ભૌતિકશાસ્ત્ર
કેસેગ્રેઇન કેન્દ્ર અને કૂડે કેન્દ્ર
કેસેગ્રેઇન કેન્દ્ર (Cassegrain Focus) અને કૂડે કેન્દ્ર (Coude Focus) : પરાવર્તક પ્રકારના દૂરબીનમાં આવતાં કેન્દ્રો. ત્યાં દીપ્તિમાપક, વર્ણપટમાપક વગેરે સાધનો ગોઠવવામાં આવે છે. દૂરબીનનો અંતર્ગોળ પરાવર્તક અરીસો પ્રકાશનાં કિરણોને કેન્દ્રિત કરીને, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક નાના બહિર્ગોળ અરીસા તરફ મોકલે છે; જ્યાંથી તે પરાવર્તન પામીને અંતર્ગોળ અરીસાની વચ્ચે આવેલા છિદ્રમાંથી…
વધુ વાંચો >કૉકક્રૉફ્ટ – જૉન ડગ્લાસ સર
કૉકક્રૉફ્ટ, જૉન ડગ્લાસ સર (જ. 27 મે 1897, ટોડમોર્ડન, યોર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 સપ્ટેમ્બર 1967, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ) : વિજ્ઞાની અર્નેસ્ટ વૉલ્ટનના સહયોગમાં પારમાણ્વિક કણ પ્રવેગકો (atomic particle accelerators) ઉપર સંશોધનકાર્ય કરનાર અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી. આ શોધ માટે આ બંને વિજ્ઞાનીઓને ભૌતિકશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક 1951માં એનાયત કરવામાં આવ્યું હતું. કેમ્બ્રિજ…
વધુ વાંચો >કોઠારી – દોલતસિંહ
કોઠારી, દોલતસિંહ (જ. 6 જુલાઈ 1906, ઉદેપુર; અ. 4 ફેબ્રુઆરી 1993, જયપુર) : ભારતની સ્વાતંત્ર્યોત્તર પેઢીના બહુમુખી પ્રતિભાશાળી ભૌતિકવિજ્ઞાની અને શિક્ષણશાસ્ત્રી. તેમણે ઉદેપુર અને ઇંદોર ખાતે શાલેય શિક્ષણ લીધું. ઉદેપુરના મહારાજા તરફથી ખાસ શિષ્યવૃત્તિ મળતાં ઉચ્ચ શિક્ષણ માટે તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંથી ભૌતિકવિજ્ઞાનના વિષયમાં એમ.એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. …
વધુ વાંચો >કોણીય વેગ
કોણીય વેગ (angular velocity) : વર્તુળ પથમાં ગતિ કરતા કણ કે પદાર્થે એક સેકન્ડમાં રેડિયન માપમાં આંતરેલો ખૂણો. તેની સંજ્ઞા ગ્રીક મૂળાક્ષર ઓમેગા (ω) છે અને તેને રેડિયન/સેકન્ડમાં દર્શાવવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O કેન્દ્ર અને r ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર એકધારા (uniform) કોણીય વેગ wથી ગતિ કરતા કણ…
વધુ વાંચો >કોણીય વેગમાન
કોણીય વેગમાન (angular momentum) : રેખીય ગતિમાં રેખીય વેગમાન (p)ના જેવી જ, ભ્રમણગતિ(rotational motion)ની એક ભૌતિક રાશિ. જેમ રેખીય ગતિ બળ(F)ને લઈને ઉત્પન્ન થતી હોય છે તેમ આપેલા અક્ષ ઉપરની કોઈ પદાર્થની ભ્રમણગતિ બે સરખાં અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતાં બળની જોડને કારણે ઉદભવતી હોય છે. આ બળની જોડને ‘ટૉર્ક’…
વધુ વાંચો >કોબાયાશિ, માકોટો
કોબાયાશિ, માકોટો (Kobayashi, Makoto) (જ. 7 એપ્રિલ 1944 નાગોયા, જાપાન) : ખંડિત સમમિતિના ઉદભવની શોધ – જેના દ્વારા ક્વાર્કના ત્રણ પ્રકારના વર્ગોનું અનુમાન થયું – તે માટે 2008નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને મળ્યો હતો. કોબાયાશિ જ્યારે બે વરસના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું.…
વધુ વાંચો >કૉમ્પ્ટન અસર
કૉમ્પ્ટન અસર : એક્સ-કિરણો અથવા ગૅમા કિરણોની તરંગલંબાઈમાં નિમ્ન પરમાણુક્રમનાં તત્વો (અથવા ઇલેક્ટ્રૉન) વડે થતા પ્રકીર્ણનને લીધે થતો વધારો. આ ઘટનાનું સૌપ્રથમ અવલોકન અને વિશ્લેષણ કૉમ્પ્ટન નામના વિજ્ઞાનીએ 1923માં કર્યું હતું અને તેથી તેને કૉમ્પ્ટન અસર કહેવામાં આવે છે. તરંગલંબાઈમાં ફેરફાર (Δ λ), ઍંગસ્ટ્રૉમ એકમમાં Δ λ = 0.0485 Sin2…
વધુ વાંચો >કૉમ્પ્ટન અસર વ્યસ્ત
કૉમ્પ્ટન અસર, વ્યસ્ત (inverse Compton effect) : કૉમ્પ્ટન અસર કરતાં સાવ વિરુદ્ધ પ્રકારની અસર. શક્તિશાળી ઇલેક્ટ્રૉન, અલ્પ ઊર્જા ધરાવતા ફોટોન સાથે સ્થિતિસ્થાપક સંઘાત (elastic collision) અનુભવતાં, ઇલેક્ટ્રૉન ઊર્જા ગુમાવે અને ફોટોન ઊર્જા મેળવે તેવી ઘટના. [કૉમ્પ્ટન અસરમાં શક્તિશાળી ફોટોન અને ઇલેક્ટ્રૉન વચ્ચે સ્થિતિસ્થાપક સંઘાતને લઈને, ફોટોન ઊર્જા ગુમાવતું હોય છે…
વધુ વાંચો >કૉમ્પ્ટન આર્થર હૉલી
કૉમ્પ્ટન, આર્થર હૉલી (જ. 10 સપ્ટેમ્બર 1892, વુસ્ટર, ઓહાયો; અ. 15 માર્ચ 1962, બર્કલી) : અમેરિકન પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રી (experimental physicist), જેમને ‘કૉમ્પ્ટન અસર’(Compton effect)ની શોધ માટે ભૌતિકશાસ્ત્રનું 1927નું નોબેલ પારિતોષિક મળ્યું હતું. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી 1916માં પીએચ.ડી. થયા. પછી મિનેસોટા યુનિવર્સિટી, વેસ્ટિંગ હાઉસ યુનિવર્સિટી તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીની કૅવેન્ડિશ લૅબોરેટરીમાં શિક્ષક તેમજ…
વધુ વાંચો >કોરન્ડમ
કોરન્ડમ : રત્ન તેમજ ઘર્ષક તરીકે વપરાતું ખનિજ. રા. બં. Al2O3; સ્ફ. વ. હેક્ઝાગોનલ; સ્વ. વિવિધ પિરામિડ અને બેઝલ પિનેકોઇડ સ્વરૂપોથી બંધાયેલા પીપ આકારના સ્ફટિક, દળદાર, દાણાદાર; રં. રાખોડી, વાદળી, લાલ, પીળો, કથ્થાઈ, લીલો, નારંગી, જાંબલી કે રંગવિહીન; ચ. કાચમય, હીરક, ક્વચિત્ મૌક્તિક, કે ઝાંખો; સં. -; ભં.સ. વલયાકાર કે…
વધુ વાંચો >