રક્ષા મ. વ્યાસ

મૅકમિલન, (મૉરિસ) હૅરોલ્ડ

મૅકમિલન, (મૉરિસ) હૅરોલ્ડ (જ. 10 ફેબ્રુઆરી 1894 બલ્ગેરિયા મિડલસેક્સ ઈંગ્લેન્ડ; અ. 29 ડિસેમ્બર 1986 ચેલવૂડ ગેટ, ઈસ્ટ સસેક્સ, ઇંગ્લેન્ડ) : સ્ટૉક્ટનના પ્રથમ અર્લ અને પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન. તેમણે રૂઢિચુસ્ત પક્ષના સાંસદ તરીકે 1924થી 1929 અને 1931થી 1945 સુધી કામગીરી બજાવી. 1945થી 1964 દરમિયાન તેમણે સંસદમાં બ્રૂમલે વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. 1951થી…

વધુ વાંચો >

મૅકાર્થી, જોસેફ રેમન્ડ

મૅકાર્થી, જોસેફ રેમન્ડ (જ. 14 નવેમ્બર 1908, ગ્રાંડ શૂટ, વિસ્કૉન્સિન; અ. 2 મે 1957, બેથેસ્ડા, અમેરિકા) : અમેરિકાના જમણેરી વિચારસરણી ધરાવતા રિપબ્લિકન સેનેટર. મિલ્વાકીમાં આવેલી મારક્વેટ યુનિવર્સિટીમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું. 1940થી ’42 દરમિયાન તેમણે સરકિટ જજ તરીકે કામગીરી બજાવી, ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં સેવાઓ આપી. 1945માં તેમણે રાજકીય કારકિર્દીનો આરંભ…

વધુ વાંચો >

મૅકાર્થીવાદ

મૅકાર્થીવાદ : સામ્યવાદી હોવાના આક્ષેપ માટે અમેરિકામાં 1950ના દાયકામાં પ્રયોજાયેલો શબ્દ. આ શબ્દ શંકાસ્પદ સામ્યવાદી પ્રવૃત્તિઓ અંગેના આક્ષેપો અને તેમની તપાસ માટે વ્યાપક રીતે પ્રયોજાતો હતો. ગમે તે વ્યક્તિ સામે શંકાસ્પદ રીતે સામ્યવાદી હોવાનો અવિચારી આક્ષેપ કરી તેના પર જુલમ ગુજારવાની પ્રવૃત્તિ પાછળ રહેલી વિચારસરણીનો તે શબ્દ દ્યોતક છે. સેનેટર…

વધુ વાંચો >

મેનન, ચેલાત અચ્યુત

મેનન, ચેલાત અચ્યુત (જ. 23 જાન્યુઆરી 1913, ત્રિચુર; અ. 16 ઑગસ્ટ 1991, તિરુવનંતપુરમ્) : જાણીતા સામ્યવાદી અને કેરળના પૂર્વ મુખ્યપ્રધાન. પિતા અચ્યુત મેનન અને માતા લક્ષ્મી કુટ્ટી. પિતા રેવન્યૂ ખાતામાં ઇન્સ્પેક્ટર હતા. તેમણે માધ્યમિક અને કૉલેજ–શિક્ષણ ત્રિચુરમાં મેળવ્યું અને ત્યારબાદ તિરુવનન્તપુરમની લૉ કૉલેજમાં જોડાયા. અહીં અભ્યાસ દરમિયાન હિંદુ લૉ પર…

વધુ વાંચો >

મેનન, શિવશંકર

મેનન, શિવશંકર (જ. 5 જુલાઈ 1949, પૅરિસ, ફ્રાંસ) : ભારતના ઉચ્ચ કક્ષાના સનદી અધિકારી. તેઓ 2003માં પાકિસ્તાન ખાતે ઉચ્ચાયુક્ત નિમાયેલા. તેઓ ભારતના રાજદ્વારી અધિકારીઓમાં નોખી ભાત પાડતું વિશેષ વ્યક્તિત્વ ધરાવે છે. પિતા મેનન પારાપ્પિલ નારાયણ. મેનન કુટુંબ ત્રણ પેઢીથી ભારત સરકારની સેવામાં છે અને 75 વર્ષોથી દેશસેવાનાં કાર્યો સાથે સંકળાયેલું…

વધુ વાંચો >

મૅનહટન પરિયોજના

મૅનહટન પરિયોજના : બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન અણુબૉંબનું ઉત્પાદન કરવા માટે અમેરિકાએ કરેલા અત્યંત ગુપ્ત પ્રયાસોની વૈજ્ઞાનિક કામગીરીનું સાંકેતિક નામ. આ અંગેનું પ્રારંભિક સંશોધનકાર્ય અમેરિકાના ન્યૂયૉર્ક શહેરના મૅનહટન એન્જિનિયર ડિસ્ટ્રિક્ટમાં લશ્કરી ટુકડીના ઇજનેરોએ શરૂ કર્યું હતું; તેથી આ પૂરી યોજના ઉપર્યુક્ત નામાભિધાન પામેલી. 1938માં જર્મન વૈજ્ઞાનિકોએ સંશોધનક્ષેત્રે પરમાણુ-વિખંડનની પહેલ કરી;…

વધુ વાંચો >

મેન્ઝિઝ, રૉબર્ટ ગૉર્ડન (સર)

મેન્ઝિઝ, રૉબર્ટ ગૉર્ડન (સર) (જ. 20 ડિસેમ્બર 1894, જેપારીટ, વિક્ટોરિયા રાજ્ય, ઑસ્ટ્રેલિયા; અ. 14 મે 1978, મેલબોર્ન, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના રાજનીતિજ્ઞ અને વડાપ્રધાન. 1928માં તેમણે ધારાશાસ્ત્રી તરીકેની ધીકતી કમાણી છોડી વિક્ટોરિયા રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ ત્યાંની વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય બન્યા તથા 1934માં…

વધુ વાંચો >

મેન્ડેસ, ફ્રાન્સ પિયરે

મેન્ડેસ, ફ્રાન્સ પિયરે (જ. 11 જૂન 1907, પૅરિસ; અ. 18 ઑક્ટોબર 1982, પૅરિસ) : ફ્રેન્ચ રાજનીતિજ્ઞ અને ધારાશાસ્ત્રી. યહૂદી વાંશિકતા ધરાવનાર આ નેતા તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા. 18 વર્ષની નાની વયે તેમણે ડૉક્ટરેટ મેળવી, 21 વર્ષે સૌથી નાની વયના ધારાશાસ્ત્રી અને 25મા વર્ષે સૌથી નાની વયના સાંસદ (ચેમ્બર ઑવ્…

વધુ વાંચો >

મૅન્લી, નૉર્મન વૉશિંગ્ટન

મૅન્લી, નૉર્મન વૉશિંગ્ટન (જ. 4 જુલાઈ 1893, જમૈકા; અ. 2 સપ્ટેમ્બર 1969, જમૈકા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ધારાશાસ્ત્રી. જમૈકાના આઝાદીના ઘડવૈયા અને ત્યાંના વડાપ્રધાન. આ મૅન્લી-પરિવાર બે પેઢીથી જમૈકાને રાજકીય નેતૃત્વ પૂરું પાડે છે. જીવનનાં પ્રારંભિક વર્ષોમાં તેમણે નિર્ધનતાને કારણે લાકડાની લાટીમાં કામ કર્યું. આ દરમિયાન દેશના જનસાધારણને સમજવાની તક…

વધુ વાંચો >

મેન્શેવિક

મેન્શેવિક : રશિયન સોશિયલ ડેમૉક્રૅટિક લેબર પાર્ટીના લઘુમતી ધરાવતા જૂથના સભ્યો માટે કરવામાં આવતું સંબોધન. સ્થાપના 1898. રૂસી ભાષામાં ‘મેન્શેવિક’ શબ્દનો અર્થ છે ‘લઘુમતી’. ઉપર્યુક્ત પક્ષ માર્કસવાદી પક્ષ તરીકે જાણીતો હતો, જેણે રશિયન ક્રાંતિને અને પછીથી રશિયન રાજ્યને વિચારસરણી અને નેતૃત્વ પૂરાં પાડ્યાં. પક્ષની સ્થાપનાનાં પાંચ વર્ષ બાદ 1903માં આ…

વધુ વાંચો >