મ. શિ. દૂબળે

પ્રજનનતંત્ર (માનવેતર)

પ્રજનનતંત્ર (માનવેતર) સજીવોમાં પોતાના જેવાં લક્ષણો ધરાવતી પ્રજા ઉત્પન્ન કરવાની પ્રક્રિયા અને તેને લગતું તંત્ર. બધાં સજીવો પોતાની પુખ્તાવસ્થા દરમિયાન પોતાનાં જેવાં સંતાન નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી દરેક વ્યક્તિના મૃત્યુ પછી પણ વંશવેલો ચાલુ રહે છે. પ્રજનનના બે પ્રકાર છે : અલિંગી અને લિંગી. અલિંગી પ્રજનનમાં માત્ર એક…

વધુ વાંચો >

પ્રજાતિ (genus)

પ્રજાતિ (genus) : કોઈ એક કુળમાં આવેલાં સામાન્ય લક્ષણ ધરાવતાં સજીવોના સમૂહો. દાખલા તરીકે બિલાડી (Felidae) કુળમાં Felis (બિલાડાં), Panthera (વાઘ, સિંહ, દીપડા) અને Acinyx (ચિત્તા) જેવી પ્રજાતિઓ આવેલી છે. જોકે Equidae કુળ એક જ Equus (ઘોડા, ઝીબ્રા, ગધેડા) પ્રજાતિનું બનેલું છે. પ્રજાતિમાં એક અથવા એક કરતાં વધારે જાતિઓ(species)નો સમાવેશ…

વધુ વાંચો >

પ્રજીવ (protozoa)

પ્રજીવ (protozoa) માત્ર એક સસીમકેન્દ્રી કોષ(eukaryote)નું બનેલું શરીર ધરાવતાં સૂક્ષ્મજીવી પ્રાણીઓનો સમૂહ. સામાન્યપણે તેમને એકકોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ પ્રારૂપિક પ્રાણીકોષની જેમ તે માત્ર એક જ વિશિષ્ટ કાર્ય કરવાને બદલે, શરીરની તમામ દેહધાર્મિક ક્રિયાઓનું સંચાલન કરે છે. આ કારણસર ઘણા વિજ્ઞાનીઓ પ્રજીવને અકોષીય (acellular) કહે છે. અત્યાર સુધીમાં…

વધુ વાંચો >

પ્રતિઉપાપચયક (antimetabolite)

પ્રતિઉપાપચયક (antimetabolite) : ઉપાપચયક(metabolites)ના પ્રતિસ્પર્ધી તરીકે ચયાપચયી પ્રક્રિયામાં ભાગ લઈ જૈવી અણુઓ(biomolecules)ના સંશ્લેષણમાં અવરોધ ઉત્પન્ન કરતા રાસાયણિક પદાર્થો. બંધારણની ર્દષ્ટિએ આવી પ્રતિઉપાપચયી જાતો ઉપાપચયક સાથે ઘણું સામ્ય ધરાવે છે. પ્રાણીઓ તેમજ કેટલાક સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ માટે ફૉલિક ઍસિડ અગત્યનો છે; કારણ કે તે શરીરમાં આવેલો એક અગત્યનો સહઉત્સેચક છે. માનવશરીરમાં…

વધુ વાંચો >

પ્રતિવર્તન (પ્રતિવર્તી ક્રિયા)

પ્રતિવર્તન (પ્રતિવર્તી ક્રિયા) : વિશિષ્ટ ઉદ્દીપનના પ્રતિસાદ રૂપે અભાનાવસ્થા(unconsciousness)માં શરીર દ્વારા ઉદભવતી પ્રત્યાચરણ ક્રિયા. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં પ્રતિવર્તનો વિશિષ્ટ ભાતને અનુસરે છે. કેળવણીના પ્રભાવ હેઠળ આચરવા ટેવાયેલા અંગુષ્ઠધારી (primates) પ્રાણીઓમાં પણ દૈનિક વ્યવહારમાં પ્રતિવર્તનો મહત્વનો ભાગ ભજવે છે. સામાન્યપણે પ્રતિવર્તન સાથે ચેતાતંત્ર સંકળાયેલું છે; પરંતુ ચેતાકોષોનો અભાવ હોય તેવા પ્રજીવોમાં પણ…

વધુ વાંચો >

પ્રદૂષણ અને સૂક્ષ્મજીવો

પ્રદૂષણ અને સૂક્ષ્મજીવો : પ્રદૂષણ માટે કારણભૂત તથા પ્રદૂષણની માવજત કે જાળવણી સાથે સંકળાયેલા સૂક્ષ્મજીવો અને તેમની કાર્યસરણી. પૃથ્વી પર વસતાં સજીવોની ચયાપચયી પ્રક્રિયાઓની અસરથી ઉદભવતો કચરો તથા જીવોના વિવિધ ભાગો સહિતનો મૃતદેહ જૈવવિઘટનાત્મક (biodegradable) હોય છે. જમીન ઉપર અથવા પાણીમાં એકઠા થતા આ કચરાને નિર્જીવ ઘટકોમાં ફેરવવાની પ્રક્રિયામાં સૂક્ષ્મજીવો,…

વધુ વાંચો >

પ્રાણીગૃહો (પ્રયોગશાળા-સંલગ્ન)

પ્રાણીગૃહો (પ્રયોગશાળા-સંલગ્ન) : જૈવિક પ્રયોગો (biological experimentation) માટે કામમાં આવતાં પ્રાણીઓનાં પાલનપોષણ માટે ખાસ બંધાયેલાં પ્રાણીગૃહો. દવાઓ (drugs), ઝેરી દ્રવ્યો, પીડક-નાશકો (pesticides), પ્રાણીઓનાં વિવિધ અંગો પર સારી-માઠી અસર કરતાં રસાયણો, સૌંદર્ય-પ્રસાધનો (cosmetics) તેમજ અન્ય જૈવી અણુઓ (bio-molecules) જેવાના પરીક્ષણાર્થે વિવિધ પ્રાણીઓ પર જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે. આયુર્વૈજ્ઞાનિક કાર્યવિધિ (medical…

વધુ વાંચો >

પ્રાણીજ રેસાઓ

પ્રાણીજ રેસાઓ : પ્રોટીનના વિકરણ(denatured)થી પ્રાણીઓ દ્વારા ઉત્પાદિત તંતુમય પદાર્થો, જેમાં કેટલાંક સંધિપાદોએ બનાવેલા વાળ જેવા રેસાઓ, રેશમ-ફૂદાંના કોશેટાને ફરતે વીંટાયેલા ચળકતા સૂક્ષ્મ તાંતણા, કરોળિયાનાં જાળાં, પક્ષીઓનાં કોમલ પીંછાં (plumules) અને સસ્તનોના વાળનો સમાવેશ થાય છે. આ બધા રેસાઓ નિર્જીવ ઘટકો છે. રેશમ-ફૂદાંએ નિર્માણ કરેલા રેશમના નામે ઓળખાતા તંતુઓ માનવ…

વધુ વાંચો >

પ્રાણીશાસ્ત્ર

પ્રાણીશાસ્ત્ર : પ્રાણીજીવનનાં વિવિધ પાસાંઓને આવરી લેતું પ્રાકૃતિક (natural) વિજ્ઞાન. વનસ્પતિ અને પ્રાણી – આમ બે સૃષ્ટિમાં સજીવો વહેંચાયેલા છે. એ બંનેનો અભ્યાસ એટલે સજીવવિજ્ઞાન (biology). માનવ-પ્રાણીનાં ઘણાં લક્ષણો અન્ય પ્રાણીઓ સાથે મળતાં આવે છે; તેથી અન્ય પ્રાણીઓના અભ્યાસ પરથી પણ માનવ-સ્વાસ્થ્ય માટે અગત્યની ઘણી માહિતી મેળવી શકાય છે. વનસ્પતિસૃષ્ટિનાં…

વધુ વાંચો >

પ્રાણી-સંદેશાવ્યવહાર (animal communication)

પ્રાણી-સંદેશાવ્યવહાર (animal communication) : સંરચનાત્મક (structural) સંકેતોનું ઉત્સર્જન અને બીજા પ્રાણી દ્વારા તેના સ્વીકારને પરિણામે પ્રાણીઓ વચ્ચે પરસ્પર સ્થપાતો સંપર્ક વ્યવહાર. પ્રાણી-સંદેશાવ્યવહારમાં ર્દશ્યમાન, શ્રાવ્ય, રાસાયણિક અને વૈદ્યુત પ્રકારના સંકેતો સંકળાયેલા હોય છે. કેટલાંક પ્રાણીઓ સંદેશા-વ્યવહારમાં ઉપર્યુક્ત વિકલ્પોમાંથી કોઈ એકનો ઉપયોગ કરતાં હોય છે, જ્યારે કેટલાંક પ્રાણીઓ સંદેશાવ્યવહારમાં એક કરતાં વધારે…

વધુ વાંચો >