મહેશ ચોકસી
મિડલ ઇંગ્લિશ
મિડલ ઇંગ્લિશ : નૉર્મંડીની જીત(1066)થી માંડીને ઇંગ્લૅંડમાં મુદ્રણકામના પ્રારંભ (1476) સુધીનાં લગભગ 400 વર્ષ દરમિયાન બોલાતી રહેલી અંગ્રેજી ભાષા. અંગ્રેજી ભાષાના સૌથી પ્રાચીન સ્વરૂપ જેવી ઓલ્ડ ઇંગ્લિશ તથા તેના અર્વાચીન પ્રકાર સમી મૉડર્ન ઇંગ્લિશ વચ્ચેની આ કડીરૂપ ભાષા છે. તેના મહત્વના પ્રાદેશિક ભાષાવિસ્તારો તરીકે નૉર્ધર્ન, મિડલૅન્ડ તથા સધર્ન વિસ્તારો છે.…
વધુ વાંચો >મિત્ર, અરુણ
મિત્ર, અરુણ [જ. 1909, જેસોર, બંગાળ (હવે બાંગ્લાદેશમાં); અ. ઑગસ્ટ 2000, કૉલકાતા] : બંગાળી સાહિત્યકાર. તેમના ‘ખુઁજતે ખુઁજતે એત દૂર’ નામના કાવ્યગ્રંથને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી તેમણે થોડો વખત પત્રકાર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે કૉલકાતાના એલાયન્સ ફ્રાંસેમાં ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો…
વધુ વાંચો >મિથ ઑવ્ સિસિફસ, ધ
મિથ ઑવ્ સિસિફસ, ધ : આલ્બેર કામૂલિખિત નિબંધ. ‘ધ મિથ ઑવ્ સિસિફસ’ (1942; અં. ભા. 1955) નામના આ ટૂંકા પણ મહત્વના તાત્વિક નિબંધમાં કામૂએ ઍબ્સર્ડ તત્વ તથા માનવોની પરિસ્થિતિ અંગેની પોતાની વિભાવના સમજાવી છે. જે વિશ્વ સાથે માનવો વિષમતા અને મતભેદ અનુભવે છે તે વિશ્વમાં કશો અર્થ જ નથી તેમજ…
વધુ વાંચો >મિથિલા-વૈભવ
મિથિલા-વૈભવ (1963) : મૈથિલીના ચિંતક-સાહિત્યકાર યશોધર જહાનો તત્વજ્ઞાનવિષયક અભ્યાસગ્રંથ. તેમાં ભારતીય તત્વદર્શનના સમન્વય પર ભાર મુકાયો છે. ઘણા લાંબા સમયથી મિથિલા તત્વજ્ઞાનીઓનું ધામ રહ્યું હતું. આથી તે તત્વદર્શનની વિચારધારા તથા ગહન પાંડિત્ય માટે પંકાયેલું રહ્યું. આ ગ્રંથ મિથિલાની ગૌરવ-ગાથારૂપ છે. લેખક પોતે પંડિત મધુસૂદન વિદ્યાવાચસ્પતિના વિદ્યાર્થી હોઈ પુસ્તકમાં તેમના ગુરુના…
વધુ વાંચો >મિનૅન્ડર
મિનૅન્ડર (જ. ઈ. સ. પૂ. આશરે 343, ઍથેન્સ; અ. ઈ. સ. પૂ. 291, ઍથેન્સ) : પ્રાચીન ગ્રીસના કૉમેડી-લેખક. પ્રાચીન કાળમાં ખૂબ ખ્યાતનામ અને પ્રભાવશાળી સર્જક લેખાતા. વિવેચકોએ તેમને ‘નવ્ય (new) ગ્રીક કૉમેડી’ના સર્વોચ્ચ કવિ લેખ્યા હતા. ઍથેન્સની રંગભૂમિના કૉમેડી નાટ્યપ્રકારના આ છેલ્લા શ્રેષ્ઠ સર્જકને તેમના જીવનકાળ દરમિયાન ખૂબ મર્યાદિત સફળતા…
વધુ વાંચો >મિનેલી, લિઝા
મિનેલી, લિઝા (જ. 12 માર્ચ 1946, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં અભિનેત્રી અને ગાયિકા. રૂપેરી પડદા પર સૌપ્રથમ વાર તેમણે પોતાનાં માતાએ તૈયાર કરેલા ચલચિત્ર ‘ઇન ધ ગુડ ઓલ્ડ સમરટાઇમ’(1949)માં અભિનેત્રી તરીકે દેખા દીધી. 1965માં ‘ફલૉરા, ધ રેડ મિનૅસ’માંના અભિનય બદલ ટૉની ઍવૉર્ડનાં વિજેતા બન્યાં. આ પદક મેળવનારાં તે સૌથી…
વધુ વાંચો >મિયર, ઉલ્રિક
મિયર, ઉલ્રિક (જ. 22 ઑક્ટોબર 1967, ઑસ્ટ્રિયા; અ. 29 જાન્યુઆરી 1994) : બરફ પર સરકવાની રમતનાં મહિલા ખેલાડી (skier). તેઓ સુપરજાયન્ટ સ્લૅલૉમ સ્કીઇંગ ચૅમ્પિયનશિપનાં 2 વાર વિજેતા બન્યાં હતાં. ત્યારબાદ એક વાર સરકવાની રમતના પૂર્વાભ્યાસમાં તેઓ વ્યસ્ત હતાં ત્યારે તેમને જીવલેણ અકસ્માત નડ્યો. વર્લ્ડ કપ રેસમાં આ રમતમાં અવસાન પામનાર…
વધુ વાંચો >મિલર, કીથ (રૉસ)
મિલર, કીથ (રૉસ) (જ. 28 નવેમ્બર 1919, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા; અ. 11 ઓક્ટોબર 2004, મોર્નિગટન, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટ-ખેલાડી. 1948ની ડૉન બ્રૅડમૅન ટેસ્ટ ટીમમાં તેમણે વિશ્વના તે સમયના એક મહાન ઑલરાઉન્ડર ખેલાડી તરીકે નામના મેળવી. તેમની કારકિર્દી દરમિયાન તેમણે 55 ટેસ્ટ મૅચોમાં 2,598 રન કર્યા અને તેમાં 7 સદીઓ…
વધુ વાંચો >મિલ્સ, જૉન (સર)
મિલ્સ, જૉન (સર) (લૂઈ અર્નેસ્ટ વૉટ્સ) (જ. 22 ફેબ્રુઆરી 1908, સફોક, ઇંગ્લૅન્ડ; અ. 23 એપ્રિલ 2005, દેનહામ, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના નામી અભિનેતા અને દિગ્દર્શક. તેમણે સૌપ્રથમ પ્રારંભ કર્યો રંગભૂમિ પરના અભિનયથી 1929માં. 1930ના દશકા દરમિયાન હળવી કૉમેડી તથા સંગીતનાટિકાઓમાંના અભિનયથી તેઓ બેહદ લોકપ્રિય નીવડ્યા. તેમને સવિશેષ નામના મળી ફિલ્મ-અભિનેતા તરીકે.…
વધુ વાંચો >મિલ્સ, હૅલી
મિલ્સ, હૅલી (જ. 18 એપ્રિલ 1946, લંડન, ઇંગ્લૅન્ડ) : આંગ્લ ફિલ્મ-અભિનેત્રી. તેઓ અભિનયના સંસ્કારોવાળા પરિવારમાં ઊછર્યાં હતાં. તેમણે ફિલ્મ-અભિનયના ક્ષેત્રે પ્રારંભ કર્યો. તેમના પિતા જૉન મિલ્સ સાથે 1959માં ‘ટાઇગર બૅ’થી. 1960માં રજૂ થયેલી ‘પૉલિયાન્ના’ના અભિનય બદલ તેમને સ્પેશિયલ ઑસ્કાર ઍવૉર્ડ અપાયો હતો. ત્યારપછી તે ‘ધ પૅરન્ટ ટ્રૅપ’ (1961), ‘વ્હિસલ ડાઉન…
વધુ વાંચો >