મ. ઝ. શાહ

વિલાયતી ખરસાણી

વિલાયતી ખરસાણી : દ્વિદળી વર્ગના યુફોર્બિયેસી કુળની એક શોભન-વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pedilanthus tithymaloides Poit. syn. Euphorbia tithymaloides (અં. સ્લીપર પ્લાન્ટ; જ્યુ બુશ) છે. તે 60-70 સેમી. ઊંચો, બગીચામાં કિનારી પર કે કૂંડામાં ઉગાડાતો છોડ છે. જમીનની નજીકથી એક કરતાં વધારે વાંકાંચૂકાં થડ નીકળે છે. તેનાં પર્ણો અંડાકાર, માંસલ (succulent)…

વધુ વાંચો >

વિલાયતી શિરીષ (રાતો શિરીષ)

વિલાયતી શિરીષ (રાતો શિરીષ) : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Enterolobium saman Prain = Samanea saman Merrill syn. Pithecolobium (Pithecellobium) saman Benth. (ગુ. વિલાયતી શિરીષ, રાતો શિરીષ, રાતો સડસડો, સન્મન; બં. બેલાતી સિરિસ; ત. થુંગુમૂંજી; તે. નિદ્રાગાન્નેરુ; અં. રેઇન ટ્રી) છે. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાનું મૂલનિવાસી,…

વધુ વાંચો >

વિશ્વસુંદરી (વનસ્પતિ)

વિશ્વસુંદરી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ – સીઝાલ્પિનિયાઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amherstia nobilis wall. છે. કંચન, અશોક, ગુલમહોર, ગરમાળો જેવાં સુંદર વૃક્ષો તેના સહસભ્યો છે. વિશ્વસુંદરી આ બધાંમાં સુંદરતમ વૃક્ષ છે અને મ્યાનમારનું વતની છે. તે ગુજરાતમાં થતું નથી. તેને ‘પુષ્પ-વૃક્ષોની રાણી’ (queen of flowering…

વધુ વાંચો >

વીંછીકંટો (ઍકેલીફા)

વીંછીકંટો (ઍકેલીફા) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની શાકીય, ક્ષુપ કે વૃક્ષ-પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં તેના સુંદર પર્ણ-સમૂહ અને નિલંબ શૂકી (catkin) પ્રકારના પુષ્પવિન્યાસ માટે ઉગાડવામાં આવે છે અને ઓછી કાળજીએ થઈ શકે છે. ભારતમાં તેની 27 જેટલી જાતિઓ થાય છે,…

વધુ વાંચો >

વેણીમોગરો

વેણીમોગરો : દ્વિદળી વર્ગમાં આવેલી યુફર્બિયેસી (Euphorbiaceae) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acalypha hispida syn. A. sanderiana છે. એકેલિફાના છોડ મુખ્યત્વે એનાં પાનની શોભાને માટે જાણીતા છે; પરંતુ આ જાતનાં પાન સામાન્ય પ્રકારનાં લીલાં, થોડાં લંબગોળ અણીવાળાં અને મધ્યમ કદનાં હોય છે. પણ એનાં ફૂલ 20થી 40 સેમી. લાંબી…

વધુ વાંચો >

વેનિડિયમ

વેનિડિયમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની પ્રજાતિ. આ કુળના ફૂલ તરીકે ઓળખાતા ખરેખર પુષ્પસમૂહ સ્તબક છે. તેની એક શોભન-જાતિનું નામ Venidium fastuosum છે. તે 60 સેમી.થી 70 સેમી. ઊંચી શાકીય જાતિ છે. તેને સુંદર ડેઝીનાં ફૂલ સમૂહ જેવાં ફૂલ સમૂહ(સ્તબક) આવે છે. સ્તબકના પુષ્પો કિરણોની માફક ફેલાતી હોય…

વધુ વાંચો >

વૉટર હાઇસિન્થ (Water Hyacynth)

વૉટર હાઇસિન્થ (Water Hyacynth) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોન્ટેડેરિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Eichhornia crassipes syn. Pontederia crassipes છે. તેને ગુજરાતીમાં નાળો કે નકવી અને હિંદીમાં જળકુંભી કહે છે. આ છોડ પાણીમાં થતા શોભાના અને સુંદર ફૂલવાળા છોડ માટે એક આક્રમક નીંદામણ છે; કારણ કે થોડા વખતમાં…

વધુ વાંચો >

શૂર્પણખા

શૂર્પણખા : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Monstera deliciosa Liebm. syn. Philodendron pertusum Kunth & Bouche છે. તે સદાહરિત આરોહી જાતિ છે અને વેસ્ટ ઇંડિઝ અને ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. શોભન પર્ણસમૂહ અને 25.0 સેમી. સુધીની લંબાઈ ધરાવતાં ખાદ્ય ફળો માટે તેનો ભારતમાં પ્રવેશ કરાવવામાં…

વધુ વાંચો >

શૈલોદ્યાન (rockery)

શૈલોદ્યાન (rockery) : નાના-મોટા પથ્થરોની વચ્ચે શોભન-વનસ્પતિઓ રોપી તૈયાર કરવામાં આવતો ઉદ્યાન. બાગબગીચાઓમાં શૈલોદ્યાનની રચનામાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. નાના, ગોળ અને લીસા પથ્થરોને નાના પહાડની જેમ ગોઠવી વચ્ચે વચ્ચે એકાદ-બે છોડ રોપવામાં આવે છે. આવી રચના મકાનના પ્રવેશદ્વારની પાસે સુંદર લાગે છે. આ રચનામાં પહાડ થોડા મોટા હોય…

વધુ વાંચો >

શ્વાનમુખી

શ્વાનમુખી : દ્વિદળી વર્ગમાં આવેલ સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Antirrhinum majus Linn. (ગુ. શ્વાનમુખી, અં. સ્નેપડ્રૅગન) છે. રાતો આગિયો, કલ્હાર, રસીલી, કડુ વગેરે તેના સહસભ્યો છે. ઍન્ટિર્હિનમ પ્રજાતિ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ ઉત્તર ગોળાર્ધમાં તેમજ મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં પુષ્કળ પ્રમાણમાં થયેલું…

વધુ વાંચો >