ભૌતિકશાસ્ત્ર
દ્રવ્યમાન
દ્રવ્યમાન (mass) : પદાર્થના જડત્વનું માપન દર્શાવતી મૂળભૂત ભૌતિક રાશિ. બધા જ ભૌતિક પદાર્થો પોતાની ગતિના ફેરફારોનો વિરોધ કરતા હોય છે. પદાર્થ સાથે સંકળાયેલી આ લાક્ષણિકતાને જડત્વ કહે છે અને પદાર્થનું તેનું માપન દર્શાવતી મૂળભૂત ભૌતિક રાશિને દ્રવ્યમાન તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશની ઝડપની સરખામણીમાં ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થનું…
વધુ વાંચો >દ્વિ-ગ્રેટિંગ સ્પેક્ટ્રોગ્રાફ
દ્વિ-ગ્રેટિંગ સ્પેક્ટ્રોગ્રાફ : ગ્રેટિંગ (અથવા પ્રિઝમ) જેવા વિભાજક (disperser) વડે પ્રકાશનું બે વાર વિભાજન કરીને, પ્રકાશની જુદી જુદી તરંગલંબાઈઓની તીવ્રતા માપવા માટેનું એક ઉપકરણ. સ્પેક્ટ્રોગ્રાફ કે સ્પેક્ટ્રોમીટર વડે જુદી જુદી તરંગલંબાઈના પ્રકાશની તીવ્રતાનું વિતરણ (distribution) માપી શકાય છે. દ્વિ-વિભાજન બે રીતે મેળવી શકાય છે : (i) એક પછી એક એમ…
વધુ વાંચો >દ્વિ-ધ્રુવ ચાકમાત્રા
દ્વિ-ધ્રુવ ચાકમાત્રા (dipole moment) : બે સમાન અને વિજાતીય વિદ્યુતભારોમાંથી કોઈ એકના વિદ્યુતભાર અને તેમની વચ્ચેના અંતરનો ગુણાકાર. બે સમાન વિદ્યુતભાર +q અને –q એકબીજાથી અંતરે સ્થાનાંતરિત થયેલા હોય ત્યારે આવા વિદ્યુત દ્વિ-ધ્રુવીની સાથે સંકળાયેલ કાયમી વિદ્યુત દ્વિ-ધ્રુવ ચાકમાત્રા મળે છે. વ્યાપક સ્વરૂપમાં, વિવિક્ત (discrete) વિદ્યુતભારો Xi, Yi, Zi બિંદુઓએ…
વધુ વાંચો >દ્વિવક્રીભવન
દ્વિવક્રીભવન (double refraction અથવા birefringence) : કેટલાક કુદરતી સ્ફટિકો દ્વારા પ્રદર્શિત થતી એક આપાતકિરણને બે વક્રીભૂત કિરણોમાં ફેરવવાની પ્રકાશીય ઘટના. કુદરતી ખનિજોના પ્રકાશીય ગુણધર્મો પ્રમાણે સાવર્તિક (એકવક્રીભવનાંકી) (singly refracting) અને અસાવર્તિક (દ્વિવક્રીભવનાંકી, doubly refracting) એ પ્રમાણે બે પ્રકાર પડે છે. દ્વિવક્રીભવનકારી માધ્યમને વિષમ દિગ્ધર્મી (anisotropic) માધ્યમ કહે છે. પ્રકાશ લંબગત…
વધુ વાંચો >ધજાળા ઉલ્કાશ્મો
ધજાળા ઉલ્કાશ્મો : જુઓ, ‘ઉલ્કા, ધજાળા’.
વધુ વાંચો >ધમણ
ધમણ (bellow) : હવા ફૂંકવા અથવા હવાની પ્રધાર (jet) ઉત્પન્ન કરવા માટેનું સાધન. તેની શોધ મધ્યયુગમાં થયેલી અને તેનો ઉપયોગ લુહારની કોઢમાં હવા ફૂંકીને દહનને ઝડપી બનાવવા અથવા કંપિકાવાદ્યો (reed instruments) વગાડવા માટે થતો હતો. ધમણને મિજાગરાં વડે જોડેલાં બે ત્રિકોણિયાં (અથવા લંબચોરસ કે વર્તુળાકાર) પાટિયાં અને નમ્ય, સળવાળા ચામડાની…
વધુ વાંચો >ધવલાંક
ધવલાંક (albedo) : સપાટી વડે વિસ્તૃત રીતે પરાવર્તન પામતા પ્રકાશનો અંશ. ધવલાંક, પદાર્થની સપાટી વડે થતા પરાવર્તનના ગુણધર્મોનું વર્ણન કરે છે. સફેદ સપાટીનો ધવલાંક લગભગ એક અને કાળી સપાટીનો ધવલાંક શૂન્યની નજીક હોય છે. ધવલાંકના કેટલાક પ્રકાર છે. તેમાં બૉન્ડ ધવલાંક (AB) મહત્વનો છે. તે ગ્રહની સપાટી ઉપર આપાત થતી…
વધુ વાંચો >ધાતુ કાર્બોનિલો
ધાતુ કાર્બોનિલો (metal corbonyls) : ધાતુ સાથે કાર્બન મૉનૉક્સાઇડ(CO)ના સંયોજાવાથી મળતાં સંયોજનો. મોટાભાગની સંક્રમણ-ધાતુઓની એ લાક્ષણિકતા છે કે તેઓ કાર્બન મૉનૉક્સાઇડ, આઈસોસાઇનાઇડ, વિસ્થાપિત ફૉસ્ફીનો, આર્સાઇનો, સ્ટીબાઇનો અથવા સલ્ફાઇડો, નાઇટ્રિક ઑક્સાઇડ જેવાં અનેક અણુઓ કે સમૂહો સાથે સવર્ગ બંધથી જોડાઈને સંકીર્ણ સંયોજનો બનાવે છે. આ લિગેન્ડોમાં એકાકી ઇલેક્ટ્રૉન યુગ્મ ઉપરાંત ઊંડાણમાં…
વધુ વાંચો >ધાતુનું મુક્ત ઇલેક્ટ્રૉન મૉડલ
ધાતુનું મુક્ત ઇલેક્ટ્રૉન મૉડલ : ધાતુની વિદ્યુતવાહકતાના અભ્યાસ માટેનો સિદ્ધાંત દર્શાવતું મૉડલ. આ મૉડલને બે ભાગમાં જોવામાં આવે છે : (1) જેમનું સ્થાન નિર્ધારિત કરેલ છે તેવા આયનો, એટલે કે ધન વિદ્યુતભારિત કણોનો ભાગ અને (2) એક સ્થાનથી બીજા સ્થાને આંતરઆયન અવકાશમાંથી પસાર થઈને ગતિ કરતા ઇલેક્ટ્રૉનનો વાયુ. ધાતુની અંદર…
વધુ વાંચો >ધારિતા
ધારિતા (capacitance) : વિદ્યુતભારિત સુવાહક ઉપર વધુ પ્રમાણમાં વિદ્યુતભાર સંગ્રહી શકાય તે માટેની એક યોજના. આ યોજના અલગ અલગ રીતે કરી શકાય છે. એકબીજાની નજીક યાચ્છિક રીતે (at random) ગોઠવેલા તથા અલગ કરેલા યાચ્છિક આકાર અને કદવાળા બે સુવાહકના તંત્રને વિદ્યુતસંગ્રાહક (condenser કે capacitor) કહે છે. વિદ્યુતભાર Q, તથા તેને…
વધુ વાંચો >