ભૌતિકશાસ્ત્ર
બ્લૅકેટ, પૅટ્રિક મેન્યાર્ડ સ્ટુઅર્ટ
બ્લૅકેટ, પૅટ્રિક મેન્યાર્ડ સ્ટુઅર્ટ (જ. 18 નવેમ્બર 1897, લંડન; અ. 13 જુલાઈ 1974, લંડન) : કૉસ્મિક વિકિરણના પ્રખર અભ્યાસી અને ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાની. વિજ્ઞાનનું શિક્ષણ તેમણે કેમ્બ્રિજ ખાતે લીધું અને પીએચ.ડી. થયા બાદ તેઓ ઇંગ્લૅન્ડની જુદી જુદી યુનિવર્સિટીઓમાં અધ્યાપક રહ્યા. તેમણે રુથરફૉર્ડની રાહબરી હેઠળ ન્યુક્લિયર પ્રક્રિયાઓનો વિગતવાર પ્રાયોગિક અભ્યાસ કર્યો હતો.…
વધુ વાંચો >બ્લૉચ, ફેલિક્સ
બ્લૉચ, ફેલિક્સ (જ. 23 ઑક્ટોબર 1905, ઝૂરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 1983) : પારમાણ્વિક ન્યૂક્લિયસના ચુંબકીય ક્ષેત્રના માપન માટે ચોક્કસ પદ્ધતિઓ આપનાર ભૌતિકવિજ્ઞાની. તેમનું પ્રારંભિક વિદ્યાર્થીજીવન પણ ઝૂરિચમાં વીત્યું હતું. ત્યારબાદ તેમણે લીપઝિગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. 1934માં તેઓ યુ.એસ. ગયા ત્યાં સુધીમાં યુરોપની કેટલીક યુનિવર્સિટીઓમાં તેઓ અધ્યાપક રહ્યા. તેમણે કારકિર્દીનો મોટો…
વધુ વાંચો >ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર
ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (Bhabha Atomic Research Center – BARC), ટ્રૉમ્બે : ન્યૂક્લિયર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની વિવિધ વિદ્યાશાખાઓમાં મૂળભૂત અને પ્રાયોજિત સંશોધનની સુવિધાઓ અને જવાબદારીઓ અદા કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થા સંશોધન અને વિકાસ માટે આવશ્યક પ્રશિક્ષણ વિજ્ઞાન તથા ટેક્નૉલોજીના ક્ષેત્રના અધિકારી જનોને આપે છે, અને તે રીતે એ ક્ષેત્રોમાં…
વધુ વાંચો >ભાભા, હોમી જહાંગીર
ભાભા, હોમી જહાંગીર (જ. 30 ઑક્ટોબર 1909, મુંબઈ; અ. 24 જાન્યુઆરી 1966, મૉં બ્લાં, આલ્પ્સ, યુરોપ) : ભારતના ન્યૂક્લિયર કાર્યક્રમના આયોજક અને અમલકર્તા. તેઓ ધનવાન પારસી કુટુંબમાં જન્મ્યા હતા અને જમશેદજી તાતાના નજીકના સગા હતા. શરૂઆતનું શિક્ષણ તેમણે કથીડ્રલ અને જૉન કૅનન હાઈસ્કૂલમાં લીધું અને ઉચ્ચ શિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજ તથા…
વધુ વાંચો >ભારવિહીનતા
ભારવિહીનતા (weightlessness) : મુક્ત પતન (free fall) કરતા પદાર્થના વજનમાં થતો દેખીતો ઘટાડો. ગુરુત્વાકર્ષણબળ પરત્વે અવરોધની ગેરહાજરીથી પ્રેરિત થતી પરિસ્થિતિને મુક્ત પતન કહે છે. સૌપ્રથમ વાર ન્યૂટને (1642–1727) ભારવિહીનતાની ગાણિતિક સમજૂતી 1687માં આપી હતી. તેની સમજૂતી મુજબ, વિશ્વનો પ્રત્યેક પદાર્થ, પછી ભલે પરમાણુ હોય કે ગ્રહ હોય, બીજા પદાર્થોને પોતાની…
વધુ વાંચો >ભૂચુંબકત્વ (geomagnetism) (ભૌતિકવિજ્ઞાન)
ભૂચુંબકત્વ (geomagnetism) (ભૌતિકવિજ્ઞાન) : પૃથ્વી અને તેના વાતાવરણનું કુદરતી ચુંબકત્વ. પૃથ્વી અને તેના પર રહેલા પદાર્થોમાં ચુંબકત્વના ગુણધર્મોનું મહત્વ પૌરાણિક સમયથી જ રહ્યું છે; જેમ કે, ચુંબકત્વ ધરાવતા ખડકોએ કુતૂહલતા અને જાદુઈ ચિરાગના ખ્યાલ પેદા કર્યા છે. ચુંબક એ લુહારે ટીપીને ઘડેલા (smithy’s forge) લોખંડની ઔદ્યોગિક પેદાશ છે. અર્થાત્, ચુંબક…
વધુ વાંચો >ભૌતિક રસાયણશાસ્ત્ર
ભૌતિક રસાયણશાસ્ત્ર (physical chemistry) : રાસાયણિક સંયોજનોની સંરચના, તેમના ભૌતિક ગુણધર્મો, તેમની પ્રક્રિયા કરવાની ક્રિયાવિધિ (mechanism) તથા રાસાયણિક સંયોજનોની વિવિધ જાતો (species) વચ્ચે પ્રક્રિયા થવાથી જોવા મળતા ઊર્જાના ફેરફારો સાથે સંકળાયેલ રસાયણશાસ્ત્રની શાખા. તેમાં ભૌતિકશાસ્ત્રના ખ્યાલો અને સિદ્ધાંતોનો રાસાયણિક ઘટનાઓ અંગે મોટી સંખ્યામાં પ્રાપ્ય અવલોકનાત્મક અથવા ગુણાત્મક (qualitative) માહિતીને માત્રાત્મક…
વધુ વાંચો >ભૌતિકવિજ્ઞાન
ભૌતિકવિજ્ઞાન (Physics) નૈસર્ગિક કે પ્રાયોગિક પરિસ્થિતિમાં દ્રવ્ય અથવા પદાર્થ (matter) અને ઊર્જાની આંતરક્રિયાથી નીપજતી ભૌતિક ઘટનાઓનો અભ્યાસ કરવા માટેનું એક મૂળભૂત પ્રાકૃતિક વિજ્ઞાન (natural science). આ વૈજ્ઞાનિક અભ્યાસ, સમય અને અવકાશની ભૂમિકા પર કરવામાં આવે છે. ભૌતિકવિજ્ઞાન એ ભૌતિકીય વિજ્ઞાનો(physical sciences)નું એક પાયાનું અંગ ગણાય છે. સામાન્યપણે આ વિષયનો થોડોઘણો…
વધુ વાંચો >ભ્રમિલ
ભ્રમિલ (vortex) : પ્રવાહીમાં ઉદભવતી ગતિનો એક પ્રકાર. ધારારેખીય ગતિ કરતાં પ્રવાહી કે વાયુમાં જ્યારે અણી વિનાનો પદાર્થ અવરોધક તરીકે રાખવામાં આવે ત્યારે આવો અવરોધક પદાર્થ પસાર કર્યા બાદ પ્રવાહીમાં ભ્રમિલ આકારો જોવા મળે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવ્યા છે : જ્યારે પ્રવાહ-ધારા કોઈ અવરોધક દ્વારા અવરોધાય ત્યારે તેની બહારની…
વધુ વાંચો >મનાબે સુકુરો (Manabe Syukuro)
મનાબે, સુકુરો (Manabe, Syukuro) (જ. 21 સપ્ટેમ્બર 1931, શિંગુ, જાપાન) : પૃથ્વીના હવામાનના ભૌતિક પ્રતિરૂપ (model) માટે, હવામાનના બદલાવ(પરિવર્તન)ને પ્રમાત્રીકૃત કરવા માટે તથા વધતા જતા વૈશ્વિક ઉષ્ણતામાનનું વિશ્વસનીય અનુમાન કરવા માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ સ્યુકુરો મનાબે તથા સ હૅસલમૅનને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય…
વધુ વાંચો >