મૈથિલી સાહિત્ય

આરસી, પ્રસાદસિંગ

આરસી, પ્રસાદસિંગ (જ. 19 ઑગસ્ટ 1911, બિહાર; અ. 15 નવેમ્બર 1996) : મૈથિલી ભાષાના કવિ. તેમના ‘સૂર્યમુખી’ કાવ્યસંગ્રહને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. નાની વયે જ તેઓ આઝાદીની લડતમાં જોડાયા. થોડો વખત કોશી ડિગ્રી કૉલેજમાં હિંદીના અધ્યાપક તરીકે કામ કર્યા પછી તેમણે આકાશવાણીનાં અલ્લાહાબાદ અને લખનૌ કેન્દ્રોમાં…

વધુ વાંચો >

ચર્યાપદ (ઊડિયા)

ચર્યાપદ (ઊડિયા) : ઊડિયા સાહિત્યની સૌથી પ્રાચીન મનાતી રચનાઓ. બૌદ્ધ ધર્મનું ભારતમાં ભારે વર્ચસ્ હતું અને અભિવ્યક્તિ માટે પ્રાકૃત-અપભ્રંશ મુખ્ય સાધન હતું એ કાળે આ ગીતોની રચના થઈ હોવાનું સ્વાભાવિક અનુમાન છે. આવાં ગીતોનો સંચય હરપ્રસાદ શાસ્ત્રીને 1907માં નેપાળમાંથી હાથ લાગ્યો હતો. આ ગીતસંચયનો ‘ચર્યાચર્યાવિનિશ્ચય’ અથવા ‘આશ્ચર્યચર્યાચર્યા’ તરીકે ઓળખાતી રચનાઓ…

વધુ વાંચો >

ચૌધરી, સુધાંશુ ‘શેખર’

ચૌધરી, સુધાંશુ ‘શેખર’ (જ. 1922, દરભંગા અ. 1990) : મૈથિલીના નામી નવલકથાકાર અને નાટ્યકાર. તેમની નવલકથા ‘બતાહા સંસાર’ને 1980ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ વિધિસર શિક્ષણ મેળવી શક્યા ન હતા, પણ પ્રયાગના હિંદી વિશ્વવિદ્યાલયમાંથી 1951માં તેમણે વિશારદની ડિગ્રી મેળવી હતી. તેમણે પત્રકાર, અભિનેતા, ચલચિત્રોના સંવાદલેખક, પ્રૂફવાચક, પુસ્તક-પ્રકાશક…

વધુ વાંચો >

ઝા, ઉમાનાથ

ઝા, ઉમાનાથ (જ. 1923, મધુબની, બિહાર; અ. 2009) : મૈથિલી સાહિત્યકાર. સંસ્કૃત વિદ્વાનોના પરિવારમાં જન્મેલા આ મૈથિલી સર્જકની કૃતિ ‘અતીત’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે દરભંગા તથા પટણામાં અભ્યાસ કર્યો હતો અને પટણા યુનિવર્સિટીમાંથી 1944માં અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે બિહારની વિવિધ યુનિવર્સિટીઓમાં રીડર…

વધુ વાંચો >

ઝા, સુભદ્ર

ઝા, સુભદ્ર (જ. 1909, નાગદા, બિહાર; અ. 2000) : મૈથિલીના લેખક અને અનુવાદક. તેમને તેમના પત્ર-સંગ્રહ ‘નાતીક પત્રક ઉત્તર’ બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ડૉ. સુનીતિકુમાર ચૅટરજી અને પં. સીતારામ શાસ્ત્રી જેવા વિદ્વાનોના વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો. કૉલકાતા યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને હિંદીમાં એમ.…

વધુ વાંચો >

ઝા, હરિમોહન

ઝા, હરિમોહન (જ. 1908, કુમાર બાજિતપુર, જિ. વૈશાલી, બિહાર; અ. 1984) : મૈથિલી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. તેમને તેમની આત્મકથા ‘જીવનયાત્રા’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મરણોત્તર આપવામાં આવ્યો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી ઉજ્જ્વળ હતી. તેમણે દર્શનશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને પ્રાપ્ત કરી હતી.…

વધુ વાંચો >

દુ પત્ર

દુ પત્ર (1968) : મૈથિલી સાહિત્યકાર ઉપેન્દ્રનાથ ઝા(જ.1917)ની લઘુનવલ. તેની કથા કેવળ બે પત્રોમાં સમાપ્ત થાય છે. આ પત્રોમાં એક ભારતીય અને બીજી અમેરિકન એમ બે યુવાન નારીની લાગણીઓની મથામણ આલેખાઈ છે. પહેલો પત્ર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા અને 10 વર્ષથી ત્યાં જ વસતા પતિ સુરેન્દ્રને પત્ની ઇન્દુદેવીએ લખ્યો…

વધુ વાંચો >

બાજી ઉઠલ મુરલી

બાજી ઉઠલ મુરલી (1977) : મૈથિલી કવિ ઉપેન્દ્ર ઠાકુર ‘મોહન’નો કાવ્યસંગ્રહ. તેમાં મૈથિલી સાહિત્યની ઊર્મિકવિતાની સુદીર્ઘ પરંપરાનું સાતત્ય જળવાય છે. ઉપેન્દ્ર ઠાકુરની ઊર્મિકવિતા શબ્દોનું માર્દવ, પ્રાસાનુપ્રાસ, તથા લયનું માધુર્ય ઉપરાંત ગર્ભિત અર્થસંકેત, પ્રૌઢ વિચારધારા તથા ધિંગો આશાવાદ જેવી લાક્ષણિકતાઓેને કારણે નોંધપાત્ર નીવડી છે. તેમની કવિતા બુદ્ધિ તેમજ લાગણી બંનેને સ્પર્શે…

વધુ વાંચો >

મિથિલા-વૈભવ

મિથિલા-વૈભવ (1963) : મૈથિલીના ચિંતક-સાહિત્યકાર યશોધર જહાનો તત્વજ્ઞાનવિષયક અભ્યાસગ્રંથ. તેમાં ભારતીય તત્વદર્શનના સમન્વય પર ભાર મુકાયો છે. ઘણા લાંબા સમયથી મિથિલા તત્વજ્ઞાનીઓનું ધામ રહ્યું હતું. આથી તે તત્વદર્શનની વિચારધારા તથા ગહન પાંડિત્ય માટે પંકાયેલું રહ્યું. આ ગ્રંથ મિથિલાની ગૌરવ-ગાથારૂપ છે. લેખક પોતે પંડિત મધુસૂદન વિદ્યાવાચસ્પતિના વિદ્યાર્થી હોઈ પુસ્તકમાં તેમના ગુરુના…

વધુ વાંચો >

મિશ્ર, કીર્તિનારાયણ

મિશ્ર, કીર્તિનારાયણ (જ. 17 જુલાઈ 1937, બરૌની, બિહાર) : મૈથિલી તથા હિંદી ભાષાના લેખક. તેમને ‘ધ્વસ્ત હોઇત શાંતિ સ્તૂપ’ નામક કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનો 1997ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે અર્થશાસ્ત્રના વિષયમાં એમ.એ. થયા પછી કાયદાના સ્નાતકની ડિગ્રી મેળવી; કલકત્તા યુનિવર્સિટીમાંથી ‘મટિરિયલ મૅનેજમેન્ટ’ વિષયમાં વિશેષ નિપુણતા મેળવી. વ્યવસાયી કારકિર્દી પછી…

વધુ વાંચો >