ભૌતિકશાસ્ત્ર

કૉર્નેલ એરિક એ.

કૉર્નેલ, એરિક એ. (જ. 19 ડિસેમ્બર 1961) : બોઝ આઇન્સ્ટાઇન સંઘનિત દ્રાવ (condensate) તરીકે ઓળખાતી દ્રવ્યની નવી સ્થિતિના શોધક અને 2001ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પુરસ્કાર-વિજેતા. તેમણે બી.એસસી. અને 1990માં એમ.આઇ.ટી.(Massachusetts Institute of Technology)માંથી ભૌતિકવિજ્ઞાનના વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. લેસર પ્રકાશમાં બધા જ કણો એકસરખી ઊર્જા ધરાવતા હોય છે અને તે…

વધુ વાંચો >

કોસ્ટરલિટ્ઝ, જ્હૉન એમ. (Kosterlitz, John M.)

કોસ્ટરલિટ્ઝ, જ્હૉન એમ. (Kosterlitz, John M.) (જ. 22 જૂન 1943, એબરડીન, યુ.કે.) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ  (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. તેમને પુરસ્કારનો એક-ચતુર્થાંશ ભાગ પ્રાપ્ત થયો હતો અને અન્ય ભાગ ડેવિડ થાઉલેસ અને ડન્કન હાલ્ડેનને મળ્યો હતો. કોસ્ટરલિટ્ઝ…

વધુ વાંચો >

કૉસ્મિક કિરણો (બ્રહ્માંડ-કિરણો)

કૉસ્મિક કિરણો (બ્રહ્માંડ-કિરણો) : પરમાણુ કણો તથા ઇલેક્ટ્રૉનના બનેલા અને ગહન અંતરીક્ષમાંથી આવી રહેલા અને લગભગ પ્રકાશ જેટલી ગતિ ધરાવતા શક્તિશાળી તટસ્થ અને વિદ્યુતભારિત કણો. આ કૉસ્મિક  એટલે કે બ્રહ્માંડ-કિરણોની શોધ 1912માં જન્મેલ ઑસ્ટ્રિયાના વિજ્ઞાની વિક્ટર હેસે કરી તેને માટે તેમને 1936માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. રેડિયો-ઍક્ટિવ પદાર્થોનું વિકિરણ…

વધુ વાંચો >

કોહ્ન વૉલ્ટર

કોહ્ન વૉલ્ટર (Kohn Walter) (જ. 9 માર્ચ 1923, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 9 એપ્રિલ 2016, સાન્તા બાર્બરા, કૅલિફૉર્નિયા) : મૂળ ઑસ્ટ્રિયાના પણ અમેરિકામાં સ્થાયી થયેલા ભૌતિકવિદ અને 1998ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1946માં તેમણે યુનિવર્સિટી ઑવ્ ટૉરેન્ટો (ઑન્ટેરિયો, કૅનેડા)માંથી અનુસ્નાતક પદવી અને 1948માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. પદવી પ્રાપ્ત…

વધુ વાંચો >

ક્યુબિટ (Qubit)

ક્યુબિટ (Qubit) : ક્વૉન્ટમ બિટ ટૂંકાણમાં ક્યુબિટ તરીકે ઓળખાય છે, જે ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગ(પરિકલન)માં માહિતીનો મૂળભૂત એકમ છે. બિટ એટલે નાનો ટુકડો. જેમ શાસ્ત્રીય (classical) કમ્પ્યૂટિંગમાં દ્વિઅંકી (binary) બિટ મૂળભૂત એકમ છે તે રીતે ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગમાં ક્યુબિટ મૂળભૂત એકમ છે. આમ ક્યુબિટ એ બાઇનરી બિટનું પ્રતિરૂપ છે. માહિતીના સંગ્રહના કાર્યમાં ક્યુબિટ,…

વધુ વાંચો >

ક્યુરી તાપમાન/ક્યુરીબિંદુ

ક્યુરી તાપમાન/ક્યુરીબિંદુ : લોહચુંબકીય (ferromagnetic) પદાર્થને ગરમ કરતાં તેમાં રહેલું કાયમી ચુંબકત્વ અર્દશ્ય થાય તે તાપમાન. પદાર્થ ઠંડો પડતાં ફરી પાછું પોતાનું ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. આ ઘટનાની સૌપ્રથમ નોંધ પિયેર ક્યુરીએ લીધી હતી. જે પદાર્થો ચુંબક પ્રતિ પ્રબળ આકર્ષણ ધરાવતા હોય અને જેમનું ચુંબકના (magnetisation) કરી શકાતું હોય તેમને…

વધુ વાંચો >

ક્યુરી પિયેર

ક્યુરી, પિયેર (જ. 15 મે 1859, પૅરિસ; અ. 19 એપ્રિલ 1906, પૅરિસ) : ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી. પત્ની માદામ ક્યુરી તથા આંરી (Henri) બૅકરલ સાથે સંયુક્ત ભાગીદારીમાં રેડિયો-ઍક્ટિવિટીની શોધ માટે તેમને  1903માં ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 1894ની વસંતઋતુમાં પોલૅન્ડના વૉર્સોમાં સ્ક્લોદોવ્સ્કા (પછીથી મેરી ક્યુરી) સાથે પરિચયમાં આવ્યા અને બીજા…

વધુ વાંચો >

ક્યુરી મેરી

ક્યુરી, મેરી (જ. 7 નવેમ્બર 1867, વૉર્સો, પોલૅન્ડ; અ. 4 જુલાઈ 1934, પૅરિસ) : રસાયણ અને ભૌતિકશાસ્ત્રનાં પ્રસિદ્ધ ફ્રેન્ચ મહિલા વિજ્ઞાની. જન્મનામ મેનિયા સ્ક્લોદોવ્સ્કા. પોલોનિયમ તથા રેડિયમ નામનાં બે રેડિયોઍક્ટિવ તત્વોના શોધક તથા 1903માં ભૌતિકશાસ્ત્રમાં તેમજ 1911માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારવિજેતા. 1903માં તેમના પતિ પિયેર ક્યુરી તથા વિજ્ઞાની આંરી (Henri) બૅકરલ…

વધુ વાંચો >

ક્રાંતિક કોણ

ક્રાંતિક કોણ (critical angle) : પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સાથે સંકળાયેલી એક મહત્વની ભૌતિક રાશિ. પ્રકાશનું કિરણ પ્રકાશના ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રસરી રહ્યું હોય ત્યારે ઘટ્ટ માધ્યમમાંના કિરણની એક ચોક્કસ દિશા માટે, પાતળા માધ્યમમાં બહાર આવી રહેલું કિરણ, બે માધ્યમને છૂટાં પાડતી સપાટી(surface of separation)ને સમાંતરે બહાર આવતું હોય…

વધુ વાંચો >

ક્રાંતિક બિંદુ

ક્રાંતિક બિંદુ (critical point) : કોઈ વાયુ માટે ચોક્કસ તાપમાને સમતાપી આલેખ પર જે બિંદુએ પ્રવાહી અને વાયુ સ્વરૂપના ગુણધર્મો સમાન હોય અને બંને સ્વરૂપ સહઅસ્તિત્વ ધરાવે તે બિંદુ. એટલે ક્રાંતિક બિંદુએ વાયુનું કદ, ઘનતા અને દબાણમાં ફેરફાર અનુભવ્યા સિવાય તેનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય છે. તે બિંદુએ પ્રવાહી અને…

વધુ વાંચો >