મહેશ ચોકસી

મૅકાર્થી, મેરી

મૅકાર્થી, મેરી (જ. 21 જૂન 1912, સિએટલ વૉશિંગ્ટન, યુ.એસ; અ. 25 ઑક્ટોબર 1989, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકાના મહિલા-નવલકથાકાર, વિવેચક અને ટૂંકી વાર્તાનાં લેખિકા. તીવ્ર બુદ્ધિશક્તિ વડે તેમણે રાજકારણથી માંડીને પ્રવાસન તેમજ મૈત્રી-સંબંધો જેવા થોકબંધ વિષયોમાં પ્રતિભાનો નવો ઉજાસ પાથર્યો. 40 ઉપરાંત વર્ષોથી તે અમેરિકાના બૌદ્ધિક જગત પર છવાઈ રહ્યાં. 1933માં…

વધુ વાંચો >

મૅકાર્થી, યૂજીન જૉસેફ

મૅકાર્થી, યૂજીન જૉસેફ (જ. 29 માર્ચ 1916, વૉટકિન્સ, મિનેસોટા, અમેરિકા; અ. 10 ડિસેમ્બર 2005 વોશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના પ્રખ્યાત રાજદ્વારી પુરુષ. તેમણે સેંટ જૉન્સ યુનિવર્સિટી તથા મિનેસોટા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. 1940–43 દરમિયાન તેમણે સેન્ટ જૉન્સ ખાતે શિક્ષણકાર્ય સંભાળ્યું. તે પછી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી બાતમી શાળામાં કામગીરી બજાવી.…

વધુ વાંચો >

મૅકિન્ટૉશ, ચાર્લ્સ

મૅકિન્ટૉશ, ચાર્લ્સ (જ. 29 ડિસેમ્બર 1766, ગ્લાસગો, વેસ્ટ સ્કૉટલૅન્ડ; અ. 25 જુલાઈ 1843; ગ્લાસગો, યુ.કે.) : ઉત્પાદનક્ષેત્રમાં વ્યસ્ત રસાયણવિજ્ઞાની. ગૅસના કારખાનાની બિનજરૂરી પેદાશોનો કોઈક ફળદાયી ઉપયોગ શોધવામાં તેઓ પ્રવૃત્ત હતા. તે દરમિયાન તેમણે 1823માં કાપડને જલાભેદ્ય (water-proof) બનાવવાની પ્રક્રિયા શોધી કાઢી; આને પરિણામે રેનકોટ જેવાં સાધનો બનાવવાનું શક્ય બન્યું. તે…

વધુ વાંચો >

મૅકિન્લે, વિલિયમ

મૅકિન્લે, વિલિયમ (જ. 29 જાન્યુઆરી 1843, નાઇલ્સ, ઓહાયો, યુ.એસ.; અ. 14 સપ્ટેમ્બર 1901, બફેલો, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકાના રાજકારણી અને પચીસમા પ્રમુખ. તેમણે અમેરિકાના આંતરવિગ્રહ દરમિયાન સેવા બજાવી અને પછી વકીલાતનો વ્યવસાય અપનાવ્યો. 1877માં તેઓ અમેરિકાની કૉંગ્રેસમાં ચૂંટાયા; 1881માં તે ઓહાયોના ગવર્નર બન્યા. તેમનું નામ ‘મૅકિન્લે બિલ’ સાથે સંકળાયેલું છે.…

વધુ વાંચો >

મેકેન, અડા આઇઝૅક

મેકેન, અડા આઇઝૅક (જ.  15 જૂન 1835, ન્યૂ ઑર્લિયન્સ, લૉસ ઍન્જલસ; અ. 10 ઑગસ્ટ 1868, પૅરિસ, ફ્રાન્સ) : અભિનેત્રી. તેમના સાવકા પિતા તથા પ્રથમ પતિના અવસાન પછી, તેમણે નર્તકી તરીકે તથા સર્કસમાં ઘોડેસવાર તરીકે કામ કરીને પોતાનું ભરણપોષણ કરવાનું ચાલુ રાખ્યું. 1857માં તેમણે ફિલ્મજગતમાં અભિનય-ક્ષેત્રે પ્રવેશ કર્યો. 1861 દરમિયાન આખાય…

વધુ વાંચો >

મેકેન્લી, રે(મંડ)

મેકેન્લી, રે(મંડ) (જ. 30 માર્ચ 1926, બનક્રેના, આયર્લૅન્ડ; અ. 15 જૂન 1989, આયર્લૅન્ડ) : બ્રિટિશ અભિનેતા. 1947થી તે ડબ્લિન ઍબી થિયેટરના સભ્ય હતા. ત્યાં રહીને 1963 સુધીમાં તેમણે 150 નાટ્યપ્રયોગોમાં ભાગ લીધો હતો. લંડનની રંગભૂમિ પર સૌપ્રથમ પ્રવેશ કર્યો 1962માં; વેસ્ટ એન્ડ ખાતે ભજવાયેલું તે પછીનું તેમની મહત્વની ભૂમિકા ધરાવતું…

વધુ વાંચો >

મૅકેન્લી, હર્બ

મૅકેન્લી, હર્બ (જ. 10 જુલાઈ 1922, ક્લૅરન્ડન, જમૈકા; અ. 26 નવેમ્બર 2007, જમૈકા) : જમૈકાના દોડવીર. 400 મી. (1948–50) તથા 440 વાર(1947–56)ની સ્પર્ધાઓમાં તેમણે વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. ઇલિનૉઇ યુનિવર્સિટી તરફથી સ્પર્ધામાં ભાગ લઈને તે 220 વાર(1947–48)ની સ્પર્ધા માટે ‘નૅશનલ કૉલેજિયેટ ઍથ્લેટિક ઍસોસિયેશન ચૅમ્પિયન’ બન્યા અને 440 વાર (1945; 1947–48)ની સ્પર્ધામાં…

વધુ વાંચો >

મૅકૅરૉવ, નૅતૅલિયા

મૅકૅરૉવ, નૅતૅલિયા (જ. 21 નવેમ્બર 1940, લેનિનગ્રાડ) : સાંપ્રત સમયનાં અગ્રણી બૅલે નર્તિકા. નાટ્યાત્મક નૃત્ય-શૈલીથી પ્રભાવિત કરનારાં અને નૃત્યકલાની ર્દષ્ટિએ સર્વાંગસંપૂર્ણ નિપુણતા ધરાવનારાં બૅલે-નૃત્યાંગના તરીકે તેઓ વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યાં છે. 1959માં તેમણે લેનિનગ્રાડ કૉરિયોગ્રાફિક સ્કૂલમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી અને તુરત જ કિરૉવ બૅલે કંપનીમાં જોડાયાં. ‘કિરૉવ’ની પ્રારંભિક યુરોપ-યાત્રા (1961) દરમિયાન…

વધુ વાંચો >

મેકૉર્મિક, પેર્ટિસિયા

મેકૉર્મિક, પેર્ટિસિયા (જ. 12 મે 1930, સીલ બીચ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં મહિલા તરવૈયા. તેઓ ઑલિમ્પિક રમતોમાં ભાગ લેનાર સૌથી મહાન મહિલા તરણ-ખેલાડી મનાય છે. હેલસિન્કી (1952) અને મેલબૉર્ન (1956) એમ 2 ઑલિમ્પિક રમતોમાં પ્લૅટફૉર્મ પરથી (10 મી. ટાવર) તથા સ્પ્રિંગબૉર્ડ(3મી.)ની એમ બંને તરણસ્પર્ધામાં સુવર્ણચંદ્રકો મેળવનાર તે એકમાત્ર વ્યક્તિ છે. પ્રારંભમાં…

વધુ વાંચો >

મેક્લૅરન, નૉર્મન

મેક્લૅરન, નૉર્મન (જ. 11 એપ્રિલ 1914, સ્ટર્લિંગ, સ્કૉટલૅન્ડ; અ. 27 જાન્યુઆરી 1987, મોન્ટ્રિયલ, કૅનેડા) : કૅનેડાના ફિલ્મ દિગ્દર્શક. તેમણે સચેતીકૃત (animated) ફિલ્મ-નિર્માણના ક્ષેત્રે યશસ્વી વિકાસ સિદ્ધ કરી બતાવ્યો. સચેતીકરણવાળી ફિલ્મોના ક્ષેત્રે વીસમી સદીના તે એક સૌથી નામાંકિત સર્જક તરીકે નામના પામ્યા. ફિલ્મ-પટ્ટી પર ધ્વનિ તથા છબીચિત્રોનું સીધું જ આલેખન (inscription)…

વધુ વાંચો >