માનસશાસ્ત્ર

ઑલપોર્ટ, એફ. એચ.

ઑલપોર્ટ, એફ. એચ. (જ. 22 ઑગસ્ટ 1890, મિલવૉકી, વિસ્કોન્સીન, યુ. એસ.; અ. 15 ઑક્ટોબર 1979, કેલિફોર્નિયા, યુ. એસ.) : સામાજિક મનોવિજ્ઞાનની શાખાના સંસ્થાપક. આખું નામ ઑલપોર્ટ ફ્લોઇડ. 1919માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી અને ઇન્સ્ટ્રક્ટર તરીકે 1922 સુધી ત્યાં જ રહ્યા. ત્યારબાદ તે યુનિવર્સિટી ઑવ્ નૉર્થ કેરોલિનામાં સહપ્રાધ્યાપક…

વધુ વાંચો >

ઑલપોર્ટ, જી. ડબ્લ્યૂ.

ઑલપોર્ટ, જી. ડબ્લ્યૂ. (જ. 11 નવેમ્બર 1897, મોન્ટેઝૂમા, ઇન્ડિયાના; અ. 9 ઑક્ટોબર 1967, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : વ્યક્તિત્વ અને વ્યક્તિત્વસિદ્ધાંતના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર અમેરિકન માનસશાસ્ત્રી. આખું નામ ગૉર્ડન વિલાર્ડ ઑલપોર્ટ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાનના વિષયમાં સ્નાતક. વ્યક્તિત્વ અને તેના માપનના વિષયમાં મહાનિબંધ (1923). 1930થી નિવૃત્તિ પર્યંત હાર્વર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપન.…

વધુ વાંચો >

ઔદ્યોગિક મનોવિજ્ઞાન

ઔદ્યોગિક મનોવિજ્ઞાન : ઉદ્યોગધંધાના ક્ષેત્રમાં માનવસ્વભાવ અને વર્તન વિશેના મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો વિનિયોગ કરવાનું શાસ્ત્ર. ઔદ્યોગિક મનોવિજ્ઞાન સામાન્ય મનોવિજ્ઞાનનાં તથ્યો, સિદ્ધાંતો અને પદ્ધતિઓ અપનાવે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઔદ્યોગિક જગતમાં ઉદભવતી સમસ્યાઓ મનોવૈજ્ઞાનિક તંત્રો અને સાધનો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરે છે. ઉદ્યોગ એટલે કારખાનું, મિલ કે નોકરી-ધંધો જ નહિ; પરંતુ મનુષ્યની પ્રત્યેક…

વધુ વાંચો >

કરિશ્મા

કરિશ્મા : કુદરતી બક્ષિસરૂપે વ્યક્તિને મળેલી અસાધારણ કે વિશિષ્ટ શક્તિ. ‘કરિશ્મા’ શબ્દ મૂળ લૅટિન છે. તેનો ઉલ્લેખ ન્યૂ ટેસ્ટામેન્ટમાં મળે છે. ‘કરિશ’નો અર્થ અનુગ્રહ કે કૃપા થાય છે અને ધર્મ કે ઈશ્વર સંબંધી વિચારણામાં એનો ઉપયોગ થયેલો છે. દૈવીકૃપા રૂપે પ્રાપ્ત થયેલ ગુણને કારણે વ્યક્તિમાં દિવ્યતાનું આરોપણ થતું હોય છે.…

વધુ વાંચો >

કલાનું મનોવિજ્ઞાન

કલાનું મનોવિજ્ઞાન : મનોવિજ્ઞાનની વિવિધ પદ્ધતિઓ દ્વારા કલાને સમજવાનો, તેનું રસદર્શન કરવાનો પ્રયાસ. તેની વ્યાવહારિકતા આજકાલ વધતી જાય છે. અનેક ક્ષેત્રોમાં તેના સિદ્ધાંતો ઉપયોગી જણાયા છે; પછી તે શિક્ષણનું ક્ષેત્ર હોય, તબીબી ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર કે અહીં પ્રસ્તુત છે તે કલાનું ક્ષેત્ર હોય. કલા આમ જોઈએ તો સાંસ્કૃતિક-સામાજિક ઘટના…

વધુ વાંચો >

કલ્પના (મનોવિજ્ઞાન)

કલ્પના (મનોવિજ્ઞાન) : ભૂતકાળમાં પ્રત્યક્ષીકરણ પામેલી બાબતોનું નવા જ સ્વરૂપમાં કે નવી જ રીતે સંયોજિત થઈને આવવું તે. કલ્પનામાં, ભૂતકાળમાં ન જોઈ-જાણી હોય તેવી કોઈ બાબત આવતી નથી; કલ્પનામાં અનુભવાયેલાં તત્વોનું ‘નવું સંયોજન’ થાય છે એટલું જ. દા.ત., શરીરે ગુલાબી ચટાપટા હોય એવા લીલા હાથીની કોઈ કલ્પના કરે તો એમાં…

વધુ વાંચો >

કંટાળો

કંટાળો (boredom) : એક પ્રકારની માનસિક સ્થિતિ. વ્યક્તિને જે કામ ચાલુ રાખવા અથવા પૂરું કરવા માટે ફરજ પાડવામાં આવે તેમાંથી ઉત્પન્ન થતી વૃત્તિ તે કંટાળો. કોઈ પણ કામ કરવાનું આજે ગમે, તે કરવામાં કાલે કંટાળો પણ ઊપજે. કામ બધા જ માણસોને એકસરખું કંટાળાજનક ન પણ લાગે. કંટાળાની લાગણી કામ વાસ્તવિક…

વધુ વાંચો >

કામવાસના

કામવાસના : પુરુષ અને સ્ત્રી વચ્ચે રહેલા શારીરિક ભેદોથી માંડીને પુરુષત્વ (masculinity) અને સ્ત્રીત્વ (femininity) સૂચવતાં લક્ષણો તેમજ આંતરિક અને બાહ્ય જાતીય કામુક (sexual) વર્તનની પ્રેરક જાતીયવૃત્તિ. કામવાસના માનવીયતાનું તત્વ છે, ઈરણ (drive) છે, જે આત્મીયતા અને પ્રજોત્પત્તિને બળ પૂરું પાડે છે. લગ્નજીવનમાં કામવાસના મહત્વનો ભાગ ભજવે છે અને સંતોષકારક…

વધુ વાંચો >

કાર્ય (મનોવિજ્ઞાન)

કાર્ય (મનોવિજ્ઞાન) : વ્યવસાયરૂપે બજાવાતી કામગીરી. કાર્યની ઓળખ પ્રવૃત્તિ કરવાથી થતા આંતરિક, શારીરિક, જૈવિક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોને અનુલક્ષીને આપવામાં આવે છે. કાર્યનું મૂલ્યાંકન વ્યક્તિની કાર્યક્ષમતા અને ઉત્પાદકતાના સંદર્ભમાં થાય છે. કાર્ય પૂરેપૂરી ક્ષમતાથી થાય અને ઉત્પાદકતામાં વધારો થતો રહે તે માટે અનેક પરિબળો સંકળાયેલાં છે. કાર્ય કરવા માટે પ્રેરણા અત્યંત…

વધુ વાંચો >

કાલ્પનિક માંદગી (hypochondriasis)

કાલ્પનિક માંદગી (hypochondriasis) : શારીરિક બીમારી ન હોય તેમ છતાં પોતાને કોઈક પ્રકારની શારીરિક બીમારી છે જ અથવા નજીકના ભવિષ્યમાં થશે તેવો સતત અનુભવ. આ એક પ્રકારનો મનોરોગ છે. આવી વ્યક્તિના જીવનનું કેન્દ્ર તેનું શારીરિક સ્વાસ્થ્ય જ બની ગયું હોય છે. શરીર કંઈક સહેજ બગડે કે તેમાં ગરબડ થાય તો…

વધુ વાંચો >