મહેશ ચોકસી
હર્સ્ટ ડૅમિયન
હર્સ્ટ, ડૅમિયન (જ. 1965, બ્રિસ્ટલ, ઇંગ્લૅન્ડ) : કલાક્ષેત્રે અવનવીન વસ્તુઓના પ્રવર્તક. આંગ્લ કલાકાર. તેમણે લંડનની ગોલ્ડસ્મિથ કૉલેજ ખાતે કલાનો અભ્યાસ કર્યો અને અનેક ચિત્રો તેમજ મિશ્ર માધ્યમનાં શિલ્પોનું સર્જન કર્યું. ડૅમિયન હર્સ્ટ ત્યાર પછી તેમણે મૃત પ્રાણીઓનાં શરીર કે અમુક ભાગોનો ઉપયોગ કરીને બનાવેલી કૃતિઓથી તે બહુ જાણીતા થયા. ‘મધર…
વધુ વાંચો >હસરત સુખપાલ વીરસિંગ
હસરત, સુખપાલ વીરસિંગ (જ. 27 ઑગસ્ટ 1938, તેહસિલ ખાનેવાલ, મુલતાન – હાલ પાકિસ્તાનમાં) : પંજાબી ભાષાના નામી કવિ, નવલકથાકાર અને વિવેચક. તેમના કાવ્યસંગ્રહ ‘સૂરજ તે કહેકશાં’ને 1980ના કેન્દ્રીય વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1959માં તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી; ત્યાર બાદ પંજાબ સરકારના જાહેર…
વધુ વાંચો >હસુરકર શ્રીનાથ એસ.
હસુરકર, શ્રીનાથ એસ. (જ. 1924) : સંસ્કૃતના સાહિત્યકાર. તેમનો જન્મ પાંડિત્યની લાંબી પરંપરા ધરાવતા યશસ્વી પરિવારમાં થયો હતો. તેમની ઐતિહાસિક નવલકથા ‘સિંધુકન્યા’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે આધુનિક શિક્ષણ મેળવવા ઉપરાંત પરંપરાગત ભારતીય ઇતિહાસ તથા સંસ્કૃતિની બુનિયાદ ધરાવતી પ્રાચીન પદ્ધતિનું શિક્ષણ પણ મેળવ્યું હતું. સંસ્કૃતમાં એમ.એ., સાહિત્યાચાર્ય…
વધુ વાંચો >હસુરુ હોન્નુ (1978)
હસુરુ હોન્નુ (1978) : કન્નડ કવિ. બી. જી. એલ. સ્વામી-રચિત કૃતિ. આ કૃતિને 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. કૃતિના શીર્ષકનો અર્થ થાય છે ‘લીલું સોનું’. તેમાંથી ફલિત થાય છે કે તેઓ વનસ્પતિસૃષ્ટિને અપાર પ્રેમ કરે છે. તેઓ કેટલાક છોડવાનો, વનસ્પતિજગતનો વાચકને પરિચય કરાવવા માંગે છે. આ પુસ્તકનાં…
વધુ વાંચો >હંટ (હેન્રી સેસિલ) જૉન હંટ બૅરન
હંટ, (હેન્રી સેસિલ) જૉન હંટ, બૅરન (જ. 1910, માર્લબરો, ઇંગ્લૅન્ડ) : નામી આંગ્લ પર્વતારોહક. તેઓ બ્રિટનના લશ્કરી અફસર હતા અને તેમણે ભારત અને યુરોપમાં લશ્કરી અને પર્વતારોહણની સેવા બજાવી હતી. 1953માં તેમણે માઉન્ટ એવરેસ્ટ પરના પ્રથમ સફળ અભિયાનનું નેતૃત્વ સંભાળ્યું હતું. 1958માં કૉકેસિયન પર્વતના આરોહણ-અભિયાન માટેની બ્રિટિશ-સોવિયેત ટુકડીમાં બ્રિટિશ ટુકડીનું…
વધુ વાંચો >હાફિઝ ઔર ઇકબાલ (1976)
હાફિઝ ઔર ઇકબાલ (1976) : ઉર્દૂના વિદ્વાન. વિવેચક યૂસુફ હુસેન ખાન(જ. 1942)નો અભ્યાસગ્રંથ. ખ્વાજા હાફિઝ શિરાલી તથા મોહમદ ઇકબાલ ફારસી ભાષાના મહાન શાયરો છે. એ બંનેની કાવ્ય-વિશેષતાઓના સામ્ય-વૈષમ્યની રસપ્રદ ચર્ચા અને છણાવટ તુલનાત્મક પદ્ધતિએ આ પુસ્તકમાં કરવામાં આવી છે. હાફિઝની શાયરી-શૈલીની ઇકબાલની શાયરી-રચનાઓ પર જે પ્રભાવ પડ્યો છે તેનું તેમણે…
વધુ વાંચો >હાવર્ડ એબેનઝર (સર)
હાવર્ડ એબેનઝર (સર) (જ. 1850 લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1928) : ઉદ્યાનનગરી (garden city) આંદોલનના આંગ્લ પ્રણેતા. 1872માં સ્થળાંતર કરીને નેબ્રાસ્કા ગયા, પણ 1877માં ઇંગ્લૅન્ડ પાછા ફર્યા. ત્યાં તેમણે પાર્લમેન્ટમાં શૉર્ટહેન્ડ-રાઇટર તરીકે કામગીરી બજાવી. ‘ટુમૉરો’ (1898) નામના તેમના પુસ્તકમાં ગ્રામીણ અને શહેરી સુવિધા-સવલત તેમજ હરિયાળી ભૂમિપટ્ટી (green belt) ધરાવતા સ્વનિર્ભર વસવાટોની…
વધુ વાંચો >હિમલર હેનરિક
હિમલર, હેનરિક (જ. 1900, મ્યૂનિક, જર્મની; અ. 1945) : જર્મનીના નાઝી નેતા અને પોલીસ વડા. 1925માં તે નાઝી પાર્ટીમાં જોડાયા અને 1929માં તે એસ. એસ. રક્ષક દળ(Schutzstaffel, protective force)ના વડા નિમાયા. હેનરિક હિમલર આ દળ મૂળ તો હિટલરના અંગત રક્ષણ માટેના દળ તરીકે વિકસાવાયું હતું; પરંતુ તેમણે એ દળને પાર્ટીના…
વધુ વાંચો >હિમાલયન્ત (1976)
હિમાલયન્ત (1976) : કોંકણી સાહિત્યકાર રવીન્દ્ર કેલકર (જ. 1925, ગોવા) રચિત કૃતિ. તેમની આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1977ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેઓ નામી નિબંધકાર અને ગદ્યલેખક છે. રામ મનોહર લોહિયાનાં પ્રેરણા-પ્રોત્સાહનથી તેઓ 1946માં ગોવાના મુક્ત આંદોલનમાં જોડાયા અને શિક્ષણ અધૂરું છોડવું પડ્યું. 3 વર્ષ સુધી તેમણે આંદોલનમાં ભાગ…
વધુ વાંચો >હિસ્ટરી ઑવ્ ધર્મશાસ્ત્ર (1953)
હિસ્ટરી ઑવ્ ધર્મશાસ્ત્ર (1953) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પ્રાચ્યવિદ્યાવિજ્ઞાની મહામહોપાધ્યાય પી. વી. કાણે રચિત ગ્રંથ. કુલ 5 ભાગ પૈકી આ ચોથો ભાગ 1953માં પ્રગટ થયો હતો. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1956ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ એક અનોખો ગ્રંથ છે અને વસ્તુત: તે હિંદુ ધર્મના એન્સાઇક્લોપીડિયા જેવો વિશાળ અને…
વધુ વાંચો >