ભૌતિકશાસ્ત્ર
ગેઝ આન્ડ્રિયા (Ghez Andrea)
ગેઝ, આન્ડ્રિયા (Ghez, Andrea) (જ. 16 જૂન 1965, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : આપણી આકાશગંગાના કેન્દ્રમાં અત્યંત દળદાર તથા સઘન વસ્તુ(પદાર્થ)ની શોધ માટે 2020નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર મહિલા વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ આન્ડ્રિયા ગેઝ તથા રાઈનહાર્ડ ગેન્ઝેલને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. બીજો અર્ધભાગ રૉજર પેનરોઝને પ્રાપ્ત થયો હતો. આન્ડ્રિયા ગેઝ અમેરિકન…
વધુ વાંચો >ગેન્ઝેલ રાઈનહાર્ડ (Genzel Reinhard)
ગેન્ઝેલ, રાઈનહાર્ડ (Genzel, Reinhard) (જ. 24 માર્ચ 1952, જર્મની) : આપણી આકાશગંગાના કેન્દ્રમાં અત્યંત દળદાર તથા સઘન વસ્તુ(પદાર્થ)ની શોધ માટે 2020નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક અર્ધભાગ રાઈનહાર્ડ ગેન્ઝેલ અને આન્ડ્રિયા ગેઝને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો અને બીજો અર્ધભાગ રૉજર પેનરોઝને પ્રાપ્ત થયો હતો. રાઈનહાર્ડ ગેન્ઝેલ જર્મન…
વધુ વાંચો >ગૅમા કિરણો (gamma rays)
ગૅમા કિરણો (gamma rays) : રેડિયોઍક્ટિવ કિરણોત્સારના ત્રણ ઘટકો – આલ્ફા (α); બીટા (β) અને ગૅમા (γ) કિરણોમાંનો એક ઘટક. તેની શોધ વિલાર્ડે 1900માં કરી હતી. તેના એક વર્ષ અગાઉ એટલે કે 1899માં આલ્ફા તેમજ બીટાની શોધ થઈ હતી. રેડિયોઍક્ટિવ વિકિરણના માર્ગને કાટખૂણે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લગાડતાં, ગૅમા કિરણો વંકાતાં…
વધુ વાંચો >ગેમૉવ, જ્યૉર્જ (Gamow, George)
ગેમૉવ, જ્યૉર્જ (Gamow, George) (જ. 4 માર્ચ 1904, ઓડેસા, રશિયા; અ. 19 ઑગસ્ટ 1968, બોલ્ડર, કોલોરાડો, યુ.એસ.) : રશિયન અમેરિકન ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્રી અને બ્રહ્માંડ વિજ્ઞાનશાસ્ત્રી (cosmologist). મૂળ રશિયન નામ Georgy Antonovich Gamov. ‘બિગ-બૅંગ’ થિયરીના હિમાયતી. પિતા સાહિત્યના શિક્ષક હતા. આથી ગેમૉવમાં ઉત્કૃષ્ટ કોટિના શિક્ષણ અને સંસ્કારનું સિંચન થયું હતું. 1914થી…
વધુ વાંચો >ગેલ-માન, મરે
ગેલ-માન, મરે (જ. 15 સપ્ટેમ્બર 1929, ન્યૂયૉર્ક સિટી; અ. 24 મે 2019, સાન્તા ફે, ન્યૂ મેક્સિકો, યુ. એસ.) : અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને 1969ના ભૌતિકશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિક વિજેતા. ઉપ-પરમાણ્વીય કણ(subatomic particles)ના વર્ગીકરણ અને તેમની વચ્ચે થતી આંતરક્રિયા (interactions) માટેના તેમના કાર્ય માટે આ પારિતોષિક મળ્યું હતું. 15 વર્ષની વયે યેલ…
વધુ વાંચો >ગૉડાર્ડ, (ડૉ.) રૉબર્ટ હચિંગ્સ
ગૉડાર્ડ, (ડૉ.) રૉબર્ટ હચિંગ્સ (જ. 5 ઑક્ટોબર 1882, વર્સેસ્ટર, મૅસેચૂસેટ્સ; અ. 10 ઑગસ્ટ 1945, બાલ્ટીમોર, મેરીલૅન્ડ. યુ.એસ.) : દુનિયાનું સૌપ્રથમ પ્રવાહી બળતણનું રૉકેટ બનાવીને ઉડાડનાર અમેરિકી ભૌતિકશાસ્ત્રી. રશિયાના ભૌતિકશાસ્ત્રી કોસ્તાંતિન એદુઅર્દોવિચ ત્સિઓલ્કૉવસ્કી (1857–1935), અમેરિકાના ભૌતિકશાસ્ત્રી ડૉ. ગૉડાર્ડ અને જર્મનીના ભૌતિકશાસ્ત્રી હરમાન ઓબર્ત(1894–1989)ને અર્વાચીન રૉકેટવિદ્યા અને અંતરિક્ષયાનવિદ્યા-(astronautics)ના જનક ગણવામાં આવે છે.…
વધુ વાંચો >ગોલક વીજ
ગોલક વીજ (ball or globe lightning) : હવામાં કેટલાક સેન્ટિમીટર વ્યાસવાળા પ્રદીપ્ત (luminous) ગોળા-સ્વરૂપે ઉદભવતી એક ઘટના. સામાન્યત: તે ગાજવીજ સાથેના વાવાઝોડા (thunder-storm) દરમિયાન જમીનની નજીક ઉદભવે છે અને ગોળો લાલ, નારંગી કે પીળા રંગનો જણાય છે. ગોલક વીજ ઉદભવે ત્યારે ઘણી વાર તેની સાથે એક સિસકારો (hissing sound) તથા…
વધુ વાંચો >ગ્રિબિન, જૉન
ગ્રિબિન, જૉન (જ. 19 માર્ચ 1946, મૅડસ્ટોન, કૅન્ટ ઇંગ્લૅન્ડ) : બ્રિટનના વિજ્ઞાનલેખક અને બ્રહ્માંડવિજ્ઞાની (cosmologist). સસેક્સ યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને એમ.એસસી. થઈ ગ્રિબિને 1970માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ભૌતિક-ખગોળમાં પીએચ.ડી.ની ઉચ્ચતમ પદવી મેળવી. અહીં તે ફ્રેડ હૉઇલ ઉપરાંત ભારતના જયંત નારલીકર તથા માર્ટિન રીસ, જ્યૉફ્રી અને માર્ગારેટ બરબિજ, સ્ટિફન હૉકિંગ અને વિલિયમ હાઉલર…
વધુ વાંચો >ગ્રૂન્બર્ગ, પીટર એન્ડ્રિયાઝ
ગ્રૂન્બર્ગ, પીટર એન્ડ્રિયાઝ (Grunberg, Peter Andreas) [જ. 18 મે 1939, પિલ્સેન (ઝેક રિપબ્લિક) અ. 7 અપ્રિલ 2018, યુલિશ, જર્મની] : જર્મન ભૌતિકવિજ્ઞાની. તેમને આલ્બર્ટ ફર્ટની ભાગીદારીમાં 2007નો નોબેલ પુરસ્કાર મળ્યો. ગીગાબાઇટ હાર્ડ ડિસ્ક ડ્રાઇવની સફળતા માટે જવાબદાર બૃહત્કાય ચુંબકીય અવરોધની શોધ, જોગાનુજોગ, ગ્રૂન્બર્ગ અને ફર્ટે એક જ સમયે પણ સ્વતંત્રપણે…
વધુ વાંચો >ગ્રૉસ ડેવિડ જોનાથન
ગ્રૉસ ડેવિડ જોનાથન (જ. 19 ફેબ્રુઆરી 1941, વૉશિંગ્ટન ડી.સી., યુ.એસ.) : અમેરિકન કણ-ભૌતિકવિજ્ઞાની (particle physicist), રજ્જુ સિદ્ધાંતકાર (string theorist) અને ફ્રેન્ક વિલ્ઝેક અને ડેવિડ પોલિટ્ઝરની ભાગીદારીમાં વર્ષ 2004ના નોબેલ પુરસ્કારના વિજેતા. ઉપગામી (અનંતસ્પર્શી) સ્વતંત્રતા(asymptotic freedom)ની શોધ બદલ તેમને આ પુરસ્કાર મળ્યો છે. તેમની કિશોરાવસ્થામાં તેમનો પરિવાર ઇઝરાયલમાં જઈને વસ્યો. ત્યાં…
વધુ વાંચો >