મહેશ ચોકસી

મૅમેટ, ડેવિડ (ઍલન)

મૅમેટ, ડેવિડ (ઍલન) (જ. 30 નવેમ્બર 1947, શિકાગો, ઇલિનૉઈ) : નાટક અને ફિલ્મ-પટકથાના લેખક અને ફિલ્મદિગ્દર્શક. તેમણે વમૉર્ન્ટની ગૉડાર્ડ કૉલેજ ખાતે અભ્યાસ કર્યો અને ન્યૂયૉર્ક સિટીમાં અભિનેતા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેમનાં ‘અમેરિકન બફૅલો’ (1976) તથા ‘સ્પીડ ધ પ્લાઉ’ (1987) નાટકોમાં શહેરી સમાજને મૂંઝવતી મનોવૈજ્ઞાનિક તથા નૈતિક સમસ્યાઓની માર્મિક અને…

વધુ વાંચો >

મૅમોલિયન, રૂબેન

મૅમોલિયન, રૂબેન (જ. 8 ઑક્ટોબર 1897, ટિફિલસ, જ્યૉર્જિયા; અ. 4 ડિસેમ્બર 1987, હૉલિવૂડ, ‘કૅલિફૉર્નિયા, યુ.એસ.) : ચલચિત્રો તથા રંગભૂમિના રશિયન દિગ્દર્શક. ધ્વનિયુગના આરંભકાળે તેમણે સિને-કલાના વિકાસમાં ગણનાપાત્ર ફાળો આપ્યો. તેમણે સૌપ્રથમ કૅમેરાને ફરતો રાખવાની પદ્ધતિ અપનાવી ગતિમયતા પ્રયોજી. તેમજ સંગીત તથા ધ્વન્યાત્મક અસરોનું ખૂબ કૌશલ્યપૂર્ણ મિશ્રણ કરવાની સાથોસાથ કલ્પનાપ્રચુર ચિત્રાત્મક…

વધુ વાંચો >

મેયર, લુઇ બર્ટ

મેયર, લુઇ બર્ટ (જ. 22 જુલાઈ 1884, મિન્સ્ક, બેલરસ; અ. ઑક્ટોબર 1957, કૅલિફૉર્નિયા) : અમેરિકન ફિલ્મ-સામ્રાજ્યના સર્વેસર્વા. મૂળ નામ ઍલિઝર મેયર. 1907માં તેમણે એક જૂનું ઘર ખરીદ્યું અને તેને સાંગોપાંગ નવો ઓપ આપી ત્યાં અદ્યતન સુવિધાપૂર્ણ અને ગ્રાહકલક્ષી સિનેમાગૃહ તૈયાર કર્યું. ત્યારબાદ તેમણે ન્યૂ ઇંગ્લૅન્ડમાં શ્રેણીબંધ થિયેટર ખરીદી લીધાં. 1915માં…

વધુ વાંચો >

મેયો, કૅથેરિન

મેયો, કૅથેરિન (જ. 1868, રિજ્વે પેન્સિલવેનિયા; અ. 1940) : મહિલા પત્રકાર. સામાજિક દૂષણો ખુલ્લાં પાડનાર પત્રકાર-લેખક તરીકે જાણીતાં બન્યાં; ખાસ કરીને 1925માં પ્રગટ થયેલ ‘આઇલ્સ ઑવ્ ફિયર’માં તેમણે ફિલિપાઇન્સમાંના અમેરિકી વહીવટી તંત્રની આકરી ટીકા કરી છે, તો 1927માં પ્રગટ થયેલ ‘મધર ઇંડિયા’ પુસ્તકમાં બાળલગ્ન તથા અન્ય કુરિવાજો પરત્વે તેમણે આક્રોશ…

વધુ વાંચો >

મૅરિનર્સ મ્યુઝિયમ

મૅરિનર્સ મ્યુઝિયમ :  ન્યૂપૉર્ટ ન્યૂઝ, વાનકુવરમાં આવેલું દરિયાઈ સંગ્રહસ્થાન. આ લાક્ષણિક સંગ્રહસ્થાન 1930માં સ્થપાયું હતું. આર્ચર એમ. હંટિંગ્ટન નામના લેખકે તેની રચના કરીને તેને ‘સાગરસંસ્કૃતિ’ને સમર્પિત કર્યું હતું. તે સંગ્રહની વિલક્ષણ પ્રદર્શિત વસ્તુઓમાં વહાણોના હજારો નમૂના, આભૂષણો તથા નૌસંચાલન માટેની હોડીઓ અને સાધનોનો સમાવેશ થાય છે. આ સંગ્રહસ્થાનના ચિત્રાત્મક કલાના…

વધુ વાંચો >

મેરિયમ, ક્લિન્ટન હાર્ટ

મેરિયમ, ક્લિન્ટન હાર્ટ (જ. 5 ડિસેમ્બર 1855, ન્યૂયૉર્ક સિટી; અ. 19 માર્ચ 1942, બર્કલી, કૅલિફૉર્નિયા) : જાણીતા પ્રકૃતિવાદી, પ્રાણીવિજ્ઞાની અને પ્રારંભકાલીન પર્યાવરણવાદી. તાલીમ-શિક્ષણ તેમણે તબીબી વિજ્ઞાનનાં લીધાં હતાં. 1885થી 1910 દરમિયાન તેઓ અમેરિકાની બ્યૂરો ઑવ્ બાયોલૉજિકલ સર્વેના વડા તરીકે રહ્યા. અમેરિકાનાં વિશાળ કદનાં રીંછ, ભૂખરાં રીંછ તથા કનેક્ટિકટના પક્ષીજગત વિશે…

વધુ વાંચો >

મૅરિયેટ, ઑગસ્ટ

મૅરિયેટ, ઑગસ્ટ (જ. 11 ફેબ્રુઆરી 1821; અ. 19 જાન્યુઆરી 1881) : ઇજિપ્તવિદ્યાના ફ્રેન્ચ નિષ્ણાત. કૅરો ખાતેના નૅશનલ મ્યુઝિયમની સ્થાપના(1859)ના આદ્ય પ્રણેતા. 1840ના દાયકા દરમિયાન તેમણે વૉલૉવ કૉલેજ ખાતે શિક્ષણ મેળવ્યું અને ત્યાં જ અધ્યાપન કર્યું; એ કામગીરી દરમિયાન જ તેમને ઇજિપ્તવિદ્યામાં ઊંડો રસ જાગ્યો. તેમણે જાતે જ ચિત્રલિપિ (hieroglyph) શીખી…

વધુ વાંચો >

મેરી કવિતા, મેરે ગીત

મેરી કવિતા, મેરે ગીત (1969) : ડોગરી કવયિત્રી પદ્મા સચદેવ(1940)નો કાવ્યસંગ્રહ. ડોગરી સાહિત્યનાં અગ્રણી કવયિત્રીનો આ પહેલો કાવ્યસંગ્રહ છે. આશરે 14 વર્ષ દરમિયાન લખાયેલાં કુલ 51 કાવ્યો તથા ગીતો તેમાં સ્થાન પામ્યાં છે. અનેક ઘટનાઓથી ભરેલા આ ગાળા દરમિયાન કવયિત્રીએ અનુભવેલા વિવિધ ભાવો અને વિચારો – તે સાથે સંલગ્ન મન:સ્થિતિઓ…

વધુ વાંચો >

મેરી હદીસે ઉમ્રે ગુરેઝાં

મેરી હદીસે ઉમ્રે ગુરેઝાં (1963) : ઉર્દૂ કવિ આનંદ નારાયણ મુલ્લા(જ. 1901)નો કાવ્યસંગ્રહ. કવિનો આ ત્રીજો સંગ્રહ છે; પરંતુ તેમાં અગાઉના બે કાવ્યસંગ્રહોનાં કેટલાંક કાવ્યો પણ લેવાયાં છે. ન્યાયાધીશ તરીકેના વ્યવસાયમાં પ્રવૃત્ત રહેવાથી તેઓ કાવ્યલેખન પરત્વે પૂરતો સમય ફાળવી શક્યા નથી. આમ છતાં સમકાલીન ઉર્દૂ કવિઓમાં તેઓ એક અગ્રણી કવિ…

વધુ વાંચો >

મેરેઝૉવસ્કી, દમિત્રી સર્ગેવિચ

મેરેઝૉવસ્કી, દમિત્રી સર્ગેવિચ (જ. 14 ઑગસ્ટ 1865, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 7 ડિસેમ્બર 1941) : રશિયાના નવલકથાકાર, કવિ તથા વિવેચક. તેઓ રશિયન પ્રતીકવાદના એક સ્થાપક લેખાય છે. તેમણે પીટર્સબર્ગની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી લેખનની કારકિર્દી અપનાવી. તેમની ઐતિહાસિક નવલકથાઓ તેમજ ટૉલ્સ્ટૉય, ઇબ્સન, ગૉગોલ, દૉસ્તોયેવ્સ્કી તથા દાન્તે જેવા કેટલાક મહાન…

વધુ વાંચો >