માનસશાસ્ત્ર
નેતૃત્વ
નેતૃત્વ : જૂથના સભ્યો પર પ્રભાવ પાડી તેમને કાર્યરત કરવા માટે પ્રેરણા પૂરી પાડવાની શક્તિ. પેઢી કે ઉદ્યોગના સંચાલનના સંદર્ભમાં વિચારીએ તો નેતૃત્વ એ નીચલા સ્તરના જુદા જુદા અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ પાસેથી તેમને સોંપવામાં આવેલું કાર્ય સંતોષકારક રીતે કરાવી લેવાની કળા ગણાય. નેતૃત્વની શક્તિને કારણે જૂથના સભ્યો સ્વેચ્છાથી, આત્મવિશ્વાસથી…
વધુ વાંચો >નૈતિક વિકાસ (moral development)
નૈતિક વિકાસ (moral development) : શિશુ અવસ્થાથી પુખ્ત વય સુધીમાં નીતિ અંગેની સમજ અને નૈતિક આચરણમાં થતો વિકાસ. વ્યક્તિના આચારવિચાર તેના જૂથના નીતિનિયમોને અનુરૂપ બને તેને નૈતિકતા કહેવાય છે. વ્યક્તિ, જૂથના દબાણને વશ થઈ, (ઘણી વાર પોતાની ઇચ્છા વિરુદ્ધ) જૂથનાં ધોરણોને અનુસરે તે બાહ્ય નૈતિકતા કહેવાય. જ્યારે તે રાજીખુશીથી નૈતિક…
વધુ વાંચો >પરપીડન
પરપીડન : મર્યાદિત અર્થમાં ‘પરપીડન’ (sadism) શબ્દ વિકૃત કે વિચલિત જાતીય મનોવૃત્તિ તથા વર્તનના સંદર્ભમાં વપરાય છે. આ અર્થમાં પરપીડન એટલે વ્યક્તિનું એવું મનો-ભૌતિક વર્તન જેના દ્વારા તે અન્ય વ્યક્તિને પીડા આપીને જાતીય આનંદ કે સંતોષ મેળવે છે. આવું વર્તન નર-નારી વચ્ચે કે એક જ જાતિની વ્યક્તિઓ વચ્ચે હોઈ શકે…
વધુ વાંચો >પરાનુભૂતિ
પરાનુભૂતિ : સાંપ્રત સંદર્ભમાં મનોવિજ્ઞાનમાં ‘સમાન અનુભૂતિ’ના પર્યાય તરીકે પ્રયોજાતો પારિભાષિક પર્યાય. અંગ્રેજીમાં તેના માટે ‘Empathy’ શબ્દ છે, જે મનોવિજ્ઞાનની પારિભાષિક સંજ્ઞા છે. ‘પરાનુભૂતિ’ એટલે બીજાને સ્થાને પોતાને મૂકી તેની લાગણીઓ, ઇચ્છાઓ, વિચારો અને પ્રતિક્રિયાઓ પોતાનાં હોય તેમ સમજી તે જ રીતે અનુભવવાની ક્ષમતા. ‘પરાનુભૂતિ’ શબ્દનો પ્રયોગ 20મી સદીની શરૂઆતમાં…
વધુ વાંચો >પરામનોવિજ્ઞાન (parapsychology)
પરામનોવિજ્ઞાન (parapsychology) : મનોવિજ્ઞાનની એક એવી શાખા, જે ઇન્દ્રિયાતીત જણાતાં અનુભવો અને ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. પરામનોવિજ્ઞાનના પ્રણેતા સમા ડૉ. રાઇનના શબ્દોમાં કહીએ તો, પરામનોવિજ્ઞાન એવી ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, જેની સમજૂતી સ્થળ અને કાળની ચોક્કસ મર્યાદામાં કામ કરતા ભૌતિક નિયમો દ્વારા આપી શકાતી નથી. આવી ઘટનાઓને પરામનોવૈજ્ઞાનિક ઘટનાઓ,…
વધુ વાંચો >પરિસ્થિતિ-અનુકૂલન
પરિસ્થિતિ–અનુકૂલન : વ્યક્તિ અને વાતાવરણ વચ્ચે સમાયોજન (adjustment) સાધવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં વ્યક્તિ કાં તો વાતાવરણને અનુરૂપ થાય છે અથવા તે તેને બદલે છે. એક બાજુ વ્યક્તિની જરૂરિયાતો અને બીજી બાજુ વાતાવરણની માગણીઓ પૂરેપૂરી સંતોષાય તેવી પરિસ્થિતિ એટલે અનુકૂલન. બીજી રીતે કહીએ તો પરિસ્થિતિ-અનુકૂલન એટલે વ્યક્તિ અને તેના સામાજિક પર્યાવરણ…
વધુ વાંચો >પારજાતીયતા (transsexualism)
પારજાતીયતા (transsexualism) : જાતિપરિવર્તન-અભિમુખતા. પોતાની જાતિ (sex) સાથેના તાદાત્મ્યની વિકૃતિ તેમાં પરિણમે છે. એમાં વ્યક્તિ પોતાની જાતીય ભૂમિકાને અને જાતિને ઉલટાવવા માગે છે. તેની દેહરચના અને જનનાંગો પોતાની જાતિ મુજબનાં સામાન્ય હોય છે, છતાં વ્યક્તિને એવું લાગે છે કે પોતે સામી જાતિની છે. પુરુષનો દેહ ધરાવનાર પારજાતીય વ્યક્તિ માને છે…
વધુ વાંચો >પિયાં-ઝે ઝ્યાં
પિયાં–ઝે, ઝ્યાં (જ. 9 ઑગસ્ટ 1896, ન્યૂચેટેલ; અ. 16 સપ્ટેમ્બર 1980, જિનીવા) : પ્રસિદ્ધ બાળમનોવૈજ્ઞાનિક. તેમને બાળપણથી જ કુદરતમાં ખૂબ રસ હતો. તેમણે પંદર વર્ષની વયે પ્રાકૃતિક ઇતિહાસના ક્ષેત્રે એક લેખ પ્રકાશિત કર્યો હતો. ન્યૂચેટેલ યુનિવર્સિટીમાંથી પ્રકૃતિવિજ્ઞાનમાં સ્નાતકની પદવી 1916માં મેળવી. તેમના પિતા મધ્યયુગીન સાહિત્યના ઇતિહાસમાં રસ ધરાવતા હતા, જ્યારે…
વધુ વાંચો >પૂર્વગ્રહ (prejudice)
પૂર્વગ્રહ (prejudice) : અન્ય વ્યક્તિ કે જૂથની વિરુદ્ધમાં વિચાર, લાગણી કે ક્રિયાનો પ્રતિભાવ આપવાનું પૂર્વનિર્ધારિત વલણ. પૂર્વગ્રહ એટલે પહેલેથી સ્વીકારેલો નિર્ણય. સૈદ્ધાંતિક રીતે જોતાં, પહેલેથી નક્કી કરેલો નિર્ણય વિધાયક પણ હોઈ શકે; પણ વ્યવહારમાં ‘પૂર્વગ્રહ’ શબ્દનો ઉપયોગ નિષેધાત્મક (પ્રતિકૂળ) પૂર્વનિર્ણયને અનુલક્ષીને જ થાય છે; દા. ત., યુરોપિયનોનો એશિયનો પ્રત્યેનો પૂર્વગ્રહ,…
વધુ વાંચો >પૂર્વબોધન (precognition)
પૂર્વબોધન (precognition) : ભવિષ્યમાં બનનારા સંભવિત બનાવનું જ્ઞાન. આ જ્ઞાન આપણાં જ્ઞાત સંવેદનસાધનો દ્વારા નહિ પણ અજ્ઞાત સ્વરૂપે પ્રાપ્ત થતું હોય છે. પરામનોવિજ્ઞાનના ક્ષેત્રે સત્તરમી સદીમાં તે માટેનો અંગ્રેજી શબ્દ ‘પ્રીકૉગ્નિશન’ વિશેષ પ્રચલિત બન્યો હતો. પૂર્વબોધન દૃશ્ય સ્વરૂપે થતું હોવાની માન્યતા જ્યારે પ્રચલિત હતી ત્યારે તે માટે ‘પૂર્વદૃષ્ટિ’ (prevision) શબ્દનો…
વધુ વાંચો >