મહેશ ચોકસી
મૅનશિયસ
મૅનશિયસ (ઈ. સ. પૂ. આશરે 371થી 289 આશરે) : ચીનના મહાન તત્વજ્ઞાની અને સંત. તેઓ ચીનના શાંતુગ પ્રાંતમાં જન્મેલા. તેમનું લૅટિન નામ હતું મૅગ ત્ઝુ એટલે કે ‘માસ્ટર મૅંગ’. તેમણે કન્ફ્યૂશિયસના નમૂનાના આધારે એક શાળા સ્થાપી હતી અને 20 વર્ષ સુધી ચીનમાં પ્રવાસ કરતા રહ્યા. તે કન્ફ્યૂશિયસના નૈતિક અને રાજકીય…
વધુ વાંચો >મેનહિમ, કાર્લ ગુસ્તાવ
મેનહિમ, કાર્લ ગુસ્તાવ (જ. 1867, વિલનાસ, ફિન્લૅન્ડ; અ. 1951) : ફિન્લૅન્ડના વીર સૈનિક, રાજકારણી અને 1944થી ’46 સુધીના પ્રમુખ. ફિન્લૅન્ડે 1918માં સ્વાતંત્ર્ય જાહેર કર્યું ત્યારે તેઓ સર્વોચ્ચ કમાન્ડર અને રીજન્ટ બન્યા. 1919માં પ્રમુખપદની ચૂંટણીમાં તેમની હાર થઈ હતી અને તેથી તેઓ ખાનગી જીવન ગાળતા થઈ ગયા હતા; પરંતુ 1939–40 દરમિયાનના…
વધુ વાંચો >મેનાં ગુજરી (ગુર્જરી)
મેનાં ગુજરી (ગુર્જરી) (રજૂઆત 1955; પુસ્તકપ્રકાશન 1977) : ગુજરાતના સાક્ષર નાટ્યસર્જક અને નાટ્યવિદ રસિકલાલ છોટાલાલ પરીખ(1897–1982)-રચિત નાટક. અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે ચાલતી વિશિષ્ટ સંસ્થા ‘નટમંડળ’ના ઉપક્રમે તે ભજવાયું હતું. તેનું સૌપ્રથમ પ્રકાશન 1930માં ‘પ્રસ્થાન’ માસિકમાં થયું હતું. તેનું વિષયબીજ લોકપ્રચલિત ગરબા પરથી લેવાયું છે. તેનાં કુલ 11 ર્દશ્યોમાં પ્રસંગોપાત્ત, લોકગીતો,…
વધુ વાંચો >મેન્કેન, એચ. એલ.
મેન્કેન, એચ. એલ. (જ. 12 સપ્ટેમ્બર 1880, બાલ્ટિમૉર અમેરિકા; અ. 29 જાન્યુઆરી 1956) : પ્રભાવક અમેરિકન તંત્રી, નિબંધકાર અને સમાજવિવેચક. તીવ્ર તથા તેજીલા કટાક્ષકાર તેમજ સમર્થ ગદ્યકાર તરીકે તેઓ 1920ના દાયકામાં સવિશેષ ખ્યાતિ પામ્યા. 1924થી ’33 દરમિયાન ‘મર્ક્યુરી’ના તંત્રી તરીકે અને એ અગાઉ 1914થી ’23 દરમિયાન ‘ધ સ્માર્ટ સેટ’ના તંત્રી…
વધુ વાંચો >મૅન્ઝોની, ઍલેસાન્ડ્રો
મૅન્ઝોની, ઍલેસાન્ડ્રો (જ. 7 માર્ચ 1785, મિલાન; અ. 22 મે 1873, મિલાન) : ઇટાલીના કવિ અને નવલકથાકાર. તેમની નવલકથા ‘ધ બિટ્રોથ્ડ’(1825–27)ને પ્રભાવે રાષ્ટ્રવાદી ‘રિસૉર્ગિમેન્ટો’ યુગ દરમિયાન સ્વદેશાભિમાનનો ભારે જુવાળ પ્રગટ્યો હતો. વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓમાં પણ તેની ગણના થાય છે. 1792માં તેમનાં માતાપિતાના છૂટાછેડા પછી, મોટાભાગનું તેમનું બાળપણ ધાર્મિક શાળાઓમાં પસાર…
વધુ વાંચો >મૅન્લી, માઇકલ (નૉર્મન)
મૅન્લી, માઇકલ (નૉર્મન) (જ. 10 ડિસેમ્બર 1924, જમૈકા; અ. 6 માર્ચ 1997, કિંગસ્ટન, જમૈકા) : જમૈકાના રાજકારણી તથા 1972થી 1980 તથા 1989થી 1992ના ગાળા દરમિયાન જમૈકાના વડાપ્રધાન. તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ખાતે અભ્યાસ કર્યો અને તે પછી થોડો વખત પત્રકાર તરીકે કામ કર્યું. તે પછી તેઓ જમૈકા પાછા આવ્યા…
વધુ વાંચો >મૅન્સન, ચાર્લ્સ
મૅન્સન, ચાર્લ્સ (જ. 12 નવેમ્બર 1934, સિનસિનાટી, ઓહાયો) : અમેરિકામાં પોતાને નામે જ સ્થાપેલા સંપ્રદાયના વડા. 1967માં જેલમાંથી છૂટ્યા પછી તેમણે મુક્ત પ્રણય-સહચારમાં માનનારો અને પોતાના પ્રત્યે એકનિષ્ઠ ભક્તિભાવ દાખવનારો એક સમુદાય અને તેના માટેનો એક સંપ્રદાય ઊભા કર્યા. તેમના સંપ્રદાયના અનુયાયીઓએ 1969માં કૅલિફૉર્નિયામાં સંખ્યાબંધ ઘૃણાસ્પદ ખૂન કર્યાં. તેમાં જાણીતી…
વધુ વાંચો >મે, પીટર (બાર્કર હાવર્ડ)
મે, પીટર (બાર્કર હાવર્ડ) (જ. 31 ડિસેમ્બર 1929, બર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 27 ડિસેમ્બર 1994, કેમ્પશાયર, ઇંગ્લૅન્ડ, યુ.કે.) : નામી આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેમણે કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કર્યો. કેવળ શોખ ખાતર રમતા રહેલા તેઓ છેલ્લા મહાન ક્રિકેટ-ખેલાડી હતા. ક્રિકેટ રમવાનો પ્રારંભ તેમણે 1956માં સરેની ટીમથી કર્યો. ઇંગ્લૅન્ડ તરફથી તેઓ 66 ટેસ્ટમાં રમ્યા…
વધુ વાંચો >મૅફી, ફ્રાન્સેસ્કો સ્કિપિયૉન
મૅફી, ફ્રાન્સેસ્કો સ્કિપિયૉન (જ. 1 જૂન 1675, વેરૉના, વેનિસ પ્રજાસત્તાક; અ. 11 ફેબ્રુઆરી 1755, વેરૉના) : ઇટાલીના નાટ્યકાર, પુરાતત્વવિજ્ઞાની અને વિદ્વાન. તેમણે પદ્ય-બંધમાં રચેલી ટ્રૅજેડી ‘મૅરોવ’માં ગ્રીક તથા ફ્રેંચ પ્રશિષ્ટ કૃતિઓની સરળતા–સાદગી પ્રયોજવાનો નવતર પ્રયાસ કર્યો. તેના પરિણામે વિત્તોરિયો ઍલફેરીની નાટ્યાત્મક ટ્રૅજેડી જેવી કૃતિઓ તેમજ પીત્રો મૅતેસ્તૅસિયોની સંગીતનાટિકાઓની રચનાઓનો માર્ગ…
વધુ વાંચો >મેબૅક, બર્નાર્ડ
મેબૅક, બર્નાર્ડ (જ. 7 ફેબ્રુઆરી 1862, ન્યૂયૉર્ક સિટી; અ. 3 ઑક્ટોબર 1957, બર્કલી, કૅલિફૉર્નિયા, અમેરિકા) : અમેરિકાના અગ્રણી પર્યાવરણ-વિજ્ઞાની અને સ્થપતિ. બહુશ્રુત અને મૌલિક વ્યક્તિત્વ ધરાવનાર આ સ્થપતિ બુદ્ધિપૂર્વકની ડિઝાઇનવાળાં તથા હસ્તકૌશલ્ય ધરાવતાં લાકડાનાં ઘરોની બાંધણી બદલ ખૂબ નામના પામ્યા. આ ઘરોનું નિર્માણ વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં સાનફ્રાન્સિસ્કો ‘બે એરિયા’માં…
વધુ વાંચો >