મહેશ ચોકસી

મેડૉના

મેડૉના (જ. 16 ઑગસ્ટ 1958, બે સિટી (Bay City), રૉચેસ્ટર મિશિગન, યુ.એસ.) : વિખ્યાત પૉપ-ગાયિકા. પૂરું નામ મેડૉના લુઈઝ સિકોન. તેમણે મિશિગન યુનિવર્સિટી ખાતે નર્તિકા તરીકેની તાલીમ લીધી હતી. ત્યારબાદ તેઓ ન્યૂયૉર્ક સિટી ગયાં; ત્યાં ન્યૂયૉર્કનાં સંખ્યાબંધ ગાયકવૃંદોમાં ગાયિકા તરીકે સાથ પુરાવવાની કામગીરી તેમણે શરૂ કરી. તેમણે માઇકલ જૅક્સનના મૅનેજરની…

વધુ વાંચો >

મેથડ ઍક્ટિંગ

મેથડ ઍક્ટિંગ : જે પાત્ર ભજવવાનું હોય તેનાં આંતરિક વિચારો, લાગણીઓ તથા ભાવનાઓ વગેરેને આત્મસાત્ કરીને અભિનય કરવાની શૈલી. અભિનયની યાંત્રિક કે બહિર્મુખી પદ્ધતિ કરતાં આ તદ્દન ઊલટી શૈલી છે; યંત્રવત્ પદ્ધતિમાં ટૅકનિક પરનું પ્રભુત્વ સર્વોપરી મનાય છે. વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં રશિયાના સ્તાનિસ્લૉવસ્કીએ ‘મેથડ ઍક્ટિંગ’નો પ્રારંભ તથા તેનો પુરસ્કાર…

વધુ વાંચો >

મૅથિયસ, બૉબ

મૅથિયસ, બૉબ (જ. 17 નવેમ્બર 1930, ટુલૅર, કૅલિફૉર્નિયા, અમેરિકા; અ. 2 સપ્ટેમ્બર 2006, Fresno, કૅલિફૉર્નિયા, અમેરિકા) : દોડપથ અને રમતમેદાનના અદભુત અમેરિકી ખેલાડી. માત્ર 17 વર્ષની વયે જ તેઓ ઑલિમ્પિક રમતોત્સવમાં ડિકૅથલૉન નામની 10 રમતોમાં વિજેતા બન્યા. હાઈસ્કૂલના સિનિયર વિદ્યાર્થી તરીકે તેઓ આ 10 રમતોની સ્પર્ધા પ્રથમ વાર શીખ્યા હતા…

વધુ વાંચો >

મૅથ્યૂઝ, સ્ટૅનલી (સર)

મૅથ્યૂઝ, સ્ટૅનલી (સર) (જ. 1 ફેબ્રુઆરી 1915, હૅન્લી, સ્ટૅફર્ડશાયર, મધ્ય ઇંગ્લૅન્ડ; અ. 23 ફેબ્રુઆરી 2000, Stoke-on Trent, U.K.) : ફૂટબૉલના આંગ્લ ખેલાડી. સૉકરની રમતના ઇતિહાસમાં તે દંતકથારૂપ પાત્ર બની ગયા છે. તે બાજુમાંથી રમનારા (winger) અદભુત ખેલાડી હતા અને શરીર તથા ફૂટબૉલ પર કંઈક એવું જાદુઈ પ્રભુત્વ અને નિયંત્રણ ધરાવતા…

વધુ વાંચો >

મૅથ્યૂસન, ક્રિસ્ટી

મૅથ્યૂસન, ક્રિસ્ટી (જ. 12 ઑગસ્ટ 1880, ફૅક્ટરીવિલે, પેન્સિલવેનિયા, અમેરિકા; અ. 7 ઑક્ટોબર 1925) : અમેરિકાના ખ્યાતનામ બેઝબૉલ ખેલાડી. જમણા હાથે દડો ફેંકનારા (pitcher) તેઓ અગ્રણી ખેલાડી હતા. આ કૌશલ્યને પરિણામે તેઓ તેમની કારકિર્દી દરમિયાન 373 રમતોમાં વિજેતા બન્યા; આ (ગ્રોવર ઍલેક્ઝાન્ડર સાથેનો) એક વિક્રમજનક દેખાવ લેખાય છે. પોતાના શહેરમાં અવૈતનિક…

વધુ વાંચો >

મે દિન

મે દિન : આંતરરાષ્ટ્રીય મજૂર દિન. પહેલી મેના દિવસને ‘મે ડે’ (મે દિન) તરીકે ઊજવવાની પ્રથાનું પગેરું ફળદ્રૂપતા અને ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રાચીન વસંતોત્સવમાં જડી રહે છે. તેનું સ્થાન ઈસ્ટરની ઉજવણીએ લીધું છે. આ તહેવાર જુદી જુદી રીતે જળવાઈ રહ્યો છે. પંદરમી સદીમાં ઇંગ્લૅન્ડમાં મે દિનનો ઉત્સવ મે-પોલ તરીકે વચ્ચે…

વધુ વાંચો >

મૅધરિયાગ, સૅલ્વડૉર

મૅધરિયાગ, સૅલ્વડૉર (જ. 23 જુલાઈ 1886, લા કૉરુના, સ્પેન; અ. 14 ડિસેમ્બર 1978, લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્પેનના લેખક, રાજકારણી અને ઇતિહાસકાર. લીગ ઑવ્ નૅશન્સ ખાતેની તેમની સેવા બદલ તેમજ અંગ્રેજી, જર્મન અને ફ્રેન્ચ તેમજ સ્પૅનિશમાં થોકબંધ લખાણ માટે તેઓ વિશેષ જાણીતા છે. સૈનિક પિતાના આગ્રહને કારણે તેમણે પૅરિસમાં ઇજનેરીનો અભ્યાસ…

વધુ વાંચો >

મેનચિન્ક-સ્ટીવન્સન, વેરા

મેનચિન્ક-સ્ટીવન્સન, વેરા (જ. 1906, મૉસ્કો; અ. 1944) : જાણીતાં મહિલા ચેસ-ખેલાડી. 1937માં તેમનાં લગ્ન થવાથી તે બ્રિટિશ નાગરિક બન્યાં. તેમની ગણના ચેસનાં સૌ મહિલા-ખેલાડીઓમાં એક અતિ ચપળ અને નિપુણ ખેલાડી તરીકે થતી હતી. 1927(ત્યારે તેઓ ચેસનાં પ્રથમ મહિલા-ચૅમ્પિયન બન્યાં હતાં)થી 1944 સુધી તેઓ વિશ્વવિજેતાનું પદક ધરાવતાં રહ્યાં. 1944માં લંડન હવાઈ…

વધુ વાંચો >

મેનન, કેશવ કે. પી.

મેનન, કેશવ કે. પી. (જ. 1 સપ્ટેમ્બર 1886, તરુર, પાલઘાટ; અ. 9 નવેમ્બર 1978) : કેરળના સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી, મુત્સદ્દી, તંત્રી અને લેખક. તેમના પિતા પાલઘાટ રાજવી પરિવારના ભીમચ્ચન રાજવી હતા. તેમની સમગ્ર કારકિર્દીમાં અનેક મહત્વની ઘટનાઓ વણાયેલી છે અને કેરળનાં અનેકવિધ પ્રવૃત્તિક્ષેત્રોમાં તેમનો ચિરસ્થાયી પ્રભાવ પડ્યો છે. તેઓ બૅરિસ્ટર થયા…

વધુ વાંચો >

મેનબૉરો

મેનબૉરો (જ. આશરે 1890, શિકાગો, ઇલિનૉઈ; અ. 1976) : અમેરિકાના ફૅશન-ડિઝાઇનર. મૂળ નામ મૅન રૂસો. તેમણે શિકાગોમાં અભ્યાસ કર્યો અને ત્યાં જ વ્યવસાય કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવા બજાવ્યા પછી તેઓ પૅરિસમાં રોકાઈ ગયા; ત્યાં તેઓ ખ્યાતનામ વેચાણગૃહ ‘હાર્પર્સ બાઝાર’માં ફૅશન કલાકાર તરીકે જોડાયા અને ફ્રેન્ચ સામયિક ‘વૉગ’ના તંત્રી બન્યા. 1930માં…

વધુ વાંચો >