મુગટલાલ પોપટલાલ બાવીસી

નૉર્મન

નૉર્મન : નવમી સદીમાં ઉત્તર ફ્રાંસમાં સ્થાયી થયેલા સ્કૅન્ડિનેવિયાના હુમલાખોરો. ત્યારબાદ ઈ. સ. 911માં ફ્રાંસના રાજા ચાર્લ્સ ત્રીજાએ નૉર્મનોની સૌથી મોટી ટોળીના મુખી રોલો સાથે સંધિ કરીને તેને પોતાના સામંત તરીકે સ્વીકાર્યો. થોડાં વરસો બાદ તેણે તેનો પ્રદેશ વધારવા માંડ્યો. સ્કૅન્ડિનેવિયાના વસાહતીઓ મોટી સંખ્યામાં ત્યાં જઈને વસ્યા અને તે પ્રદેશ…

વધુ વાંચો >

નોહ

નોહ : બાઇબલમાં જણાવ્યા પ્રમાણે આદમનો 10મો વંશજ. નોહ (Noah) એના યુગનો એકમાત્ર સદગુણી અને ઈશ્વરથી ડરનારો માણસ હતો. ભવિષ્યમાં આવનાર મહાવિનાશક પૂર દરમિયાન ઈશ્વરે એને, એના કુટુંબને અને પશુપક્ષીઓની સૃષ્ટિને બચાવી લેવાનું નક્કી કર્યું હતું. તેથી તેને અગાઉથી ભવ્ય જહાજ બાંધવાની સૂચના આપી હતી. એ લોકોને ચેતવણી આપતો હતો…

વધુ વાંચો >

પાર્થિયા

પાર્થિયા : એશિયામાં કાસ્પિયન સમુદ્રની અગ્નિ દિશામાં આવેલું એક પ્રાચીન રાજ્ય. અત્યારે એ પ્રદેશ ઈરાનમાં ખોરાસાન તરીકે ઓળખાય છે. ઈ. સ. પૂ. 520માં એકેમેનિયન રાજા દરાયસ પહેલાના બિસિટૂન અભિલેખમાં તેનો ઉલ્લેખ ‘પાર્થવ’ તરીકે થયો છે. પાર્થિયનો સાદું જીવન જીવતા અને યોદ્ધાઓ તરીકે જાણીતા હતા. શરૂઆતમાં પાર્થિયા સ્વતંત્ર હતું. પરંતુ ઈરાનના…

વધુ વાંચો >

પાલ વંશ (ઈ. સ.ની આઠમીથી બારમી સદી)

પાલ વંશ (ઈ. સ.ની આઠમીથી બારમી સદી) : બંગાળ પર શાસન કરનાર બૌદ્ધ ધર્મના પાલ વંશના શાસકો. બંગાળમાં પાલ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજા હતો. બંગાળના સરદારો અને લોકોએ સર્વસંમતિથી તેની રાજા તરીકે પસંદગી કરી હતી. ગોપાલે લગભગ ઈ. સ. 750થી 770 સુધી રાજ્ય કરી લોકોને શાંતિ તથા સલામતી આપી.…

વધુ વાંચો >

પિઝારો ફ્રાન્સિસ્કો

પિઝારો, ફ્રાન્સિસ્કો (જ. 1475, ટ્રુજિલો, સ્પેન; અ. 26 જૂન 1541, લીમા, પેરુ) : પેરુના ઇન્કા સામ્રાજ્યનો સ્પૅનિશ વિજેતા. ફ્રાન્સિસ્કો પિઝારો કૅપ્ટન ગોન્ઝાલો પિઝારોનો ગેરકાયદેસર પુત્ર હતો. એની માતાનું નામ ફ્રાન્સિસ્કા ગોન્ઝેલેઝ હતું. એણે નાની વયે જાગીરદારો વચ્ચેની સ્થાનિક લડાઈઓમાં ભાગ લીધો અને ઇટાલીમાં પણ લડવા ગયો હતો. 1502માં એ હિસ્પાનિયોલા(અર્વાચીન…

વધુ વાંચો >

પિસિસ્ટ્રેટસ

પિસિસ્ટ્રેટસ (જ. ઈ. સ. પૂ. 600; અ. ઈ. સ. પૂ. 527) : પ્રાચીન ગ્રીસના પ્રસિદ્ધ નગરરાજ્ય ઍથેન્સનો પ્રબુદ્ધ સરમુખત્યાર. એનો જન્મ ઈ. સ. પૂ. 600માં ઉમરાવ કુટુંબમાં થયો હતો. તે મહત્ત્વાકાંક્ષી હતો અને ઍથેન્સમાં સરમુખત્યાર થવા ઇચ્છતો હતો. એ સમયે ઍથેન્સમાં મેદાન પક્ષનો નેતા લાયકરગસ અને સમુદ્રકિનારા પક્ષનો નેતા મૅગાક્લીસ…

વધુ વાંચો >

પુણે કરાર

પુણે કરાર (1932) : ઈ. સ. 1919ના મૉન્ટફર્ડ સુધારા પછી અંગ્રેજ-સરકાર નવા બંધારણીય સુધારા જાહેર કરવા ઇચ્છતી હતી; પરંતુ કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓમાં વિવિધ કોમો તથા વર્ગોને કેટલું પ્રતિનિધિત્વ આપવું એની ચર્ચાવિચારણા કરવા માટે બ્રિટિશ હિંદ, દેશી રાજ્યો તથા ઇંગ્લૅન્ડની બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ઇંગ્લૅન્ડમાં ગોળમેજી પરિષદો યોજાઈ. તેમાં સર્વસંમત…

વધુ વાંચો >

પુણે સાર્વજનિક સભા

પુણે સાર્વજનિક સભા : મહારાષ્ટ્રમાં લોકજાગૃતિ લાવનાર કૉંગ્રેસની પુરોગામી સંસ્થા. પુણેમાં 1867માં ‘પૂના ઍસોસિયેશન’ની સ્થાપના થઈ હતી. ત્રણ વર્ષ પછી 1870માં તેને ‘સાર્વજનિક સભા’ નામ આપવામાં આવ્યું. એનો મુખ્ય હેતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુ તરીકે કામ કરવાનો હતો. પ્રજાની માગણીઓ સરકાર સમક્ષ મૂકવાનું અને વિવિધ કાયદાઓ પાછળના સરકારના હેતુઓ…

વધુ વાંચો >

પુલકેશી-1

પુલકેશી-1 : ચાલુક્ય વંશનો પ્રથમ સ્વતંત્ર રાજા. વાતાપી કે બાદામી(જિ. બિજાપુર)ના ચાલુક્ય વંશમાં ઈસુની છઠ્ઠી સદીના આરંભમાં જયસિંહ વલ્લભ નામનો રાજા થયો. એણે રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણના પુત્ર ઇન્દ્રને હરાવી બાદામી ઉપર પોતાની સર્વોપરીતા સ્થાપી. એના પછી એનો પુત્ર રણરાગ એ પ્રદેશનો રાજા બન્યો. રણરાગનો પુત્ર પુલકેશી-1 ઘણો પરાક્રમી હતો.…

વધુ વાંચો >

પુલકેશી-2

પુલકેશી-2 : બાદામીના ચાલુક્ય વંશનો શ્રેષ્ઠ રાજવી. વાતાપીના ચાલુક્ય વંશનો પ્રથમ સ્વતંત્ર રાજા પુલકેશી-1 (ઈ. સ. 535થી 566) હતો. તેના પછી તેના મોટા પુત્ર કીર્તિવર્મન્ ઉર્ફે કીર્તિરાજે 566થી 597 સુધી રાજ્ય કર્યું. કીર્તિવર્મન્ના અવસાન-સમયે એના પુત્રો નાની વયના હતા. તેથી એના પછી એનો નાનો ભાઈ મંગલેશ (597-610) ગાદીએ આવ્યો. એણે…

વધુ વાંચો >