મુગટલાલ પોપટલાલ બાવીસી

મોરૉક્કો કટોકટી

મોરૉક્કો કટોકટી : ઉત્તર આફ્રિકામાં આવેલા મોરૉક્કો દેશ ઉપર ફ્રાન્સે પોતાનું વર્ચસ્ જાળવવા અને જર્મનીએ એ વર્ચસ્ તોડવા કરેલા પ્રયાસોને લીધે સર્જાયેલી આંતરરાષ્ટ્રીય કટોકટી. ઈ. સ. 1904માં મોરૉક્કોના ભાગલા પાડવા ફ્રાન્સે સ્પેન સાથે છૂપી સંધિ કરી અને બ્રિટન સાથે એવી સમજૂતી સાધી કે બ્રિટન મોરૉક્કોમાં ફ્રાન્સની સંપૂર્ણ સત્તાનો સ્વીકાર કરે…

વધુ વાંચો >

મૉર્લે-મિન્ટો સુધારા

મૉર્લે-મિન્ટો સુધારા (1909) : અંગ્રેજ સરકારે હિંદમાં ઈ. સ. 1909માં જાહેર કરેલા બંધારણીય સુધારા. એ સમયે હિંદના સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા તરીકે લૉર્ડ મૉર્લે અને ગવર્નર જનરલ તરીકે લૉર્ડ મિન્ટો હતા. 1905માં બંગાળના ભાગલાને કારણે અંગ્રેજો સામે હિંદમાં પ્રચંડ રોષ અને ઉગ્ર વિરોધની લાગણી હતી. લોકોના આ ઉશ્કેરાટને શાંત…

વધુ વાંચો >

મોહેં-જો-દડો

મોહેં-જો-દડો : સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું નગર. તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં સિંધુ નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે. મોહેં-જો-દડોનો અર્થ ‘મૃતદેહોનું નગર’ થાય છે. ઈ. સ. 1922માં રેલવે માટેનું ખોદકામ કરતાં ત્યાંથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ મળી આવ્યા. અંગ્રેજ પુરાતત્વવિદ સર જૉન માર્શલ અને એમના ભારતીય સાથીઓ…

વધુ વાંચો >

યુનાઇટેડ આરબ અમીરાત

યુનાઇટેડ આરબ અમીરાત : પશ્ચિમ એશિયામાં આવેલ સાત રાજ્યોનું સમવાયતંત્ર. યુનાઇટેડ આરબ અમીરાત એ અબુ ધાબી, દુબઈ, અશ શરીકાહ, અજમન, ઉમ્મ-અલ-કાયવાન, રાસ-અલ-ખયમાહ અને અલ ફુજ્યરાહ નામનાં સાત નાનાં રાજ્યોનું બનેલું સમવાયતંત્ર છે તથા અરબી સમુદ્રમાં ઈરાની અખાતના દક્ષિણ છેડે પશ્ચિમથી પૂર્વ તરફ પથરાયેલું છે. દરેક રાજ્યનું પાટનગર પણ એ જ…

વધુ વાંચો >

યુરોપીય સંઘ

યુરોપીય સંઘ : ઈ. સ. 1815ના વિયેના સંમેલને યુરોપની શાંતિની રક્ષા કરવા માટે કરેલી વ્યવસ્થા. શાંતિની રક્ષા કરવાનો હેતુ પાર પાડવા આ સંમેલનમાં ભાગ લેનાર રાષ્ટ્રોના વડાઓએ યુરોપીય સંઘ(Concert of Europe)ની રચના કરવાનું નક્કી કર્યું. યુરોપીય સંઘના ભાગ રૂપે ‘પવિત્ર સંઘ’ (Holy Alliance) અને ‘ચતુર્મુખી સંઘ’(Quadruple Alliance)નો ઉદભવ થયો. ‘પવિત્ર…

વધુ વાંચો >

યૉર્ક વંશ

યૉર્ક વંશ (1461–1485) : ઇંગ્લૅન્ડનો પંદરમી સદીનો રાજવંશ. ઇંગ્લૅન્ડમાં લૅન્કેસ્ટ્રિયન વંશના શાસન (13991461) પછી યૉર્ક વંશના રાજાઓનું શાસન સ્થપાયું હતું. યૉર્ક વંશના પ્રથમ રાજા એડ્વર્ડ ચોથાએ યુદ્ધમાં વિજેતા બનીને 1461માં પોતાના શાસનની શરૂઆત કરી હતી. 1399ની રક્તવિહીન ક્રાંતિ પછી ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે એડ્વર્ડ ત્રીજાના ત્રીજા પુત્રને બાજુએ મૂકીને ચોથા પુત્ર હેન્રી…

વધુ વાંચો >

રશિયા-જાપાન યુદ્ધ (1904-05)

રશિયા-જાપાન યુદ્ધ (1904-05) : રશિયા અને જાપાન વચ્ચે 1904-05માં થયેલું યુદ્ધ. ઈ. સ. 1868માં જાપાને નવું બંધારણ અપનાવ્યું અને સામંતશાહી નાબૂદ કરી એના સમ્રાટને સર્વસત્તાધીશ બનાવ્યો, એ પછી જાપાન શક્તિશાળી બનતું ગયું. પશ્ચિમમાં જે વૈજ્ઞાનિક શોધો થઈ હતી તે તેણે અપનાવી લીધી. એણે સેંકડો યુવાનોને શિક્ષણ અને તાલીમ માટે યુરોપ-અમેરિકાના…

વધુ વાંચો >

રશીદુદ્દીન

રશીદુદ્દીન : મૉંગોલ શાસકનો અલાઉદ્દીન ખલજીના દરબારમાં આવેલ રાજદૂત. દિલ્હીના સુલતાનો જેમ બગદાદના ખલીફાઓને ધાર્મિક કારણોસર રાજી રાખતા હતા તેમ માગોલ રાજ્યકર્તાઓનાં આક્રમણોથી બચવા એમને પણ ખુશ રાખવા પ્રયત્નો કરતા હતા. મૉંગોલ રાજ્યકર્તા ઘાઝાન મહમૂદે (1295-1304) રશીદુદ્દીન નામના વિદ્વાનને પોતાના પ્રતિનિધિ તરીકે અલાઉદ્દીન ખલજીના દરબારમાં (1296-1316) હિંદ મોકલ્યો હતો. આ…

વધુ વાંચો >

રસા

રસા : ઉત્તર ભારતમાં આવેલી વૈદિક યુગની નદી. વૈદિક યુગમાં ઉત્તર ભારતમાં સિંધુ નદીની જે કેટલીક શાખાઓ પશ્ચિમ તરફ વહેતી હતી એમાં રસા નામની નદીનો સમાવેશ થતો હતો. એ વૈદિક પ્રદેશના વાયવ્ય વિભાગમાં છેક અંતિમ છેડે આવેલી હતી. આ રસા નદી પછીથી જક્ષર્ટિસ તરીકે ઓળખાતી હતી. રસાની માફક કુભા (કાબુલ),…

વધુ વાંચો >

રસેલ, જૉન (લૉર્ડ)

રસેલ, જૉન (લૉર્ડ) (જ. 18 ઑગસ્ટ 1792, લંડન; અ. 28 મે 1878, રિચમંડ પાર્ક, સરે, ઇંગ્લૅન્ડ) : ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન (1846થી 1852 અને 1865થી 1866). તેમનો જન્મ અમીર કુટુંબમાં થયો હતો. એ બેડફર્ડના છઠ્ઠા ડ્યૂકના ત્રીજા પુત્ર હતા. નાનપણમાં ખરાબ તબિયતને કારણે જાહેર શાળામાં અભ્યાસ કરવાને બદલે એમણે પોતાના ઘરે…

વધુ વાંચો >