મેનચિન્ક-સ્ટીવન્સન, વેરા

February, 2002

મેનચિન્ક-સ્ટીવન્સન, વેરા (જ. 1906, મૉસ્કો; અ. 1944) : જાણીતાં મહિલા ચેસ-ખેલાડી. 1937માં તેમનાં લગ્ન થવાથી તે બ્રિટિશ નાગરિક બન્યાં. તેમની ગણના ચેસનાં સૌ મહિલા-ખેલાડીઓમાં એક અતિ ચપળ અને નિપુણ ખેલાડી તરીકે થતી હતી. 1927(ત્યારે તેઓ ચેસનાં પ્રથમ મહિલા-ચૅમ્પિયન બન્યાં હતાં)થી 1944 સુધી તેઓ વિશ્વવિજેતાનું પદક ધરાવતાં રહ્યાં. 1944માં લંડન હવાઈ હુમલા દરમિયાન તેમનું અવસાન થયું હતું.

મહેશ ચોકસી