મૈથિલી સાહિત્ય

સાકેતાનંદ (એસ. એન. સિંઘ)

સાકેતાનંદ (એસ. એન. સિંઘ) (જ. 27 ફેબ્રુઆરી 1940, દરભંગા, બિહાર) : મૈથિલી ભાષાના લેખક. તેઓ મગધ યુનિવર્સિટી, બોધ-ગયામાંથી બી.એ. થયા પછી તેમણે સરકારી નોકરીમાં કારકિર્દીનો આરંભ કર્યો. 1962થી તેઓ પટના અને દરભંગા કેન્દ્રો ખાતે આકાશવાણીના કાર્યક્રમો સાથે સંકળાયેલા રહ્યા. 2002માં તેઓ આકાશવાણીના હઝારીબાગ કેન્દ્ર સાથે સંકળાયેલા હતા. તેઓ ફોટોગ્રાફીમાં અધિક…

વધુ વાંચો >

સીતાયન (1974)

સીતાયન (1974) : મૈથિલી કવિ વૈદ્યનાથ મલિક ‘વિધુ’(જ. 1912)- રચિત મહાકાવ્ય. આ કૃતિમાં 7 સર્ગો છે અને દરેકમાં 7 પેટાસર્ગો છે. આથી કવિએ તેને ‘પ્રથમ સપ્તસર્ગી સુમન’ તરીકે ઓળખાવ્યું છે. પ્રથમ સર્ગમાં તેમણે મિથિલાનું તેમજ વર્ષની તમામ ઋતુઓ દરમિયાનના તેના અદભુત સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે; સાથોસાથ મિથિલાની સામાજિક રૂઢિઓ…

વધુ વાંચો >

સોમદેવ

સોમદેવ [જ. 1934, જયંતીપુર (બેનીપુર), જિ. દરભંગા, બિહાર] : મૈથિલી લેખક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સહસમુખી ચૌક પર’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેઓ મૈથિલી ઉપરાંત બંગાળી, નેપાળી, અંગ્રેજી અને ભોજપુરી ભાષાઓનું જ્ઞાન ધરાવે છે. તેઓ મિથિલા વિશ્વવિદ્યાલય, દરભંગામાંથી હિંદીના ઉપાચાર્યપદેથી…

વધુ વાંચો >