માનસશાસ્ત્ર

અભિયોગ્યતા

અભિયોગ્યતા (aptitude) : વ્યક્તિમાં રહેલી ગર્ભિત કે સુષુપ્ત શક્તિ (ability). કાર્ય કરવા માટેની અને તાલીમ આપવાથી કૌશલ્ય પ્રાપ્ત કરવાની તે જૈવીય વારસાગત શક્તિ છે. માનસિક અને શારીરિક કાર્યો અંગે વિવિધ અભિયોગ્યતાઓ જોવા મળે છે; જેમ કે ગણિત, સંગીતકળા, અવકાશ, યાંત્રિકી વગેરે. ઉપરાંત કારકુની કાર્ય, દંતવિદ્યા, ઇજનેરી, તબીબી વિજ્ઞાન અને કાયદા…

વધુ વાંચો >

અભિરુચિ

અભિરુચિ (interest) : વસ્તુ અથવા વિષય પરત્વે વ્યક્તિનો ભાવાત્મક સંબંધ. વસ્તુ અથવા વિષયમાં ધ્યાન ખેંચે એવી લાક્ષણિકતા હોવાથી વ્યક્તિ તેના તરફ સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. અભિરુચિ વ્યક્તિનો સાહજિક માનસિક ઝોક અથવા વલણ દર્શાવે છે. અભિરુચિ વ્યક્તિના અનુભવનું ભાવાત્મક પાસું છે. અભિરુચિ અભિયોગ્યતા (aptitude) જેટલી કુદરતી કે જન્મગત નથી, તેમજ…

વધુ વાંચો >

અભિસંધાન

અભિસંધાન (conditioning) : અમુક ચોક્કસ પર્યાવરણમાં પ્રબલન(reinforcement)ને પરિણામે અમુક ચોક્કસ પ્રતિક્રિયા નિપજાવવાની સંભાવના વધારનારી પ્રક્રિયા સૂચવવા માટે વર્તનલક્ષી વિજ્ઞાનો(behavioural sciences)માં આ શબ્દનો પ્રયોગ થાય છે. આ વિભાવનાનો આધાર પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ(reflexes)ના અભ્યાસ માટેની પ્રાયોગિક પદ્ધતિઓ પર છે. રશિયા, ઇંગ્લૅન્ડ અને અમેરિકાના શરીરશાસ્ત્રીઓએ અભિસંધાનની પ્રક્રિયાઓ, અવલોકન અને વ્યાખ્યાઓના સંદર્ભમાં મહત્ત્વનું પ્રદાન કર્યું…

વધુ વાંચો >

અવધાનવિદ્યા

અવધાનવિદ્યા : ધ્યાન અને એકાગ્રતા વિશેની પ્રાચીન ભારતમાં ઉદભવેલી અઘરી વિદ્યા. મનુષ્યનું મન કે સ્મૃતિ એવાં છે કે મનુષ્ય એક જ ક્ષણે એક જ વસ્તુ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઘણું કરીને તે એક વસ્તુ યાદ કરે તે જ ક્ષણે તેની સાથે બીજી વસ્તુ યાદ કરી શકતો નથી,…

વધુ વાંચો >

અસત્ય-નિર્દેશક યંત્ર

અસત્ય–નિર્દેશક યંત્ર (lie detector) : અસત્યનો નિર્દેશ કરતું યંત્ર – પૉલિગ્રાફ. સામાન્ય માન્યતા એવી છે કે વ્યક્તિ અસત્ય બોલે તો આ યંત્ર ઘંટડીનો અવાજ કે લાલબત્તી જેવા સૂચક નિર્દેશો કરતું હશે, પણ હકીકતમાં તેમ નથી. એમાં હવાના દબાણથી સ્વયંસંચાલિત યંત્રો દ્વારા રુધિરદબાણ, નાડીના ધબકારા અને શ્વાસોચ્છવાસની નોંધણી થાય છે. સાથે…

વધુ વાંચો >

અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન

અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન : વીસમી સદીના મનોવિજ્ઞાનમાં પ્રથમ પરિબળ તરીકે ફ્રૉઇડના મનોવિશ્લેષણને અને બીજા પરિબળ તરીકે અમેરિકન મનોવિજ્ઞાનીઓના વર્તનવાદ(behaviourism)ને ગણાવવામાં આવે છે. તે સંદર્ભમાં અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન (existential psychology) ત્રીજા પરિબળના મનોવિજ્ઞાન (third force psychology) તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાનના આ ત્રીજા પ્રભાવક અભિગમમાં અસ્તિત્વલક્ષી મનોવિજ્ઞાન ઉપરાંત પ્રતિભાસમીમાંસાલક્ષી મનોવિજ્ઞાન (phenomenological psychology) અને માનવવાદી…

વધુ વાંચો >

અહમ્

અહમ્ : ‘હું’, ‘મારું’, ‘મને’ વગેરે જેવા સ્વ-વાચક શબ્દોથી સૂચવાતો ખ્યાલ. દરેક વ્યક્તિને પોતાના અસ્તિત્વની પ્રતીતિ હોય છે. ‘હું અસ્તિત્વમાં નથી’ એવું કોઈ વ્યક્તિ પોતાને વિશે કહી શકતી નથી. હું (I) શબ્દનો રોજિંદા વ્યવહારમાં સર્વલોકપ્રસિદ્ધ અર્થ હોય છે. દરેક વ્યક્તિ પોતાને પોતાના નામથી ઓળખે છે અને કેવળ પોતાને માટે જ…

વધુ વાંચો >

અંતર્નિરીક્ષણ

અંતર્નિરીક્ષણ : અંતર્મુખ થઈને પોતાના મનમાં ચાલતા વ્યાપારોનું અવલોકન કરવું તે. ચિંતામગ્ન રહેવું, વિચારોમાં ખોવાઈ જવું કે કલ્પનાવિહાર કરવો તે અંતર્નિરીક્ષણ નથી. અંતર્નિરીક્ષણ એટલે તટસ્થ અને ચોકસાઈપૂર્વક પોતાના અંગત મનોવ્યાપારોનું અવલોકન કરવું અને તેને આધારે તેનું યથાતથ નિવેદન કરવું કે નોંધ કરવી. તે મનોવિજ્ઞાનની એક જૂનામાં જૂની પદ્ધતિ છે. અંતર્નિરીક્ષણનો…

વધુ વાંચો >

આક્રમક વર્તન

આક્રમક વર્તન (aggressive behaviour) : કોઈ વસ્તુ કે વ્યક્તિને ઇરાદાપૂર્વક ઈજા, હાનિ કે નુકસાન કરનારું વર્તન. સમાજમાં આવા આક્રમક વર્તનનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જતું હોવાથી આજના સમાજવિજ્ઞાનીઓને માટે એ ચિંતાનો વિષય બની ગયું છે. આક્રમક વર્તન સહજવૃત્તિ તરીકે : કેટલાક અભ્યાસીઓ માને છે કે આક્રમક રીતે વર્તવાની જન્મજાત સહજવૃત્તિ માણસમાં…

વધુ વાંચો >

આતંકવાદીઓનું મનોવિજ્ઞાન

આતંકવાદીઓનું મનોવિજ્ઞાન (psychology of terrorists) : આતંકવાદી પ્રવૃત્તિ આચરનાર વ્યક્તિ કે જૂથના મનોવ્યાપારનું વિશ્લેષણ. બળજબરી, ધાકધમકી, હિંસા કે ત્રાસનો વ્યવસ્થિત રીતે આશ્રય લઈ મુખ્યત્વે રાજકીય હેતુ સિદ્ધ કરવાનો કોઈ વ્યક્તિ કે જૂથ પ્રયત્ન કરે તો તેને આતંકવાદી કહી શકાય. આતંકવાદીઓ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે ઠંડા કલેજે બૉમ્બ ફેંકે છે,…

વધુ વાંચો >