યાંત્રિક ઇજનેરી
ટ્રૅમ્પ (પરિવહન)
ટ્રૅમ્પ (પરિવહન) : બંદરનો માલ મળે તેનું પરિવહન કરનારું કરારબદ્ધ (chartered) માલવાહક જહાજ. આવું માલવાહક જહાજ સમુદ્ર-યાત્રા કરાર(voyage charter)પદ્ધતિ અથવા સમય કરાર(time charter)પદ્ધતિથી ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરારપદ્ધતિમાં નિશ્ચિત સ્થળની નિશ્ચિત સફર માટે આખું જહાજ અથવા જહાજની આંશિક જગ્યા ભાડે આપવામાં આવે છે. નક્કી કરેલા બંદર ઉપર ઠરાવેલા દિવસે…
વધુ વાંચો >ટ્રેવથિક રિચાર્ડ
ટ્રેવથિક રિચાર્ડ (જ. 13 એપ્રિલ 1771, ઇલ્લોજન, કૉર્નવૉલ, ઇંગ્લૅન્ડ; અ. 22 એપ્રિલ 1833, ડાર્ટફૉર્ડ, કૅન્ટ) : ઊંચા દબાણવાળી વરાળનો ઉપયોગ કરી વરાળયંત્રનું કદ અને વજન ઘટાડીને, વરાળથી ચાલતી આગગાડીને શક્ય બનાવનાર અંગ્રેજ યાંત્રિક ઇજનેર અને સંશોધક. વરાળયંત્રોના વિકાસમાં ગણનાપાત્ર ફાળો આપનારમાંના તેઓ એક હતા. કૉર્નવૉલમાં કોલસાની ખાણો નહિ હોવાને કારણે…
વધુ વાંચો >ડીઝલ, રૂડૉલ્ફ
ડીઝલ, રૂડૉલ્ફ (જ. 18 માર્ચ 1858, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1913 ઇંગ્લિશ ચૅનલ) : જર્મન એન્જિનિયર. તેમણે આંતરદહન એન્જિનની શોધ કરી અને તેમના નામ પરથી આંતરદહન એન્જિનનું નામ ડીઝલ એન્જિન પડ્યું છે. ડીઝલ રૂડૉલ્ફ એન્જિનિયર હોવા ઉપરાંત કલાપ્રેમી, ભાષાશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી પણ હતા. તેમનાં માતાપિતા જર્મન હતાં. 1870 સુધીનો બાલ્યકાળ…
વધુ વાંચો >ડ્રેજર
ડ્રેજર : નહેર, નદી કે બારામાંથી કાંપ, રેતી, પથ્થર વગેરે ખોદી કાઢી ઊંડાણ વધારવા માટે વપરાતું વિશિષ્ટ જહાજ. જહાજ સરળતાથી બારામાં પ્રવેશી શકે તે માટે કાંપ વગેરે ખોદી કાઢી જળનું ઊંડાણ વધારવાની અને ત્યારબાદ તે ઊંડાણ જાળવી રાખવાની જરૂર પડે છે. પહેલી ક્રિયાને પ્રાથમિક તળકર્ષક (dredging) અને બીજી ક્રિયાને દેખભાળ…
વધુ વાંચો >તરલ પ્રવાહ અને તેની માપણી
તરલ પ્રવાહ અને તેની માપણી : પ્રવાહી, વાયુ, બારીક ઘન પદાર્થો કે આવા દ્રવોના મિશ્રણનું પ્રવાહ રૂપે પરિવહન અને તે પ્રવાહનું માપન. તરલ પદાર્થની એ ખાસિયત છે કે તે કાયમ રૂપે વિરૂપણ(Shear)નો પ્રતિકાર કરતો નથી. કોઈ ચોક્કસ તાપમાને અને દબાણે તરલની ઘનતા નિશ્ચિત હોય છે. તાપમાન કે દબાણમાં ફેરફાર થાય…
વધુ વાંચો >તરલપ્રવાહમાપકો
તરલપ્રવાહમાપકો : તરલપ્રવાહમાંના કોઈ નિયત બિંદુ કે વિસ્તાર આગળ તેના વેગનું મૂલ્ય કે તેની દિશા માપનાર ઉપકરણ. પ્રવાહી તથા વાયુસ્વરૂપ પદાર્થો સરળતાથી વહી શકતા અથવા પ્રસરી શકતા હોવાથી તેમને તરલ તરીકે ઓળખવામાં આવે છે. તરલ કણોની સમગ્રતયા ગતિને તરલપ્રવાહ કે તરલવહન કહે છે. દ્રવગતિવિજ્ઞાન (hydrodynamics) તથા વાયુગતિવિજ્ઞાન(airodynamics)માં તરલગતિનો અભ્યાસ ખૂબ…
વધુ વાંચો >તરલયાંત્રિકી (fluid mechanics)
તરલયાંત્રિકી (fluid mechanics) પ્રવાહી અને વાયુને લગતી યાંત્રિકી. સિવિલ ઇજનેરી શાસ્ત્રમાં પ્રવાહીમાં ઘણાંખરાં બાંધકામો પાણી સાથે સંકળાયેલાં હોવાથી, તરલ યાંત્રિકીમાં પાણી, વરાળ તથા તેમાં રહેલ બીજાં પ્રવાહી કે વાયુની અસરને ખ્યાલમાં રાખીને, આયોજન કરવું પડે છે. સામાન્યત: તરલતામાં પાણીના અને પ્રવાહીના ગુણધર્મો અને તે જ પ્રમાણે વરાળના અને વાયુના ગુણધર્મોમાં…
વધુ વાંચો >તરલીકરણ
તરલીકરણ (fluidization) : તરલના પ્રવાહમાં અવલંબિત અને તરલ સાથે ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા ઘન કણોને તેઓ પ્રવાહી અવસ્થામાં છે એમ ગણીને તેમના સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતી ઔદ્યોગિક તકનીક. મૂળભૂત રીતે વહી શકવા સમર્થ હોવાથી પ્રવાહી અને વાયુઓને તરલ (fluid) ગણવામાં આવે છે. ઘન પદાર્થો વહી શકતા નથી પણ પ્રવાહી કે વાયુની…
વધુ વાંચો >તાપમાપન
તાપમાપન (temperature measurement) : તાપમાનનું માપન. તાપમાન એટલે અણુની સરેરાશ ગતિજ ઊર્જા અને ગરમી (ઉષ્મા) એટલે પદાર્થના બધા અણુઓની કુલ ગતિજ ઊર્જા. તાપમાન અંશ(degree)માં અને ગરમી કૅલરીમાં મપાય છે. તાપમાન એ મૂળભૂત એકમ નથી. પરંતુ સાધિત (derived) એકમ છે. માટે તેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ગરમીને લીધે પદાર્થના અમુક ગુણધર્મોમાં…
વધુ વાંચો >