મહેશ ચોકસી
એડી ઍન્દ્રે
એડી ઍન્દ્રે (જ. 22 નવેમ્બર 1877, બુડાપેસ્ટ, હંગેરી; અ. 27 જાન્યુઆરી 1919, બુડાપેસ્ટ) : હંગેરીનો વીસમી સદીનો મહાન ઊર્મિકવિ. ગરીબ પણ ખાનદાન કુટુંબમાં જન્મ. શાળાનું શિક્ષણ પૂરું થયા પછી કાયદાનો અભ્યાસ કર્યો. 1900થી અવસાન પર્યંત પત્રકાર તરીકે કામ કર્યું. 1899માં પ્રગટ કરેલો પ્રથમ કાવ્યસંગ્રહ બહુ નોંધપાત્ર ન નીવડ્યો પણ 1903માં…
વધુ વાંચો >એન. ઇબોબીસિંગ
એન. ઇબોબીસિંગ (જ. 13 એપ્રિલ 1921, ઇમ્ફાલ) : મણિપુરી ભાષાના નાટ્યકાર. તેમના નાટક ‘કરંગી મમ અમસુંગ કરંગી અરોઇબા યાહિપ’ને 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમનો વિધિસર અભ્યાસ 7 ધોરણ પૂરતો જ હતો, પણ તેમણે ખાનગી ધોરણે બંગાળી, હિંદી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમણે 18 નાટકો, 3…
વધુ વાંચો >ઍન્ડ્રિચ, ઇવો
ઍન્ડ્રિચ, ઇવો (જ. 9 ઑક્ટોબર 1892, હંગેરી, ઑસ્ટ્રિયા; અ. 13 માર્ચ 1975, બેલગ્રેડ, યુગોસ્લાવિયા) : સર્બો-ક્રૉએશિયન નવલકથાઓ અને ટૂંકી વાર્તાના લેખક. તેમને 1961માં નોબેલ પુરસ્કાર અપાયો હતો. ઍન્ડ્રિચનો ઉછેર વિવિધ ધર્મ અને જાતિના લોકોના સંઘર્ષયુક્ત વાતાવરણમાં થયો હતો. શિક્ષણ સરજેવો નામના શહેરમાં. પ્રિય વિષય ફિલસૂફી. ઉચ્ચશિક્ષણ ઝગ્રેબ, વિયેના, ક્રેકો અને…
વધુ વાંચો >એમ્પસન, વિલિયમ (સર)
એમ્પસન, વિલિયમ (સર) (જ. 27 સપ્ટેમ્બર 1906, હાઉડન, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 15 એપ્રિલ 1984, લંડન) : બ્રિટિશ કવિ અને વિવેચક. વીસમી સદીના અંગ્રેજી વિવેચનસાહિત્ય પર તેમનો પ્રભાવ વિશિષ્ટ ગણાય છે. તેમનું કાવ્યસર્જન બુદ્ધિગમ્ય અને તત્વમીમાંસાથી ભરપૂર છે. કેંબ્રિજની વિંચેસ્ટર કૉલેજ અને મૅગ્ડેલીન કૉલેજમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગણિતશાસ્ત્ર અને અંગ્રેજી…
વધુ વાંચો >એલન – ફોર્નિયર
એલન – ફોર્નિયર (જ. 3 ઑક્ટોબર 1886, સોલોન, ફ્રાન્સ; અ. 22 સપ્ટેમ્બર 1914, સેંટ રેમી ફ્રાન્સ) : ફ્રેંચ લેખક. મૂળ નામ હેનરી-અલબાન ફોર્નિયર. તેમણે પૂરેપૂરી લખેલી એકમાત્ર નવલકથા ‘ધ લાસ્ટ ડોમેન’ (1959) અર્વાચીન યુગની એક પ્રશિષ્ટ કૃતિ ગણાય છે. મધ્ય ફ્રાન્સમાં દૂર દૂર આવેલા ગ્રામ-વિસ્તારમાં ગાળેલા શૈશવના આનંદી દિવસોના બીજ…
વધુ વાંચો >એલ્બી, એડ્વર્ડ (ફ્રેન્કલિન)
એલ્બી, એડ્વર્ડ (ફ્રેન્કલિન) (જ. 12 માર્ચ 1928, વર્જિનિયા (?), અમેરિકા; અ. 16 સપ્ટેમ્બર 2016, ન્યૂયોર્ક, યુ. એસ.) : અમેરિકન નાટ્યકાર અને નાટ્યનિર્માતા. ‘‘હુ’ઝ અફ્રેડ ઑવ્ વર્જિનિયા વૂલ્ફ’’ નામના નાટકથી તેમને પુષ્કળ ખ્યાતિ મળી હતી. આ નાટકને બ્રૉડવેની 1962ની સિઝન દરમિયાન લગભગ તમામ મહત્વના એવૉર્ડ મળ્યા હતા. તેઓ દત્તક પુત્ર હોવાથી…
વધુ વાંચો >એવલિન, જૉન
એવલિન, જૉન (જ. 31 ઑક્ટોબર 1620, વૉટન, સરે, ઇંગ્લૅન્ડ; અ. 27 ફેબ્રુઆરી 1706, વૉટન) : અંગ્રેજ રોજનીશીકાર અને લેખક. તેમણે લલિત કળાઓ, વનવિદ્યા અને ધાર્મિક વિષયો પર આશરે 30 જેટલાં પુસ્તકો લખ્યાં છે. લગભગ આખી જિંદગી દરમિયાન લખેલી તેમની ડાયરી સત્તરમી સદીના ઇંગ્લૅન્ડના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય જીવનને લગતી…
વધુ વાંચો >ઍસ્તૂરિયાસ, મિગલ એંજલ
ઍસ્તૂરિયાસ, મિગલ એંજલ (Miguel Angel Asturias) (જ. 19 ઑક્ટોબર 1899, ગ્વાટેમાલા શહેર, નૉર્થ સેન્ટ્રલ અમેરિકા; અ. 9 જૂન 1974, મેડ્રિડ, સ્પેન) : સાહિત્ય માટેનો 1967નો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્પૅનિશ ભાષાના નામાંકિત નવલકથાકાર અને કવિ. મિગલ એંજલ ઍસ્તૂરિયાસ ગ્વાટેમાલા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. 1923માં ‘ધ સોશિયલ પ્રોબ્લેમ ઑવ્ ધ ઇન્ડિયન’…
વધુ વાંચો >ઑકિનલૅક ક્લૉડ જૉન આયર સર
ઑકિનલૅક, ક્લૉડ જૉન આયર સર (જ. 21 જૂન 1884, હેમ્પશાયર, ઇંગ્લેન્ડ; અ. 23 માર્ચ 1980, મોરોક્કો) : નામી બ્રિટિશ સેનાપતિ. તેમણે વૅલિંગ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો. 1904માં તે 62મી ‘પંજાબીઝ’માં જોડાયા અને 1941માં તેઓ ભારતમાં કમાંડર-ઇન-ચીફ બન્યા; ત્યાર પછી ઉત્તર આફ્રિકામાં વૅવેલના ઉત્તરાધિકારી બન્યા. તેમણે સિરેનાઇકા તરફ સફળતાપૂર્વક આગેકૂચ કરી પણ…
વધુ વાંચો >ઓલપ્પમન્ન
ઓલપ્પમન્ન (જ. 10 જાન્યુઆરી 1923, ઓલપ્પમન્ન મના, જિ. પાલઘાટ, કેરળ; અ. 10 એપ્રિલ 2000) : મલયાળમ કવિ. તેમના ‘નિષ્લાન’ નામક કાવ્યસંગ્રહને ભારતીય સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો એવૉર્ડ મળ્યો છે. તેમનો પરિવાર કલાપ્રેમ તથા સ્વાતંત્ર્ય-આંદોલનમાંના સક્રિય સહયોગ માટે ખૂબ પ્રખ્યાત હતો. હાલ પાલઘાટમાં નિવાસ કરી ખેતી તથા રબર-ઉત્પાદનમાં તેઓ રસ લઈ…
વધુ વાંચો >