મણિપુરી સાહિત્ય

એન. ઇબોબીસિંગ

એન. ઇબોબીસિંગ (જ. 13 એપ્રિલ 1921, ઇમ્ફાલ) : મણિપુરી ભાષાના નાટ્યકાર. તેમના નાટક ‘કરંગી મમ અમસુંગ કરંગી અરોઇબા યાહિપ’ને 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમનો વિધિસર અભ્યાસ 7 ધોરણ પૂરતો જ હતો, પણ તેમણે ખાનગી ધોરણે બંગાળી, હિંદી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમણે 18 નાટકો, 3…

વધુ વાંચો >

કીશમ પ્રિયકુમાર

કીશમ, પ્રિયકુમાર (જ. 1949, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરના જાણીતા વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘નોઙ્દિ તારકખિદરે’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઇજનેરીમાં ડિપ્લોમા મેળવ્યા બાદ જુનિયર ઇજનેર તરીકે કાર્યનો પ્રારંભ કર્યો અને હાલ મદદનીશ ઇજનેર તરીકે કાર્ય કરે છે. તેઓ મણિપુરી સાહિત્યિક સામયિકો ‘સાહિત્ય’, ‘વખાલ’ના સંપાદક…

વધુ વાંચો >

ગુણ સિંહ, હિજામ

ગુણ સિંહ, હિજામ (જ. માર્ચ 1927, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘વીર ટિકેન્દ્રજિત રોડ’ (1983) માટે 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. ગુવાહાટી યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યા પછી 1944માં તેઓ રાજ્ય ન્યાયતંત્રમાં જોડાયા અને 1985માં સેવાનિવૃત્ત થયા. તેમણે 5 નવલકથાઓ, 3 વાર્તાસંગ્રહો અને 1 નિબંધસંગ્રહ આપ્યાં…

વધુ વાંચો >

નોંથોમ્બમ, વીરેનસિંહ

નોંથોમ્બમ, વીરેનસિંહ (જ. 1945, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરના કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મપાલ નાઇદબસિદા’ માટે તેમને સાહિત્ય અકાદમીનો 1993ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. 1965માં બી.એ. શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ. અત્યારે ડી.એમ. કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ, ઇમ્ફાલમાં મણિપુરી ભાષાના ટ્યૂટર. તેમણે 3 કાવ્યસંગ્રહો ઉપરાંત ટૂંકી વાર્તાનો સંગ્રહ તથા લઘુ નાટકોનો સંગ્રહ…

વધુ વાંચો >

બિનોદિનીદેવી, એમ. કે. 

બિનોદિનીદેવી, એમ. કે.  (જ. 1922, ઇમ્ફાલ) : જાણીતાં મણિપુરી નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. તેમને તેમની નવલકથા ‘બડોસાહિબ ઓંગ્બી સનતોમ્બી’ માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી શાંતિનિકેતન ખાતે કલાભવનમાં કલાની તાલીમ લીધી. મણિપુરની સાંસ્કૃતિક સંસ્થા રૂપરંગનાં તેઓ સ્થાપક સભ્ય છે. વળી…

વધુ વાંચો >

મણિપુરી ભાષા અને સાહિત્ય

મણિપુરી ભાષા અને સાહિત્ય : સિનોટિબેટન ભાષાકુળની બે મહત્વની શાખાઓ, તેમાંની એક તે ટિબેટો-બર્મન જૂથ, તેની સાથે મણિપુરી સંકળાયેલી છે. બ્રાયન હૉટન હૉજ્સને આ ભાષાનો પ્રથમ અભ્યાસ કર્યો. તે પછી જ્યૉર્જ ગ્રિયર્સને મણિપુરીનાં મૂળ અને તેની વિલક્ષણતાઓ વિશે અભ્યાસ કર્યો. મણિપુરીને કાચીનમાં બોલાતી ભાષા સાથે સૌથી ગાઢ નાતો હોવાનું તેણે…

વધુ વાંચો >

મીતૈ, સાગોલસેમ લનચેનબા

મીતૈ, સાગોલસેમ લનચેનબા (જ. 1961, ઇમ્ફાલ) : મણિપુરી ભાષાના કવિ. તેમના ‘હિ નંગ્બુ હોન્દેદા’ નામક કાવ્યસંગ્રહને ભારતીય સાહિત્ય અકાદમીનો 1999ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે મણિપુર યુનિવર્સિટીમાંથી હિંદી વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. 1987થી તેઓ ‘ધનમંજરી કલા મહાવિદ્યાલય’માં હિંદીના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરે છે. તેઓ મણિપુરી રાઇટર્સ ઍસોસિયેશનના સેક્રેટરી, મણિપુર…

વધુ વાંચો >

લમબમ, વીરમણિસિંહ

લમબમ, વીરમણિસિંહ (જ. 1925) : મણિપુરી વાર્તાકાર. તેમના વાર્તાસંગ્રહ ‘ચેખલા પૈખરવાડા’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી અને સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. પછી તેઓ ઇમ્ફાલ ખાતેની બેઝિક ટ્રેનિંગ કૉલેજમાં અધ્યાપક બન્યા. ત્યારબાદ તેઓ થૌબાલ જિલ્લામાં વિજ્ઞાન-સુપરવાઇઝર બન્યા. મણિપુર ખાતેના…

વધુ વાંચો >

શાસ્ત્રી, નીલાવીર શર્મા

શાસ્ત્રી, નીલાવીર શર્મા (જ. 1927) : મણિપુરી ભાષાના કવિ તથા ટૂંકી વાર્તાના લેખક. ‘તત્ખ્રવા પુન્સી લૈપુલ’ નામના તેમના ટૂંકી વાર્તાના સંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમનો ઉછેર ઇમ્ફાલમાં થયો; ત્યાં હિંદી ભાષાના શિક્ષક તરીકેની કારકિર્દી પછી 1987માં નિવૃત્ત. હિંદી ભાષાના શિક્ષણકાર્યના ક્ષેત્રે તેમણે બજાવેલી સેવાને લક્ષમાં…

વધુ વાંચો >

સમરેન્દ્રસિંગ લૈશરામ

સમરેન્દ્રસિંગ લૈશરામ (જ. 1925, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરી ભાષાના કવિ. મૂળ કલકત્તા (હવે કોલકાતા) યુનિવર્સિટીમાંથી બી.એ.ની અને વિશ્વભારતીમાંથી બી.ટી.ની ડિગ્રી મેળવી. શિક્ષકની કારકિર્દીમાંથી નિવૃત્ત થયા પછી હવે (2002માં) તેઓ સ્વતંત્ર રીતે લેખનકાર્યમાં પ્રવૃત્ત છે. તેમને મળેલાં સન્માનમાં મણિપુરી સાહિત્ય પરિષદ તરફથી જેમિની સુંદર ગુહા સુવર્ણચંદ્રક (1975), કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ…

વધુ વાંચો >