યોગેશ જોશી
હર્નાન્દેઝ મીગલ
હર્નાન્દેઝ, મીગલ (જ. 30 ઑક્ટોબર 1910, ઓરિહુએલા, સ્પેન; અ. 28 માર્ચ 1942, અલિકાન્તે) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. તેમણે પરંપરિત ઊર્મિગીતના સ્વરૂપને વીસમી સદીની વસ્તુલક્ષિતા સાથે સાંકળવાનું કાર્ય કર્યું. જુવાનીમાં તેઓ 1936માં સ્પૅનિશ કમ્યૂનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા અને 1936–1939 દરમિયાન આંતરવિગ્રહમાં લડ્યા હતા. એ અગાઉ તેઓ બકરાં ચારતા. યુદ્ધ પછી…
વધુ વાંચો >હર્નાન્દેઝ યોઝ
હર્નાન્દેઝ, યોઝ (જ. 10 નવેમ્બર 1834, ચેક્રા દ પ્યુરેડન, બિયોનેસ એરિસ; અ. 21 ઑક્ટોબર 1886, બેલ્ગ્રેનો, બિયોનેસ એરિસ) : આર્જેન્ટિન કવિ, આર્જેન્ટિના અને પમ્પાસનાં ઘાસનાં મેદાનોમાં ઘોડા પર સવાર થઈને ઘેટાં ચારતી વિચરતી જાતિના હૂબહૂ ચિત્રણ માટે જાણીતા. માંદગીના કારણે 14 વર્ષની વયે તેમણે બિયોનેસ એરિસ છોડ્યું અને પમ્પાસમાં રહેવા…
વધુ વાંચો >હર્બર્ટ જ્યૉર્જ
હર્બર્ટ જ્યૉર્જ (જ. 3 એપ્રિલ 1593, મૉન્ટ્ગોમેરી, વેલ્સ; અ. 1 માર્ચ 1633, બેમેર્ટન, વિલ્ટશાયર) : અંગ્રેજી આધ્યાત્મિક કવિ. જાણીતા તત્વજ્ઞાની તથા કવિ ઍડવર્ડ હર્બર્ટના નાના ભાઈ. શબ્દોની પસંદગીની પ્રભાવકતા તથા શુદ્ધતા માટે નોંધપાત્ર. તેમની માત્ર 3 વર્ષની વયે પિતાનું અવસાન થયું. 1608માં માતાએ ફરી લગ્ન કર્યાં. ઘર, વેસ્ટમિન્સ્ટર શાળા અને…
વધુ વાંચો >હર્મેટિસિઝમ (Hermeticism) (ઇટાલિયન એર્મેતિસ્મો)
હર્મેટિસિઝમ (Hermeticism) (ઇટાલિયન એર્મેતિસ્મો) : વીસમી સદીની શરૂઆતમાં ઇટાલીમાં શરૂ થયેલી કવિતા સંબંધી સુધારાવાદી ચળવળ, જેનાં મુખ્ય લક્ષણો હતાં – અરૂઢ માળખું, વિસંગત નિષ્પત્તિ અને ચુસ્ત વસ્તુલક્ષી ભાષા. ઇટાલીની બહાર પણ કવિઓના ઘણા મોટા વર્તુળમાં હર્મેટિસિઝમનો પ્રભાવ પડ્યો હતો, આમ છતાં આ વાદ આમ લોકો માટે તો દુર્ગ્રાહ્ય બની રહેલો.…
વધુ વાંચો >હાઇન હાઇનરિક (Heine Heinrich)
હાઇન, હાઇનરિક (Heine Heinrich) (જ. 13 ડિસેમ્બર 1797, ડ્યુસેલડોર્ફ, પ્રુશિયા; અ. 17 ફેબ્રુઆરી 1856, પૅરિસ) : જર્મન કવિ. મૂળ નામ હેરીક હાઇન. માતા-પિતા જ્યુઇશ. દેખાવડા. પિતા વેપાર કરતા. તેમની માતા તે સમયમાં સારું ભણેલી અને પુત્ર માટે મહત્વાકાંક્ષી હતી. તેમના ધનાઢ્ય કાકા સલોમન હાઇનનો તેમના પર ખાસ્સો પ્રભાવ હતો. ડ્યુસેલડોર્ફમાં…
વધુ વાંચો >