ષક છે ‘લિટલ રેડ બુક.’ માઓએ 1966માં ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિનો આરંભ કર્યો. આ લડતને દોરવણી આપતું પુસ્તક ‘લિટલ રેડ બુક’ હતું, મૂળ પુસ્તક ‘ક્વોટેશન્સ ફ્રોમ ચેરમેન માઓ-ત્સે-તુંગ’ હતું જેનું સંપાદન લીન પિઆઓએ કર્યું. આ સંપાદન એટલે…
વધુ વાંચો >રેડ્ડી, નીલમ સંજીવ
રેડ્ડી, નીલમ સંજીવ (જ. 19 મે 1913, ઇલુરુ, આંધ્રપ્રદેશ; અ. 1 જૂન 1996, બૅંગાલુરુ) : ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, સ્વાતંત્ર્યસેનાની અને કૉંગ્રેસના જાણીતા કાર્યકર. પિતા ચિન્નપ્પા રેડ્ડી. જાહેર જીવનના પ્રારંભે 1936માં આંધ્રપ્રદેશ કૉંગ્રેસ સમિતિના તેઓ મંત્રી હતા. 1946 સુધી આ પદ પર કામગીરી કરી તે દરમિયાન સત્યાગ્રહની લડતમાં તેમણે ભાગ લીધો…
વધુ વાંચો >