મહેશ ચોકસી
કલ્પનવાદ
કલ્પનવાદ (imagism) : ઇંગ્લૅન્ડ તથા અમેરિકાના કવિઓના જૂથની મુખ્યત્વે રંગદર્શિતાવાદ સામેની ઝુંબેશ. તેનો પ્રભાવ પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વે 1909થી 1917 સુધી વિશેષ રહ્યો. આ કવિજૂથ ટી. ઈ. હ્યુમની સૌંદર્યલક્ષી વિચારમીમાંસામાંથી પ્રેરણા પામ્યું હતું. જૂથના અગ્રેસર એઝરા પાઉન્ડે એચ.ડી.ના હુલામણા નામે ઓળખાતાં હિલ્ડા ડુલિટલ, રિચાર્ડ એલ્ડિંગ્ટન તથા એફ. એસ. ફ્લિન્ટ સાથે મળીને…
વધુ વાંચો >કલ્પના (સાહિત્ય)
કલ્પના (સાહિત્ય) : સર્જનાત્મક પ્રવૃત્તિ માટેનું તાત્વિક મહત્વનું ઉપાદાન. પ્રારંભમાં સર્જકો તથા વિવેચકોએ મુખ્યત્વે તેનો કાવ્યપ્રવૃત્તિને અનુલક્ષીને ઉલ્લેખ કર્યો છે. સાહિત્યનાં બીજાં સ્વરૂપો અને સિદ્ધાંતોની જેમ જ આ પ્રશ્ન વિશે પણ મધ્યયુગ તથા પુનરુત્થાન યુગ દરમિયાન ઍરિસ્ટોટલ અને પ્લૅટોના નામે ઘણી ચર્ચા થઈ છે. મધ્યયુગ દરમિયાન કલ્પનાલક્ષી બાબતો પૂરતો બહુધા…
વધુ વાંચો >કામિલ મહંમદ અમીન
કામિલ મહંમદ અમીન (જ. 3 ઑગસ્ટ 1924, કાશ્મીર; અ. 30 ઑક્ટોબર 2014, જમ્મુ) : કાશ્મીરી લેખક. ‘અમીન કામિલ’ કે ‘કામિલ કાશ્મીરી’ તરીકે પણ ઓળખાય છે. તેમણે ‘ગારિક’ના નામે ઉર્દૂમાં કવિતા લખી છે. બી.એ., એલએલ.બી. થઈને એસ. પી. કૉલેજ, શ્રીનગરમાં અધ્યાપક થયા. તેમણે ‘શીરાઝ’ તથા ‘સોન-આદાબ’ સામયિકોનું સંપાદન કર્યું હતું. કાશ્મીરી…
વધુ વાંચો >કાલ્દેરોં લા બાર્કા, પેદ્રો
કાલ્દેરોં લા બાર્કા, પેદ્રો (જ. 17 જાન્યુઆરી 1600, માડ્રિડ; અ. 25 મે 1681, માડ્રિડ) : સ્પેનના મહાન નાટ્યકાર. પિતા ઉગ્ર સ્વભાવના અને સરમુખત્યારવાદી હતા. કૌટુંબિક સંબંધોની તંગદિલીની તેમના યુવાન માનસ પર ઘેરી અસર પડી હતી. તેમનાં ઘણાં નાટકોમાં કુટુંબજીવનની કૃત્રિમતાની માનસિક તથા નૈતિક અસરોની વાત આવ્યા કરે છે. શાળાનો અભ્યાસ…
વધુ વાંચો >કાસિન્યસ્કી, ઝિગ્મૂંટ
કાસિન્યસ્કી, ઝિગ્મૂંટ (જ. 19 ફેબ્રુઆરી 1812, પૅરિસ; અ. 23 ફેબ્રુઆરી 1895, પૅરિસ) : પોલૅન્ડના નામી કવિ તથા નાટ્યકાર. આગેવાન ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. પ્રારંભમાં કાયદાનો અભ્યાસ કરવા વૉર્સો યુનિવર્સિટીમાં જોડાયા. ત્યારબાદ 1829માં જિનીવામાં અભ્યાસ શરૂ કર્યો. મોટાભાગની જિંદગી તેમણે વિદેશોમાં ગાળી અને પોતાની કૃતિઓ પોતાના નામોલ્લેખ વગર જ પ્રગટ કરી. રશિયન…
વધુ વાંચો >કાસ્તેલો બાંક્રો કામીલો
કાસ્તેલો બાંક્રો કામીલો (જ. 16 માર્ચ 1825, લિસ્બન; અ. 1 જૂન 1890, સીદ, પોર્ટુગલ) : પોર્ટુગીઝ નવલકથાકાર. રંગદર્શીથી માંડીને વાસ્તવદર્શી વિષય તથા શૈલીની 58 નવલકથાઓના આ લેખક પોર્ટુગલના બાલ્ઝાકનું બિરુદ પામ્યા છે. માનસિક ઉન્માદનાં વારસાગત લક્ષણો ધરાવતા કુટુંબમાં અનૌરસ સંતાન તરીકે જન્મ થયો અને હાડમારીભર્યા તથા સંસ્કારવંચિત પ્રદેશમાં અનાથ બાળક…
વધુ વાંચો >કિશોર કલ્પનાકાંત
કિશોર કલ્પનાકાંત (જ. 4 ઑગસ્ટ 1930, રતનગઢ, રાજસ્થાન; અ. 2 જૂન 2001, બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ, પત્રકાર તથા અનુવાદક. તેમના કાવ્યસંગ્રહ ‘કૂખ પડ્યે રી પીર’ માટે તેમને સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો. તેમના પિતા સંગીત, ચિત્રકલા જેવી લલિતકલાઓમાં પારંગત હતા. એ કાવ્યના સંસ્કાર તેમને તથા શૈશવથી જ સાંપડ્યા…
વધુ વાંચો >કે. ત્રિપુરાસુંદરી ‘લક્ષ્મી’
કે. ત્રિપુરાસુંદરી ‘લક્ષ્મી’ (જ. 21 માર્ચ 1921, તિરુચિરાપલ્લી તામિલનાડુ; અ. 7 જાન્યુઆરી 1987) : તમિળ ભાષાનાં લેખિકા. તેમની નવલકથા ‘ઓરુ કાવિરિયે પોલ’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પ્રારંભિક શિક્ષણ તેમણે હોલી ક્રૉસ કૉલેજમાં લીધું અને પછી મદ્રાસ યુનિવર્સિટીની સ્ટૅન્લી મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી. પોતાના તબીબી વ્યવસાયની…
વધુ વાંચો >