ભૌતિકશાસ્ત્ર

ઇલેક્ટ્રૉન

ઇલેક્ટ્રૉન : પદાર્થની પરમાણુ-રચનાના ત્રણ મૂળભૂત સૂક્ષ્મ કણો – ઇલેકટ્રોન, પ્રોટૉન અને ન્યૂટ્રૉન – પૈકીનો ઋણ વિદ્યુતભારવાહી એક સૂક્ષ્મ કણ. ધન વિદ્યુતભારવાહી પ્રોટૉન અને વિદ્યુતભારરહિત ન્યૂટ્રૉન, પરમાણુનું ન્યૂક્લિયસ રચે છે. પ્રોટૉનના કારણે ધન વિદ્યુતભારિત બનેલા ન્યૂક્લિયસની આસપાસ જુદી-જુદી ખાસ કક્ષાઓમાં ઇલેકટ્રોન નિરંતર ઘૂમતા રહે છે. (જેમ સૂર્યમંડળમાં કેન્દ્રસ્થાને આવેલા સૂર્યની…

વધુ વાંચો >

ઇલેકટ્રોન અનુચુંબકીય અનુનાદ

ઇલેકટ્રોન અનુચુંબકીય અનુનાદ : જુઓ ઇલેકટ્રોન સ્પિન સંસ્પંદન અને વર્ણપટ.

વધુ વાંચો >

ઇલેકટ્રોન ઊણપવાળાં સંયોજનો

ઇલેકટ્રોન ઊણપવાળાં સંયોજનો (electron-deficient compounds) : જેમાં સંયોજકતા માટે જરૂરી ઇલેકટ્રોનની સંખ્યા બંધની સંખ્યા કરતાં ઓછી હોય અને જેમાં પ્રણાલીગત એવા દ્વિકેન્દ્ર-દ્વિઇલેકટ્રોન (2 centres-2 electrons, 2c-2e), સહસંયોજક બંધ રચવા શક્ય ન હોય તેવાં સંયોજનો (અણુઓ). 2 પરમાણુ વચ્ચે 2 ઇલેકટ્રોનનું સહભાજન (sharing) થાય ત્યારે 1 સહસંયોજક બંધ રચાયો ગણાય. 1…

વધુ વાંચો >

ઇલેકટ્રોન ટ્યૂબ

ઇલેકટ્રોન ટ્યૂબ : કાચ અથવા ધાતુની નિર્વાત કરેલી નલિકા (વાયુનું દબાણ 10–6થી 10–4 મિલીમીટર પારાની ઊંચાઈ) કે વાયુભારિત નળી (વાયુનું દબાણ 10–3થી 25 મિલીમીટર પારાની ઊંચાઈ), જેમાં મુક્ત ઇલેકટ્રોન કે વિદ્યુતભારિત આયનોની ગતિ દ્વારા, ધારાનું વહન થતું હોય છે. ઇલેકટ્રોન કે આયનોના વહનનું નિયંત્રણ, વિદ્યુતક્ષેત્રની મદદથી કરી શકાતું હોઈ, નલિકાને…

વધુ વાંચો >

ઇલેકટ્રોનનું કાર્યફલન

ઇલેકટ્રોનનું કાર્યફલન (electronic work function) : ફર્મિ ઊર્જા જેટલી ઊર્જા ધરાવતા ઇલેકટ્રોનને ધાતુમાંથી, શૂન્યાવકાશ સ્તરને અનુરૂપ ઊર્જાસ્તર સુધી લાવવા માટેની જરૂરી ઊર્જા. આમ ઇલેકટ્રોન કાર્યફલનનાં પરિમાણ, ઊર્જાનાં પરિમાણ જેવાં છે. અર્ધવાહક (semiconductor) અને અવાહક (insulator) માટે ઇલેકટ્રોન કાર્યફલનની વ્યાખ્યા થોડીક જુદી છે. ઘન પદાર્થનું ઉષ્મીય ઉત્સર્જન (thermionic emission) નક્કી કરવા…

વધુ વાંચો >

ઇલેકટ્રોન પ્રકાશિકી

ઇલેકટ્રોન પ્રકાશિકી (electron optics) : પ્રકાશ-કિરણોની માફક ઇલેકટ્રોન કિરણપુંજના અભ્યાસ અંગેની ભૌતિક વિજ્ઞાનની એક શાખા. ઇલેકટ્રોન પ્રકાશિકીના સિદ્ધાંતોનો ઉપયોગ, ટેલિવિઝનની નળીઓ, કૅથોડ-રે નળીઓ, ઇલેકટ્રોન માઇક્રોસ્કોપની ડિઝાઇન, સ્ફટિકની ઉપ-સૂક્ષ્મ સંરચના (submicroscopic structure) અને મુક્ત અણુઓના અભ્યાસ જેવાં ક્ષેત્રોમાં કરવામાં આવે છે. ઇલેકટ્રોન પ્રકાશિકીને બે વિભાગમાં વહેંચી શકાય : (1) ભૌમિતિક ઇલેકટ્રોન…

વધુ વાંચો >

ઇલેકટ્રોનબંધુતા

ઇલેકટ્રોનબંધુતા (electron affinity) : વાયુરૂપમાં તટસ્થ પરમાણુમાં ઇલેકટ્રોન ઉમેરતાં મુક્ત થતી ઊર્જા. X(g) + e– = X–(g) + E આ ઊર્જા માટે eV, કિ.કે./મોલ, હવેથી આંતરરાષ્ટ્રીય માનક (standard) એકમ અનુસાર કિ.જૂલ/મોલ વગેરે એકમો વપરાય છે. ઉષ્મા રસાયણની પ્રણાલિકા અનુસાર કોઈ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઊર્જા ΔH, જો મુક્ત થાય તો તેને…

વધુ વાંચો >

ઇલેકટ્રોન માઇક્રોસ્કોપ

ઇલેકટ્રોન માઇક્રોસ્કોપ : પ્રવેગિત ઇલેકટ્રોન કિરણપુંજની અત્યંત નાની પ્રભાવી તરંગલંબાઈ વડે, વસ્તુની સૂક્ષ્મ વિગતોનું વિભેદન (resolution) દર્શાવતું પ્રતિબિંબ ઉત્પન્ન કરતું સાધન. તેના વડે 0.1 nm (1 nm = 1 નૅનોમીટર = 10–9 મીટર) જેટલા ક્રમની વિભિન્નતા (seperation) જોઈ શકાય છે. 2nm જેટલું વિભેદન તો સામાન્ય હોય છે. માનક (standard) પ્રકાશીય…

વધુ વાંચો >

ઇલેકટ્રોનવિન્યાસ

ઇલેક્ટ્રૉનવિન્યાસ (electron configuration) : પરમાણુકેન્દ્રની બહાર આવેલા ઇલેક્ટ્રૉનની વિભિન્ન કક્ષકોમાં થયેલી ગોઠવણી. આવા બાહ્ય ઇલેક્ટ્રૉનની કુલ સંખ્યા તે પરમાણુની પરમાણુસંખ્યા બરાબર હોય છે. આ બધા ઇલેક્ટ્રૉન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે. આ ઇલેક્ટ્રૉનની કુલ સંખ્યામાંથી થોડાક ઇલેક્ટ્રૉન દૂર થતાં ધન આયનો મળે છે; એમાં પણ બાકીના ઇલેક્ટ્રૉન, ધન આયનનો…

વધુ વાંચો >

ઇલેકટ્રોન વિવર્તન

ઇલેક્ટ્રૉન વિવર્તન (electron diffraction) : સ્ફટિકની અંદર બહુ પાસે પાસે આવેલા પરમાણુ સમતલો વડે થતું વિવર્તન (દ) બ્રૉગ્લી નામના ફ્રેન્ચ વિજ્ઞાનીએ 1924માં વિચાર્યું કે કુદરત બે મૂળભૂત રાશિઓની બનેલી છે : (1) દ્રવ્ય (કણ) અને (2) વિકિરણ. આ બંને રાશિઓને અનુલક્ષીને કુદરત સંમિતિ (symmetry) ધરાવતી હોવી જોઈએ. માટે જો વિકિરણને…

વધુ વાંચો >